Book Title: Narendra Nauka
Author(s): Vidyutprabhashreeji
Publisher: Suthari Jain Sangh

View full book text
Previous | Next

Page 617
________________ અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા ૬ શીલાંગરથના અઢાર હજાર ભેદ કહે છે i . દશ પ્રકારના યતિધર્મને ગણતાં દશ ભેદ થાય તેને ૧ પૃથ્વી, ૨ અપ, ૩ તેઉ, ૪ વાયુ, પ વનસ્પતિ, ૬ બેઇદ્રી ૭ તઈદ્રી, ૮ ચૌરિદ્રિ ૯ પંચેદ્રિ અને ૧૦ અજીવ એ દશ કાયાએ કરીને ગુણીએ ત્યારે (૧૦૦) ભેદ થાય. તેને પાંચ ઇદ્રિએ ગુણતાં પાંચસો (૫૦૦) થાય. તેને ૧ આહાર સંજ્ઞા, ૨ ભય સંજ્ઞા, ૩ મૈથુનસંજ્ઞા, ૪ પરિગ્રહસંજ્ઞા એ ચાર સંજ્ઞાએ ગુણતાં બે હજાર (૨૦૦૦) ભેદ થાય. તેને ૧ મન, ૨ વચન, ૩ કાયાએ ગુણતાં છ હજાર (૨૦૦૦) ભેદ થાય. તેને ૧ કરવું નહીં, કરાવવું નહીં, ૩ અનુમોદવું નહીં એ ત્રણ ભેદે ગુણતાં અઢાર હજાર (૧૮૦૦૦) ભેદ થાય. 5 દૃષ્ટિના આઠ દોષ નાશ થાય તે કહે છે , ૧ ખેદ તે શુભ કામમાં આળસ થાય નહીં, ૨ ઉદ્વેગ તે પરલોક સાધનામાં ઉદ્વેગ ન થાય (રાજવેઠ માફક ન કરે.) ૩ ખેપ તે એક ક્રિયા છોડી બીજામાં મન ન થાય તે, ૪ ઉત્થાન તે યોગનું ચપલપણું ન થાય, ૫ ભ્રાંતિ તે કૃત્યઅકૃત્યમાં ભ્રાંતિ-ન રહે (અમુક ક્રિયા કરી કે નહીં તે તથા જિનવચનમાં શંકા ન રહે) ૬ અન્યમુદ્ર-એટલે આરંભેલી ક્રિયામાં અનાદર કરી બીજી ક્રિયામાં આનંદ થાય છે. ૭ રોગતે સમજણ વગરની ક્રિયા, ૮ આસંગ-તે આરંભેલી ક્રિયામાં રૂચિ એટલે ઉપલી હદની ક્રિયામાં પ્રવૃત્તિ ન થાય. 5 અષ્ટાંગયોગ ઉત્પન્ન થાય છે, તેની હકીકત કહે છે- ક ૧ યમ-તે પાંચ મહાવ્રત, ૨ નિયમ-તે શૌચ, સંતોષ, તપ, સજઝાય, ઈશ્વરધ્યાન, ૩ આસન-તે ચોરાશી જાતનાં આસન, ૪ પ્રાણાયામ-તે પવનનું રોકવું, ૫ પ્રત્યાહાર-તે ઈન્દ્રિયોને વિષયમાં પ્રવર્તવા ન દેવી, ૬ ધારણા-તે તત્ત્વબોધ નિશ્ચલતા, ૭ ધ્યાન-તે ત્રિકરણ યોગની એકાગ્રતા, ૮ સમાધિનતે એક જ ધ્યાન. પ૮૬

Loading...

Page Navigation
1 ... 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642