________________
અર્હદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
૯ ઘોડેથી ઉતારે ત્યારે નીચી ગતિમાં ગમન કરવાનું વિચારે. ૧૦ ધોંસરા વડે પોંખે ત્યારે સંસારનું ધોસરૂં પડવાનું માને. ૧૧ ત્રાકવડે પોંખતા વિચારે કે આવી રીતે જીવ વિંધાવાનો છે. ૧૨ મૂશળ વડે પોંખતા જીવ સંસારમાં હવે ખંડાવાનો છે એમ માને.
૧૩ જલ વડે અર્ધ્ય દેતા મારા પૂર્વ પુન્યને ધોઈ નાખે છે એમ માને.
૧૪ શરાવસંપૂટ ચંપાવતાં મારા પાસે વિવેકરૂપ કોડીયાં ચંપાવે છે એમ માને.
૧૫ સાસુ નાકતાણે ત્યારે સંસારમાં આમ તણાવું છે એમ માને. ૧૬ કન્યા તંબોળ છાંટે ત્યારે મારા આવા ભવરોળ થશે એમ માને.
૧૭ ગળે વરમાળા નાંખતાં આ મારા ગળામાં દોરડું નાંખે છે એમ
માને.
૧૮ કન્યા સાથે હસ્તમેલાપ કરતાં આ દુર્ગતિની વાટે જવા સૂચવે છે એમ માને.
૧૯ લોક તિલક કરે ત્યારે આ દુર્ગતિ માટે થાય છે એમ માને. ૨૦ છેડાછેડીની ગંઠ બાંધતાં હવે આનાથી છૂટવું મુશ્કેલ છે એ મા માને.
૨૧ અગ્નિ પ્રગટાવે ત્યારે છેલ્લે થનારી ચિતાને યાદ કરે. ૨૨ ચાર ફેરા ફરતાં આ રીતે ચાર ગતિમાં ભ્રમણ કરવું પડશે એમ માને.
૨૩ ચાર બાજીની ચોરી જોતાં ચારે દુર્ગતિની ખાણને યાદ કરે. આવી રીતે ઉત્તમ ભાવના ભવતાં જીવ કેવળજ્ઞાન પણ પામી શકે છે. પૃથ્વીચંદ્ર રાજા ગુણસાગરજી વિગેરેના દૃષ્ટાંતો મોજુદ છે.)
૫૯૪