________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા ઈશાનખૂણે ત્રણ - ૧૦ વૈમાનિકદેવોની ૧૧ મનુષ્યોની અને ૧૨ મનુષ્યોની સ્ત્રીઓની.
અરિહંતના ૧૨ ગુણ :- ૧ અશોકવૃક્ષ, ૨ સુરપુષ્પવૃષ્ટિ, ૩ દિવ્યધ્વનિ, ૪ ચામર, ૫ રત્નજડિત સિંહાસન, ૬ ભામંડલ, ૭ દુંદુભિ, ૮ ત્રણ છત્ર, ૯ અપાયાપગમાતિશય, ૧૦ જ્ઞાનાતિશય, ૧૧ પૂજાતિશય અને ૧૨ વચનાતિશય.
ધ્યાનનાં ૧૦ સ્થાન :- ૧ આંખ, ૨ કાન, ૩ નાસિકાગ્ર; ૪ લલાટ, ૫ મુખ, ૬ નાભિ, ૭ મસ્તક, ૮ દય, ૯ તાળવું અને ૧૦ ભ્રમર. (શ્રી નવપદજી મહારાજનું ધ્યાન કરતાં ચિત્તને આ દશ સ્થાનમાંનાં તે-તે સ્થાને સ્થાપવાથી ચિત્તની વિશુદ્ધિ સુંદર સચવાય.)
૧૦ પ્રકારે યતિધર્મ :- ૧ ક્ષમા (ક્રોધત્યાગ), ૨ માર્દવતા (માનત્યાગ), ૩ આર્જવતા (માયા ત્યાગ), ૪ લોભ તે નિલોભતા, ૫ બાર પ્રકારે તપ, ૬ સત્તર પ્રકારે સંયમ, ૭ સત્ય, ૮ શૌચ (હાથ પગાદિ અવયવો શુદ્ધ રાખવા) ૪૨ દોષ રહિત આહાર લેવો તે વિગેરે (દ્રવ્યશૌચ,) આત્માના શુદ્ધ પરિણામ રાખવા તે (ભાવશૌચ,) ૯ અપરિગ્રહ, ૧૦ બ્રહ્મચર્ય.
જીવના ૧૦ પ્રાણ :- ૧ સ્પર્શ, ૨ રસ, ૩ ઘાણ, ૪ ચક્ષુ, ૫ શ્રોત્ર (આ પાંચ ઈદ્રિયો) ૬ મનબળ, ૭ વચનબળ, ૮ કાયદળ, ૯ શ્વાસોશ્વાસ, ૧૦ આયુષ્ય.
નારકીની ૧૦ વેદના :- ૧ શીત, ૨ ઉષ્ણ, ૩ સુધા, ૪ પીપાસા, ૫ કંડુ (ખંજવાળ), ૬ ભય, ૭ શોક, ૮ પરવશતા, ૯ વર અને ૧૦ વ્યાધિ, (નારકીના જીવોને થતા દુ:ખની આ લોકમાં કોઈ ઉપમા નથી.)
બ્રહ્મચર્યની ૯ વાડ :- ૧ સ્ત્રી-પશુ-નપુંસક રહેતા હોય તે વસતિમાં ન રહે, ૨ સ્ત્રીની કથાને સરાગપણે સાંભળે નહિ, સ્ત્રી સાથે એકલા એકાંતે વાત ન કરે, ૩ જ્યાં સ્ત્રી પ્રથમ બેઠી હોય ત્યાં બે ઘડી સુધી બેસે નહિ. (તે પ્રમાણે સ્ત્રી પણ પુરુષના
પ૯૦