Book Title: Narendra Nauka
Author(s): Vidyutprabhashreeji
Publisher: Suthari Jain Sangh

View full book text
Previous | Next

Page 636
________________ સુવાક્યો સુવાક્યો ૧ તેજ વિદ્યા સાચી છે કે જે વિદ્યા મુક્તિને માટે થાય. ૨ સાધર્મિકની ભકિત તે જિનશાસનની સારભૂત વસ્તુ છે. ૩ બીજા જીવોનું હિત ચિંતવવું એ મૈત્રી ભાવના. ૪ બીજા જીવોને સુખી દેખી રાજી થવું તે પ્રમોદભાવના. ૫ બીજા જીવોના દોષોની ઉપેક્ષા કરવી તે માધ્યસ્થભાવના. ૬ સુખેથી સુવે કોણ સત્યવાન, સંતોષી, સુકર્મી. ૭ મિત્રતા માટે નાલાયક કોણ-કુડો, કપટી, કુલક્ષણી, ૮ જૈનો ઈશ્વરને બનાવનાર નહિ પણ બતાવનાર માને છે. ૯ આદર્શ પુરૂષોના જીવનમાંથી ધીરજ, શુદ્ધિ આદિ મળે છે. ૧૦ ગ્રહણ કરવાની ઈચ્છા થાય તો સૌના ગુણ ગ્રહણ કરજો. ૧૧ ઉત્તમ વાંચનથી પોતાના દોષ જોતાં શિખાય છે. ૧૨ દુઃખથી ભરેલા સંસારમાં વૈરાગ્ય એજ વિશ્રાંતિનું સ્થાન છે. ૧૩ આપ કલ્યાણ વિના કદી પણ લોક કલ્યાણ થવાનું નથી. ૧૪ દેશદ્રોહ કરતાં પણ ધર્મદ્રોહ ઘણો ભયંકર છે. ૧૫ કાંઈ કરવાની ઈચ્છા થાય તો સૌનું ભલું કરજો. ૧૬ સદ્ધર્મના તત્ત્વો ગુરુગમ અને અભ્યાસથી મેળવાય છે. ૧૭ સાંભળવાનું મન થાય તો ધર્મકથા સાંભળજો. ૬૦૫

Loading...

Page Navigation
1 ... 634 635 636 637 638 639 640 641 642