Book Title: Narendra Nauka
Author(s): Vidyutprabhashreeji
Publisher: Suthari Jain Sangh

View full book text
Previous | Next

Page 633
________________ અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા (૮) ચારિત્ર પદારાધાનથી શીવકુમારના ભવે આરાધનાર જંબૂકુમાર ચરમ કેવલી થયા. (૯) તપ પદારાથનથી વીરમતિના પૂર્વ ભવે આરાધનાર દમયંતી પ્રકર્ષ પુણ્યવતી થઈ. gs નિત્ય આરાઘના વિધિ , (સવારે ઉઠતી વખતે) (૧) સવારે ઉઠતાં સાત નવકાર મહામંત્ર ભણવા. (૨) ઈશાન ખુણા સન્મુખ શ્રી સીમંધરસ્વામિ પ્રભુને ત્રણ ખમાસમણ દઈ પ્રાર્થના કરવી. હે પરમતારક દેવાધિદેવ પ્રભો! અનાદિકાલથી આજ સુધી અનન્તા ભવોમાં મારા જીવે જે કાંઈ હિંસા, જુઠ, ચોરી, મૈથુન, પરિગ્રહ ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, કલહ, અભ્યાખાન પશુન્ય, પરંપરિવાદ, રતિ, અરતિ, માયા, મૃષાવાદ અને મિથ્યા દર્શન શલ્ય એ અઢાર પાપ સ્થાનકો સેવન કર્યા હોય સેવન કરાવ્યા હોય, કરતાને અનુમોદ્યા હોય અનેરું જે કાંઈ વીતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ આચરણ કર્યું કરાવ્યું અનુમોધું હોય તેના માટે હું ત્રિવિધે ત્રિવિધ મિચ્છામિ દુક્કડ દઉં છું, મિચ્છામિ દુક્કડ દઉં , મિચ્છામિ દુક્કડ દઉં છું. હે પ્રભો ! પૂર્વે અનન્તા ભવોમાંહિ મારા જીવે જે કાંઈ શ્રી અરિહંત દેવો, ગુરુ ભગવન્તો, શ્રી જિનધર્મની વિરાધના કરી હોય, આશાતના કરી હોય, ઉસૂત્ર પ્રરૂપણા કર્યું તેના માટે હું મિચ્છામિ દુક્કડ દઉં છું, મિચ્છામિ દુક્કડં દઉં , મિચ્છામિ દુક્કડં દઉં છું. હે પ્રભો! આપના ભક્તિના પ્રભાવે મને શ્રી સમ્યમ્ દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ રત્નની પ્રાપ્તિ થાઓ ભવોભવ આપના ચરણની સેવા મળે જેના પ્રતાપે હું જિનઆજ્ઞા અનુસાર આરાધન કરવાપૂર્વક કર્મોનો નાશ કરી મોક્ષસુખ પ્રાપ્ત કરું. હે પ્રભો! આપની કૃપાથી મને એવી શક્તિ પ્રાપ્ત થાઓ જે દ્વારા ૬૦૨

Loading...

Page Navigation
1 ... 631 632 633 634 635 636 637 638 639 640 641 642