Book Title: Narendra Nauka
Author(s): Vidyutprabhashreeji
Publisher: Suthari Jain Sangh
View full book text
________________
જિન સ્તવનો
--
દીધી ચરણની ચાકરી રે લોલ, હું સેવું હરખે કરી રે લોલ સાહિબ સામું નીહાળજો રે લોલ, ભવ સમુદ્રથી તારજો રે લોલ
શ્રી શંકર૦ ૨ અગણિત ગુણ ગણવા તણી રે લોલ, મુજ મન હોંશ ધરે ગણી રે લોલ જીમ નભને પામ્યા પછી રે લોલ, દાખે બાળક કરથી લળી રે લોલ
શ્રી શંકર૦ ૩ જો જિન તું છે પાંસરો રે લોલ, તો કર્મ તણોશો આશરો રે લોલ જો તુમ રાખશો ગોદમાં રે લોલ, તો કેમ જાશું નિગોદમાં રે લોલ
શ્રી શંકર૦ ૪ જબ તાહરી કરૂણા થઈ રે લોલ, કુમતિ કુગતિ દૂરે ગઈ રે લોલ અધ્યાત્મ રવિ ઉગી રે લોલ, પાપ તિમિર તિહાં પુગીઓ રે લોલ
શ્રી શંકર૦ ૫ તુજ મૂર્તિ માયા જીસી રે લોલ, ઉર્વશી થઈ ઉરે વસી રે લોલ રખે પ્રભુ ટાળો એક ઘડી રે લોલ, નજર વાદળની છાયડી રે લોલ
શ્રી શંકર૦ ૬ તાહરી ભક્તિ ભલી બની રે લોલ, જિમ ઔષધી સંજીવની રે લોલ તન મન આનંદ ઉપન્યો રે લોલ, કહે મોહન કવિ રૂપનો રે લોલ
શ્રી શંકર૦ ૭ ૬ (૧૬) સામાન્ય જિન સ્તવન - જિનરાજ જગત હિતકારી, મૂરતિ મોહનગારી રે સકલ કલા પૂરણ શશીની પરે, હું જાઉં બલિહારી રે. ૧ દેહ સુગંધી રૂપ અનુપમ, અનુત્તર સુર છબિહારી રે કમલ સુગંધી શ્વાસ મનોહર, દૃષ્ટિ સુધારસ ક્યારી રે. ૨ તીન લોકમાં જાસ ન ઉપમ, જગદુત્તમ જયકારી રે યૌવને ઈદ્રિય જઈ સ્થિર આતમ, તત્ત્વરૂચિ શુચિધારી રે. ૩ ભોગ કરમફળ ભોગતણી પરે, ભોગવે રાગ નિવારી રે પરવાલા પરે બાહ્ય રંગ ધરે, પણ અંતર અવિકારી રે. ૪
પિઝા

Page Navigation
1 ... 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642