________________
સુવાક્યો પ્રશ્ન :- એકેન્દ્રિયાદિકને પાંચ ક્રિયા લાગે તે કઈ ? ઉત્તર :- ૧ આરંભિક ક્રિયા-પૃથ્યાદિ જીવની હિંસા કરવી તે.
૨ પારિગ્રહિક ક્રિયા-એટલે ઘર્મના ઉપકરણ સિવાયની વસ્તુ રાખવી અને ધર્મોપકરણમાં મૂચ્છ રાખવી તે.
૩ માયા પ્રત્યયિકી ક્રિયા-એટલે માયા, વક્રતા, સરલતાનો અભાવ તથા ક્રોધાદિકપણે ગ્રહણ કરવા તે.
૪ અપ્રત્યાખ્યાન ક્રિયા-એટલે વિરતિનો અભાવ છે.
પ મિથ્યાદર્શન પ્રત્યયિકી ક્રિયા-સમ્યગુમિથ્યાદષ્ટિ તથા મિથ્યા દ્રષ્ટિ, મિથ્યાત્વીને પાંચે ક્રિયા લાગે, અવિરતિ સમ્યગુ દ્રષ્ટિને મિથ્યાત્વ વિના ચાર ક્રિયા લાગે, દેશવિરતિને મિથ્યાત્વ અને અપ્રત્યાખ્યાની વિના ત્રણ ક્રિયા લાગે. પ્રમત્તને આરંભિકી અને માયાપ્રત્યયિકી એમ બે ક્રિયા લાગે, અપ્રમત્તને માયા પ્રત્યયિકી એક જ ક્રિયા લાગે. વીતરાગ સંયમીને ક્રિયા હોય જ નહિ.
પ્રશ્ન :- ક્ષપકશ્રેણી કેવી રીતે પામે ?
ઉત્તર :- આયુષ્ય સિવાય સાતે કર્મની સ્થિતિ ખપાવીને અંતઃકોડાકોડી સાગરોપમની કરે અને પછી પલ્યોપમ પ્રથકત્વે એટલે અંતઃકોડાકોડી સ્થિતિમાંથી બેથી નવ પલ્યોપમ સુધીની સ્થિતિ ઓછી કરે ત્યારે શ્રાવક એટલે દેશવિરતિવાળો થાય છે. તેટલી સ્થિતિમાંથી પણ સંખ્યાતા સાગરોપમની સ્થિતિ ઓછી કરે ત્યારે ચારિત્ર એટલે સર્વવિરતિ પામે છે, તેમાંથી પણ સંખ્યાતા સાગરોપમની સ્થિતિ ઓછી કરે ત્યારે ઉપશમશ્રેણિ પામે છે તેમાંથી પણ સંખ્યાતા સાગરોપમની સ્થિતિ ઓછી કરે ત્યારે ક્ષપકશ્રેણિ પામનારો થાય છે.
પ્રશ્ન :- આપણા અડસઠ તીરથ કયા છે ?
ઉત્તર :- ૧ શત્રુંજય, ૨ ગિરનારજી, ૩ આબુજી, ૪ અષ્ટાપદ, ૫ સમેતશિખર, ૬ મંડપાચલ (માંડવગઢ), ૭ ચંદપાચલ, ૮ અયોધ્યા, ૯ કલીકુંડ પાર્શ્વનાથ, ૧૦ નાકોડા પાર્શ્વનાથ, ૧૧ જીરાવલા પાર્શ્વનાથ, ૧૨ વારાણસી, ૧૩ ગોડી