________________
:
અહિંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા ૮ નિરયાવલિકાસૂત્ર - લોભાદિ અને આશાવશ પડી કેવા કુગતિના દુઃખો ભોગવવા પડે છે. તેનું વર્ણન છે.
૯ કપ્પવર્ડસિયાસૂત્ર :- શ્રેણીકના પદ્માદિ દશ કુમારો ચારિત્ર આરાધી શિવસુખ પામ્યા તેનું વર્ણન.
૧૦ પુષ્ક્રિયાસૂત્ર - સૌધર્મ દેવલોકવાસી બહુપુત્રિકા દેવીએ પ્રભુ આગળ કરેલ બત્રીશ પ્રકારના ભવ્ય નૃત્યનું વર્ણન છે. - ૧૧ પુફચૂલિયાસૂત્ર :- શ્રી, ગૃતિ, કૃતિ આદિ દશ દેવીઓએ પ્રભુ આગળ કરેલ નૃત્યનું સુંદર વર્ણન છે.
૧૨ વનિદશાંગસૂત્ર :- નિષધ વિગેરે મુનિવરો શ્રી નેમિનાથ ભગવંત પાસે ચારિત્ર લઈ સર્વાર્થસિદ્ધ ગયા તેનું વર્ણન આવે છે.
E (૧૫) દશ પન્ના ના ૧ ચઉસરણ :- છ આવશ્યકના હેતુ સમજી પુજ્ય મુનિવરોએ ચાર શરણ સ્વીકાર્યા તેનું વર્ણન છે.
૨ આઉરપચ્ચકખાણ :- પાંચ આચાર (જ્ઞાનાચારાદિ)ને અને બાર વ્રતના અતિચારો ત્યાગી શ્રાવકોએ શુભ ભાવના ભાવવી, તેનું વર્ણન છે.
૩ મહાપચ્ચકખાણ :- પંડિત અને વીર્યવંત મુનિવરો શુદ્ધ અણસણ આરાધી શિવપદ પામ્યા તેનું વર્ણન આવે છે.
૪ ભત્તપન્ના :- કામ, સ્નેહ અને દૃષ્ટિ રાગનો ત્યાગ કરી પ્રભુ આજ્ઞા પાળી જે મુનિવરો શિવપદ પામ્યા તેનું વર્ણન છે.
૫ તંદુલવેયાલિય :- જન્મ-મરણ અને ગર્ભના દુઃખનું વૈરાગ્યપોષક વિસ્તૃત વર્ણન આવે છે. - ગણિવિજા:- તિથિ, વાર અને શુભ મુહૂર્ત, શુદ્ધ ધર્મ આરાધી પૂજ્ય મુનિવરો શિવપદ પામ્યા તેનું વર્ણન છે.
૭ ચંદાવિઝય - જગતમાં સમાધિ મેળવવી એ આત્માને અત્યંત દુર્લભ છે, એ બાબતનું સુંદર વર્ણન છે.
૫૭૪