________________
અર્હદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
ખબર ન પડે તેવી રીતે પોતે જ આહારાદિ લાવી પૌષધશાળામાં ભોજન કરવું, હજામત કરાવવી અથવા વાળ વધારવા, આવો દશ મહિના સંકલ્પ કરવો તે.
૧૧ શ્રમણભૂત પ્રતિમા :- પૂર્વની સંપૂર્ણ પ્રતિમાના નિયમો સહિત સાધુવેશ ધારણ કરવો, લોચ કરાવવો, ભિક્ષા માટે નગરમાં ભટકવું, આવી રીતે મુનિધર્મની તુલના કરતો સંપૂર્ણ મુનિધર્મ પાળવો. આવો અગિયાર મહિના સુધી દૃઢ અભિગ્રહ લેવો તે.
પ્રશ્ન :- મુનિરાજની બાર પિડમા કઈ રીતે ?
ઉત્તર ઃ- ભગવતીસૂત્ર શતક-૨ ઉદ્દેશક-૧ માં કહ્યું છે કે એક માસ સુધી આહારની તથા પાણીની એકેકી દત્તિ ગ્રહણ કરવી એ પહેલી ડિમા-૧, એવી જ રીતે બે માસની બીજી પડિમા-૨, ત્રણ માસની ત્રીજી ડિમા-૩, ચાર માસની ચોથી ડિમા-૪, પાંચ માસની પાંચમી ડિમા-પ, છઠ્ઠી પિંડમા-દ્ર માસની, સાતમી ડિમા ૭, તથા આયંબિલના પારણાવાળા અને પાણી પીધા વિનાના એવા એકાંતરીયા ઉપવાસો વડે કરીને ગામની બહાર ચત્તા સૂઈને અથવા પડખે સુવું અથવા ઉભડક બેસવું, ઉભડક રહેવું અથવા વાંકા લાકડાંની પેઠે સૂવું, કંપ્યા વિના સર્વ ઉપસર્ગો સહન કરીને સાત રાત્રી-દિવસો વડે આઠમી પિંડમા થાય ૮ તથા ઉપર કહેલી વિધિ મુજબ ગોદોહિકા આસને રહીને સાત દિવસો વડે નવમી પિંડમા થાય ૯. તથા ઉપર કહેલી વિધિ મુજબ ઉત્તમ ધ્યાનમાં નિશ્ચલ મનવાળા વીર આસને રહીને અથવા ગોદોહાસને સંકોચાઈને બેસવું. એવી રીતે સાત દિવસો વડે જ દશમી પિંડમા થાય ૧૦, તથા છટ્જ કરીને રાત દિવસ નિશ્ચલ વિરાસને રહીને અને બન્ને હાથો લાંબા રાખીને અગ્યારમી પડિમા થાય ૧૧, તથા અટ્કમ કરીને બન્ને પગ સંકોચીને હાથ લાંબા રાખીને નિષ્કપ રહીને તથા સિદ્ધશિલા તરફ દૃષ્ટિ રાખીને નદી વિગેરેને કાંઠે અથવા ભેખડ ઉપર રહેવું, આંખોને ન પટ પટાવવી, એવી એક રાત્રિના પરિણામવાળી બારમી પિંડમા થાય ૧૨.
૫૭૮