Book Title: Narendra Nauka
Author(s): Vidyutprabhashreeji
Publisher: Suthari Jain Sangh

View full book text
Previous | Next

Page 622
________________ ઉપયોગી જાણવા યોગ્ય સંગ્રહ આસને ત્રણ પ્રહર સુધી ન બેસે), ૪ સ્ત્રીના અંગોપાંગ ઈન્દ્રિયાદિને સરાગપણે દેખે નહિ, ૫ ભીત આદિના આંતરે સ્ત્રી પુરુષ બન્ને સૂતાં હોય અથવા કામકેલીની વાતો કરતા હોય તે એકાંતે બેસી જુએ નહિ તથા સાંભળે નહિ, ૬ પૂર્વાવસ્થામાં કરેલ કામક્રીડાનું સ્મરણ ન કરે, ૭ સરસસ્નિગ્ધ આહાર ન લે, ૮ નીરસ આહાર પણ અતિમાત્રાએ (પ્રમાણથી વધુ) ન લે અને ૯ અંગશોભા તેલમર્દન, વિલેપન, સ્નાનાદિક ન કરે. ૯ પ્રકારે રસ :- ૧ શૃંગાર, ૨ વર, ૩ કરૂણા, ૪ હાસ્ય, પ રૌદ્ર, ૬ ભયાનક, ૭ અદ્ભુત, ૮ શાંત અને ૯ બિભત્સરસ. ૯ નિધિના નામ :- ૧ નૈસર્ષ, ૨ પાંડુક, ૩ પિંગલ, ૪ સર્વરન, ૫ મહાપા, ૬ કાલ, ૭ મહાકાલ, ૮ માણવક, ૯ શંખ. સિદ્ધના આઠ ગુણ :- ૧ અનંતજ્ઞાન, ૨ અનંતદર્શન, ૩ અનંતચારિત્ર, ૪ અનંતવીર્ય, ૫ અવ્યાબાધ સુખ, ૬ અક્ષય સ્થિતિ, ૭ અરૂપીપણું, ૮ અગુરુલઘુ. ૮ પ્રકારે આત્મા :- ૧ દ્રવ્યાત્મા, ૨ કપાયાત્મા, ૩ યોગાત્મા, ૪ ઉપયોગાત્મા, ૫ જ્ઞાનાત્મા, ૬ દર્શનાત્મા, ૭ ચારિત્રાત્મા અને ૮ વીર્યાત્મા. ૭ પ્રકારની શુદ્ધિ :- ૧ ન્યાયોપાર્જિતદ્રવ્યશુદ્ધિ, ૨ વસ્ત્ર, ૩ પૂજોપકરણ, ૪ ભૂમિ, ૫ મન, ૬ વચન, ૭ કાયાશુદ્ધિ (એ સાતે શુદ્ધિ તીર્થયાત્રા તથા પૂજાદિ કરતાં શ્રાવક શ્રાવિકાએ અવશ્ય સાચવવાની છે.) ૭ વ્યસન :- ૧ જુગાર, ૨ માંસ, ૩ મદિરા, ૪ વેશ્યા, ૫ શિકાર, ૬ ચોરી અને ૭ પરદારાગમન. ૭ ક્ષેત્રો :- ૧ સાધુ, ૨ સાધ્વી, ૩ શ્રાવક, ૪ શ્રાવિકા, ૫ જિનબિંબ, ૬ જિનચૈત્ય, ૭ જિનાગમ. સપ્તાંગરાજય :- ૧ સ્વામી, ૨ અમાત્ય, ૩ સુત્ (મિત્ર), પ૯૧

Loading...

Page Navigation
1 ... 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642