Book Title: Narendra Nauka
Author(s): Vidyutprabhashreeji
Publisher: Suthari Jain Sangh

View full book text
Previous | Next

Page 629
________________ અહિંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા બોરબીયું, ઈન્દ્રજવ, ઉજવળી, દેકામારી, જીકો (લોબાનના ફૂલ), નાહીયો, કરોડા મૂળ, મલયાગરૂ, આડી, રોહિણી, પાતલી, ચુદડી, સંઘીલીંગરી, ચણીફળ, બોલ, ખેર, પંચમૂળ, દરેક જાતના વિષો, દરેક જાતની ભસ્મો વગેરે. = બે કોડાકોડીમાં ધર્મ છે, ને ૧૮ કોડાકોડીમાં ઘર્મ નથી તે આવી રીતે :- ક અવસર્પિણીના પહેલા ત્રણ આરામાં તથા છઠ્ઠા આરામાં ધર્મ નથી, ને ચોથા પાંચમા આરામાં છે. એ બે મળી ૧ કોડાકોડીમાં ધર્મ છે. ને ઉત્સર્પિણીના પહેલા, ચોથા, પાંચમા ને છઠ્ઠામાં ધર્મ નથી, ને બીજા; ત્રીજા (૨-૩) આરામાં છે. બીજા ત્રીજા આરા મળી એક કોડાકોડી થાય. એક ઉત્સર્પિણી ને એક અવસર્પિણી બે મળી ર-કોડાકોડી થઈ તેમાં છે. ને ૧૮ કોડાકોડીમાં નથી. ૬ સાધુની વિસ વસાની દયા અને શ્રાવકની - સવા વસાની દયા ક સાધુને સૂક્ષ્મ ને બાઇર બંને પ્રકારે હોય. શ્રાવકને બાદરની હોય. સૂક્ષ્મથી ન હોય એટલે ૧૦ ઓછા. બાદરના પણ બે પ્રકાર. સંકલ્પ ને આરંભ. તેમાં સંકલ્પથી દયા પાળે પણ આરંભથી ન પાળી શકે. એટલે ૧૦ માંથી પાંચ ઓછા. સંકલ્પના પણ બે ભેદ અપરાધી અને નિરપરાધી. તેમાં નિરપરાધીની દયા પાળે અપરાધીની ન પાળે. એટલે પાંચમાંથી રા ઓછા નિરપરાધીના પણ બે ભેદ. સાપેક્ષ અને નિરપેક્ષની પાળે. એટલે રા માંથી ૧ ઓછો એટલે ૧ રહ્યો એટલી શ્રાવકની દયા હોય. ક નિયમને ચાર પ્રકારના લાગતા દોષો , વ્રતને અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર અને અનાચાર એ ચાર પ્રકારે દોષ લાગે છે. દાખલા તરીકે કોઈએ ચઉવિહાર કર્યો હોય. હવે જ્યારે તેને અતિ તૃષા (તરસ) લાગે છે ત્યારે તે પાણી -૧પ૯૮ ૫૯૮

Loading...

Page Navigation
1 ... 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642