Book Title: Narendra Nauka
Author(s): Vidyutprabhashreeji
Publisher: Suthari Jain Sangh

View full book text
Previous | Next

Page 624
________________ ઉપયોગી જાણવા યોગ્ય સંગ્રહ ૩ સ્પર્શેન્દ્રિય ભોગી છે. પ્રશ્ન :- શ્વાસોશ્વાસ વધુ લેવાથી આયુષ્ય તુટે કે નહિ? ઉત્તર :- શ્રી ઠાણાંગજીના સાતમા ઠાણામાં કહે છે કે સોપક્રમી આયુષ્ય હોય તો સાત પ્રકારે તૂટે. જેમ કે ૧ સ્નેહ, રાગ, ભય, રૂપ, અધ્યવસાય. ૨ દંડ, શસ્ત્ર, અગ્નિ આદિ નિમિત્ત. ૩ અતિક્ષુધા અને અતિ આહાર. ૪ શૂલાદિ અસહ્ય વેદના. ૫ ગર્ભપાતાદિ પરાઘાત. ૬ સર્પ આદિનો ડંખ, ૭ શ્વાસોશ્વાસ એ સાત પ્રકારે તુટે બાકી શ્વાસોશ્વાસ રૂંધનક્રિયાથી આયુષ્ય વધે તથા તે વધુ લેવાથી આયુષ્ય એકદમ ઘટે એ અજ્ઞાન છે. 5 “લગ્ન પ્રસંગે થતી વિધિનું રહસ્ય” Fા “પંડિત શ્રી ઋષભદાસે ભરત બાહુબલીના રાસમાં લગ્ન પ્રસંગમાં વૈરાગ્યવાસી મનુષ્ય શું ચિંતવે તે જણાવેલ છે” ૧ વર પીઠી ચોળાવે છે તે વખતે વિચારે કે આત્મા ઉપર કર્મનો લેપ કરે છે. - ૨ સ્નાન કરતાં મુખમાં પાણી આવે ત્યારે સંસારના કડવા ફળનો વિચાર કરે. ૩ માથે ખુપ (કલગી) મૂકે ત્યારે સંસારમાં જીવના માથે આ રીતે ભાર પડે એમ ધારે. ૪ આભૂષણો પહેરાવે ત્યારે તેને ભારરૂપ માને. ૫ ગળામાં હાર નાંખે ત્યારે બંધનરૂપ સાંકળ માને. ૬ હાથમાં શ્રીફળ આપતાં જીવ નારીનો કિંકર થવા જાય છે એમ માને. ૭ વરને ઘોડે બેસાડે ત્યારે તેને દુર્ગતિએ જવાના વાહન રૂપ માને. ૮ ઘણાં વાજિંત્રોના શબ્દો સાંભળતાં આ મને ચેતાવે છે એમ માને. ૧પ૯૩= ૫૯૩

Loading...

Page Navigation
1 ... 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642