Book Title: Narendra Nauka
Author(s): Vidyutprabhashreeji
Publisher: Suthari Jain Sangh

View full book text
Previous | Next

Page 618
________________ ઉપયોગી જાણવા યોગ્ય સંગ્રહ ક ચરણસિત્તરીના સીત્તેર બોલ કહે છે કા પ પાંચ મહાવ્રત, ૧૦ દશ પ્રકારનો યતિધર્મ, ૧૭ સત્તર ભેદે સંયમ, ૧૦ દશ ભેદે વૈયાવચ્ચ, ૯ નવ બ્રહ્મચર્ય ગુપ્તિ, ૩ રત્નત્રિક તે જ્ઞાન, દર્શન અને ચારિત્ર, ૧૨ પ્રકારનું તપ તે છ બાહ્ય અને છ અત્યંતર, ૪ ક્રોધ આદિ ચાર કષાયોને જીતવા તે. BE કરણસિત્તરીના સીત્તેર બોલ કહે છે કે ૧આહાર, ૧ પાત્ર, ૧ વસ્તી, ૧ વસ્ત્ર, ૫ સમિતિ, ૧૨ ભાવના, ૧૨ પ્રતિમા, ૫ ઈન્દ્રિયનિષેધન, ૨૫ પ્રતિલેખના, ૩ ગુપ્તિ, ૪ અભિગ્રહ. 5 આયુષ્ય બાંધતી વખતે છ વાત બાંધે છે તે કહે છે ; ૧ જાતિ, ૨ ગતિ, ૩ અવગાહના, ૩ અનુભાગ-રસ, પ પ્રદેશ, ૬ આયુષ્ય. 5 પાંચ દેવનાં નામ કહે છે : ૧ ભાવદેવ તે દેવતા, ૨ નરદેવ તે ચક્રવર્તી, ૩ ધર્મદેવ તે સાધુ, ૪ દ્રવ્યદેવ તે જેણે દેવાયુ બાંધ્યું હોય તે, ૫ દેવાધિદેવ તે તીર્થકર. 5 ચાર ધ્યાનનાં નામ કહે છે 5 ૧ પિંડસ્થધ્યાન-તે અરિહંતાદિક પાંચે પદનું પોતાના ચિત્તને વિષે ધ્યાન કરવું તે, ૨ પદસ્થધ્યાન-તે અરિહંતાદિક પાંચેના ગુણ મહારા આત્મામાં છે એમ ધ્યાન કરવું તે, ૩ રૂપસ્થધ્યાન-તે રૂપમાં રહ્યો થકો પણ એ મારો જીવ અરૂપી અનંતગુણી છે એમ ધ્યાન કરવું તે, ૪ રૂપાતીત ધ્યાન-તે નિરંજન, નિર્મલ, સંકલ્પ, વિકલ્પ, રહિત અભેદ એક શુદ્ધતારૂપ ધ્યાન તે. ૫૮૭

Loading...

Page Navigation
1 ... 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642