________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા છે, ર બળદેવનું બળ ૧ વાસુદેવમાં હોય છે, ૨ વાસુદેવનું બળ ૧ ચક્રવર્તીમાં હોય છે, ૧ લાખ ચક્રવર્તીનું બળ ૧ નાગેન્દ્રમાં હોય છે, કોડ નાગૅદ્રનું બળ ૧ ઇદ્રમાં હોય છે, એવા અનંત ઈદ્રોનું બળ એક તીર્થકરની ટચલી આંગળીમાં હોય છે.
BF સંસારી જીવો પાંચ પ્રકારે હોય છે !
૧ ભવ્ય, ૨ જાતિભવ્ય, ૩ અભવ્ય, ૪ દુર્ભવ્ય, ૫ ભવ્યાભવ્ય.
(૧) ભવ્ય-જે જીવો મોડા વહેલા પણ મોક્ષે જવાના છે, તે.
(૨) જાતિભવ્ય જે જીવો મોક્ષે જવાને લાયક છતાં તેવી સામગ્રી નહિ પ્રાપ્ત કરી શકવાને લીધે કદાપિ મોક્ષે ન જઈ શકે. આ સૂક્ષ્મ નિગોદ તરીકે જ ઓળખાય છે, ને જે અવ્યવહાર રાશિમાંથી વ્યવહારરાશિમાં આવ્યો નથી, અને અનંતા અનંત પુલ પરાવર્તન કાળથી ત્યાં ને ત્યાં જ રહેલ છે. અને સંસારમાં જે જીવો, દૃષ્ટિગોચર દેખાય છે તે તો અભવ્ય કે ભવ્ય જ છે, પરંતુ જાતિભવ્ય નહિ. .
(૩) અભવ્ય-જે જીવો મોક્ષે જવાને માટે કોઈપણ જાતની લાયકાત નહિ ધરાવતા હોવાથી હંમેશા સંસારમાં જ પડ્યા રહે છે. પરંતુ તેવા ઉત્તમ ગુણો પ્રાપ્ત કરી અનુત્તરમાં કે મોક્ષમાં જઈ શકતા નથી જાય તો નવ રૈવેયક સુધી જ જાય, એવા અભવ્ય જીવો માત્ર થોડા જ છે, આ અવસર્પિણીમાં ફકત આઠનાં જ નામ પ્રખ્યાત છે. (૧) પાલક પૂરોહિત અંધકમુનિના ૫૦૦ શિષ્યને ઘાણીમાં પલનાર, (૨) કૃષ્ણમહારાજનો પુત્ર, (૩) કપિલાદાસી, (૪) કાલિક કસાઈ, પાંચસો (૧૦૦) પાડાને રોજ મારનાર. (૫) ઉદાયનરાજાનો વધ કરનાર (વિનયન) (૬) વૈતરણી વૈદ્ય, (૭) અંગારમર્દક આચાર્ય, પાંચશો શિષ્યોના ગુરુ તથા (૮) સંગમદેવ. ભગવનને ઉપસર્ગ કરનાર,
(૪) દુર્ભવ્ય જે જીવો મોડા વહેલા સંસારરૂપી સમુદ્ર તરવાને
600