________________
ઉપયોગી જણવા યોગ્ય સંગ્રહ
અંતર્મુહૂર્તની. ક્ષાયક સમકિતની સ્થિતિ તેત્રીસ સાગરોપમની, ક્ષયોપશમ સમકિતની સ્થિતિ છાસઠ સાગરોપમની છે. એ ત્રણ સમકિતમાં પદ્ગલિક ક્રિયા છે અને અરૂપી ક્રિયા છે. તેમાં ઉપશમ તથા લાયક એ બન્ને અરૂપી છે અને ક્ષયોપશમ સમકિત રૂપી પણ છે તથા પૌદ્ગલિક પણ છે.
પાંચ શરીરમાં ૧ ઔદારિક, ૨ વૈક્રિય, ૩ આહારક આ જે પહેલા ત્રણ શરીર છે તેને ઉપજતી વખતે જે ત્રણ શરીર બાંધે તેને સર્વથી બંધ કહેવો. અને એ શરીરને બાંધી લીધા પછી દેશથી બંધ કહેવો. અને જે બીજા બે શરીર તૈજસ તથા કાર્પણ છે તે તે દેશથી જ અવરાય છે. પીસ્તાલીશ લાખ યોજનની કેટલી વસ્તુ છે? GF
૧ સીમંત નામનો નરકાવાસ, ૨ મનુષ્યક્ષેત્ર, ૩ ઉડુક વિમાન; ૪ સિદ્ધશિલા એ પીસ્તાલીશ લાખ યોજનાનો વિસ્તાર છે. ૬ એક લાખ યોજનની કેટલી વસ્તુ છે
તે કહે છે : ૧ સાતમી નરકનો અપઠાણ નામનો નરકવાસ, ૨ સર્વાર્થ સિદ્ધ વિમાન, ૩ જંબુદ્વીપ, ૪ મેરૂ પર્વત એ ચારનો એક લાખ યોજનનો વિસ્તાર છે.
૧૩ કાઠીયાના નામ :- ૧ આળસ, ૨ મોહ, ૩ અવર્ણવાદ, ૪ અહંકાર, ૫ ક્રોધ, ૬ પ્રમાદ, ૭ કૃપણતા, ૮ ગુરુભય, ૯ શોક, ૧૦ અજ્ઞાન, ૧૧ અસ્થિરતા, ૧૨ કુતુહલ, ૧૩ તીવ્રવિષયાભિલાષા.
પ્રભુના સમવસરણની ૧૨ પર્ષદ :- તેમાં અગ્નિખૂણે ત્રણ :- ૧ ગણધરની, ૨ વિમાનવાસી દેવાંગનાની અને ૩ સાધ્વીજીની. નૈઋતખૂણે ત્રણ :- ૪ જ્યોતિષીદેવીની, ૫ વ્યંતરદેવીની અને ૬ ભવનપતિદેવીની. વાયવ્યખૂણે ત્રણ:૭ જ્યોતિષીદેવોની, ૮ વ્યંતરદેવોની, અને ૯ ભવનપતિદેવોની.
-૧પ૮૯