________________
અહિંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા 5 મુનિની દશવિધ ચક્રવાલ સામાચારી ,
૧ ઈચ્છાકારક - અમુક કાર્ય તું તારી ઈચ્છા પ્રમાણે કર, એમ ગુર્વાદિક મોટા જે આદેશ આપે તે પોતાની ઈચ્છાએ કરવું
૨ મિચ્છાકાર - તે અનાભોગને લીધે તીર્થકરાદિકની આજ્ઞા વિરૂદ્ધ કાંઈ બોલાયું હોય તે મિથ્યા દુષ્કત આપે.
૩ તહક્કાર - તે ગુર્નાદિકે સૂત્ર અને અર્થ વિગેરે કહે છતા અથવા બીજું કાંઈ કાર્ય બતાવે છતા ડાહ્યા સાધુઓ તહત્તિ (બહુ સારૂ) કહે છે.
૪ આવસ્સિયા - તે અવશ્ય કરવા લાયક યોગ વડે જ કરવામાં આવે છે તે આવશ્યકી કહેવાય છે. તે આવશ્યકીનો શ્રેષ્ઠ મુનિઓ ઉપાશ્રયાદિકથી બહાર નીકળે ત્યારે તેમ બોલવા પણે ઉપયોગ કરે છે.
૫ નિસિહિયા - અપ્રસ્તુત કાર્યનો નિષેધ કરવાથી જે ઉત્પન્ન થાય છે. નિષેધિકી કહેવાય છે. તે નિષેલિકીનું કાર્ય કરીને ઉપાશ્રયાદિ પ્રવેશ કરતી વખતે મુનિઓ ઉપયોગ કરે છે.
૬ આપુચ્છણા - કાંઈ પણ કાર્ય કરવાની ઈચ્છા થાય ત્યારે તેને માટે ગુરુને જે પુછવું તે આપુચ્છણા કહેવાય છે.
૭ પડિપુછણા - તે કાર્ય કરતી વખતે ફરીથી ગુરુને જે પુછવું તે પ્રતિકૃચ્છના કહેવાય છે.
૮ છંદણા - સાધુએ પોતે પ્રથમ જે આહારાદિક આપ્યું હોય તે લેવા માટે ગુરુની પાસે પ્રથમ જે પ્રાર્થના કરવી તે.
૯ નિમંત્રણા - તે હું આપના માટે અનાદિક લાવું મને આપ આજ્ઞા આપો તે નિમંત્રણા કહેવાય છે.
૧૦ ઉપસંપદા - તે જ્ઞાનાદિક શિખવા માટે કેટલીક વખત અન્ય ગચ્છના આચાર્ય વિગેરેની સેવા કરવી તે. દશ પ્રકારની સામાચારી નવમા પૂર્વમાંથી ઉદ્ધરેલી છે.
૫૮O