________________
અર્હદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
૪ પ્રતિક્રમણ :- (વંદિત્તુસૂત્રતથાપગામ સજ્ઝાય) જેનાથી પૂર્વે લાગેલ દોષની ક્ષમા માગવી અને ફરીથી તેવા દોષો ન લાગે તેની સાવચેતી રાખી આત્માને નિર્મલ બનાવવો તે. આનાથી દુર્ગતિના દ્વાર બંધ થાય છે.
૫ કાયોત્સર્ગ :- (કાઉસ્સગ્ગ) શુક્લધ્યાન અને ધર્મ ધ્યાનપૂર્વક કાયા ઉપરના મમત્વભાવનો ત્યાગ કરવો તથા આત્માને પોતાના વાસ્તવિક જ્ઞાનાદિ ગુણનો વિચાર કરવાનો સમય આપવો તે. આનાથી ધ્યાનશક્તિ વધે છે.
૬ પ્રત્યાખ્યાન :- (નવકારશી ચૌવિહારાદિ) અશન, પાન, ખાદિમ અને સ્વાદિમના ત્યાગનો નિયમ કરવો તે. આનાથી તૃષ્ણા છેદાય છે.
(૧૦) દાનાદિ ચાર
૧ દાન :- પોતાની માલિકી ઉઠાવી સુપાત્રને ગુણબુદ્ધિથી અને બીજાને દયાબુદ્ધિથી આપવું તે. અથવા કોઈને ભય ન આપવો તે.
૨ શીલ :- ઈન્દ્રિયને વશ કરી બ્રહ્મચર્યમય જીવન વિતાવવું
તે.
૩ તપ :- નિર્જરા માટે ખાદ્ય પદાર્થાદિકની ઈચ્છાને રોકવી અથવા સ્વાધ્યાયાદિક કરવા તે. આ તપ જેમ કીટ્ટાથી મલિન થયેલ સુવર્ણને અગ્નિ તપાવી શુદ્ધ કરે છે તેમ કર્મ કીટ્ટાથી મલિન થયેલ આત્માને શુદ્ધ કરે છે.
૪ ભાવ :- એકાંત હિતકારી આત્માની જે ચિંતવના અર્થાત્ શ્રી અરિહંત ભગવંતની આજ્ઞામાં રહીને ઈહલૌકિક કે પારલૌકિકની ઈચ્છા વિના કેવલ મોક્ષના ધ્યેયથી શુભક્રયામાં પરાક્રમ ફોરવવા વિગેરેની રુચિ ઉત્પન્ન થવી તે.
૫૦૦