________________
શત્રુદ્ધાર જે ભુવનપતિ ચમરેંદ્ર, ભાવના જાગી રે, છઠ્ઠો કરતા ઉદધાર, ધર્મના રાગી છે. જ્યચક્રવર્તી ભરત પછી જાણ, સગર તે બીજો રે, જાગી ભાગ્યદશા મનમાંહે, અંતર રીઝે રે. જય-૯ પ્રભુ મણિમય બિંબ વિશાળ, કાલ પિછાણી રે, કરે સ્થાપિત ગુપ્ત ભંડાર, ટાળવા હાનિ રે. જય-૧૦ કરે કનકતનું જિન બિંબ, હર્ષ ઘણેરે રે, કરી સાત તીર્થોધ્ધાર, જિનવર પ્રભુને રે. જય-૧૧ વ્યંતરેંદ્રને આઠમે જાણ, શુભ ઉધ્ધાર રે, પ્રભુભક્તિતણે એ સાર, ધર્મ આધાર રે. -૧૨ શ્રી ચંદ્રપ્રભુ ઉપદેશ, ભાવના જાગી રે, નૃપ ચંદ્રજસા મનમાંહે, પ્રભુ રઢ લાગી રે. જય-૧૩ કર્યો નવમા તીર્થોધ્ધાર, સિધ્ધગિરિ આવી રે, મન ભાવ અપૂર્વ ઉલ્લાસ, ભાવના ભાવી છે. જય-૧૪ પ્રભુ શાંતિનાથ ઉપદેશ, ચકાયુધને રે, થયે દશમે તીર્થોદધાર, મનહર ગિરિને રે. -૧૫ શ્રી મુનિસુવત જિનરાજ, તીર્થમાં થાવે રે, રામચંદ્રત ઉધાર, સહુને ભાવે છે. જય-૧૬ દશરથભુત ભક્તિ સહિત, સિધગિરિ આવે રે, કરે અગ્યારમે ઉધાર, મનને ભાવે છે. જ્ય-૧૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com