Book Title: Narendra Nauka
Author(s): Vidyutprabhashreeji
Publisher: Suthari Jain Sangh

View full book text
Previous | Next

Page 628
________________ ઉપયોગી જાણવા યોગ્ય સંગ્રહ અગીઆરસ; આ ‘છ' પર્વતિથિઓ જ્ઞાનતિથિ ગણાય છે અને તે ચૌદપૂર્વ સુધીનાં જ્ઞાનની આરાધના માટે છે. બે આઠમ, બે ચૌદસ, પૂર્ણિમા અને અમાવાસ્યા. આ છ પર્વતિથિઓ ચારિત્રતિથિ કહેવાય છે. અને તે ચારિત્રના આરાધન માટે છે. કલિ પ્રભાવ :- ધર્મઃ પર્વગતઃ તપઃ કપટતઃ સત્યં ચ દૂરે ગતં, પૃથ્વી મંદલા નૃપાશ્ચ કુટિલાઃ શસ્ત્રાયુધા બ્રાહ્મણાઃ; લોકઃ સ્ત્રીપુરતઃ સ્ત્રિયોઽતિચપલા લૌલ્વે સ્થિતા માનવાઃ, સાધુઃ, સીદતિ દુર્જનઃ પ્રભવતિ પ્રાયઃ પ્રવિણે કલૌ. ૧, નિર્વીર્યા પૃથિવી નિરૌષધિરસા નીચા મહત્ત્વ ગતાઃ, ભૂપાલા નિજધર્મકર્મરહિતા વિપ્રાઃ કુમાર્ગે રતાઃ; ભાર્યા ભતૃવિયોગિની પરરતા પુત્રાઃ પિતૃદ્ધેષિણો, હા કરું ખલુ દુર્લભાઃ કલિયુગે ધન્યા નરાઃ સજ્જના ૨. વિદ્વત્તા વસુધાતલે વિગલિતા પાંડિત્યધર્મો ગતઃ શ્રોતૃણાં, હૃદયેબુદ્વિરધિકા જ્ઞાનં ગતં ચારણે, ગાથાગીતવિનોદવાકયરચના યુા જગદ્રંજિતં, જ્યોતિવૈદ્યકશાસ્ત્રસારમખિલં શૂદ્વેષુ જાતં, કલૌ. ૩. સિદંતિ સંતો વિલસંત્યસંતઃ; પુત્રા પ્રિયન્તે જનકશ્ચિરાયુઃ; સ્વજનેષુ રોપશ્ચ પરેષુ સ્નેહઃ; પશ્યન્તુ લોકાઃ કલિકૌતુકાનિ. ૪. દાતા દરિદ્રી કૃપણો ધનાઢયઃ, પાપી ચિરાયુઃ સુકૃતી ગતાયુ:; કુલીનદારૂં હ્મકુલીનરાજયં, કલૌ યુગે ષદ્ગુણ માવહન્તિ, ૫ અણાહારી વસ્તુઓ :- ત્રિફલા (હરડા બહેડા, આમળા ત્રણે વસ્તુ સાથે અને સરખાં પ્રમાણમાં હોય તો) કડુ, કરીઆતુ, ધમાસો, નઈકંદ લીંબડાના પાંચે અંગ, દાભમૂળ, બોરડીની છાલ તથા મૂળ, એળીઓ, બાવળની છાલ, ચિત્રો, કિદરૂ, ખેરમૂળ તથા છાલ, અગર, તગર, અમર, કેસર, કુંવાર, દારૂહળદર, સાજીખાર, સુરોખાર, ટંકણખાર, જવખાર, હળદર (સુકી), કસ્તુરી, રાખ, ચૂનો, રોહની છાલ, વજ, આશાગંધી (આસંધ), વખમો, ભોરીંગણી, અફીણ અતિવિષની કળી, પુવાડ, મજીઠ, બોળ, કણીઅરનાં મૂળ, આકડાના પાંચે અંગ, ખારો, ફટકડી, ચીમેડ, બુચકણ, ઉપલેટો, ઈન્દ્રાણીમૂળ, ઝેરી ગોટલી; દરૂખ, ગળો, સુખડ, હરડેદલ, ગોમુત્ર આદિ અનિષ્ટ મૂત્રો, ગુગળ, ૫૯૭

Loading...

Page Navigation
1 ... 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642