________________
અર્હદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
સાથે જરૂરત હોવી જોઈએ. કદાચ કોઈ મુખ્ય હોય તો પણ બાકીના ગૌણ બને છે, પણ સાથે હોય જરૂર.
૬ દષ્ટાંત :- કાલ અનુરૂપ હોય છતાં પણ અભવ્ય જીવનો મોક્ષ ન થાય; કાળ અનુરૂપ હોય, ભવ્યત્વ સ્વભાવ હોય પરંતુ જો નિશ્ચય (ક્ષાયિક સમ્યક્ત્વાદિ) ગુણ ઉત્પન્ન ન હોય તો પણ મોક્ષે ન જાય; કાલ અનુરૂપ હોય, ભવ્યત્વ સ્વભાવ હોય અને ક્ષાયિક સમ્યક્ત્વાદિનો નિશ્ચય પણ હોય, છતાં જો પૂર્વકૃતકર્મ (ઘાતી વિગેરે કર્મ) નો ઉદય હોય તો પણ મોક્ષે ન જાય. કાલ અનુરૂપ હોય; ભવ્યત્વ સ્વભાવ હોય, ક્ષાયિક સમ્યક્ત્વાદિનો નિશ્ચય હોય, ઘાતિકર્મ ક્ષયરૂપ ભવિતવ્યતાનો ઉદય હોય પણ જો ચારિત્રાદિ આરાધવામાં વીર્યોલાસરૂપ આત્માનો પુરૂષાર્થ ન હોય તો પણ મોક્ષે ન જાય, માટે પાંચે કારણોની જરૂરત પડે છે.
૬ ૧૩. અગિયાર અંગ (૪૫ આગમોની યાદી)
૧ આચારાંગસૂત્ર :- પૂજ્ય મુનિવરોનાં આચાર-વિચારનું સુંદર વર્ણન કરેલ છે.
૨ સૂયગડાંસૂત્ર :- ત્રણશે ત્રેસઠ પાંખડીઓનું વર્ણન, જીવાજીવાદિ પદાર્થનું તથા સંયમનું સુંદર વર્ણન આપેલ છે.
૩ ઠાણાંગસૂત્ર :- એકથી દશ અધ્યયનમાં જીવાજીવાદિ પદાર્થનું અને નદી, સરોવર, પર્વતાદિ પદાર્થોનું એકથી દશ કઈ કઈ વસ્તુ છે, તેનું વર્ણન આવે છે.
૪ સમવાયાંગ સૂત્ર :- એકથી સો ઉપરાંત જીવાજીવાદિ પદાર્થનું વર્ણન છે.
૫ ભગવતીસૂત્ર :- ગૌતમગણધરે પૂછેલ અને શ્રમણ ભગવંત મહાવીરસ્વામીએ જવાબ આપેલ એવા છત્રીશ હજાર પ્રશ્નોત્તર રૂપ અને ચાર અનુયોગમય ૧૪૧ શતક છે.
૬ જ્ઞાતાધર્મકથાંગ સૂત્ર :- યુવરાજર્ષિ, દ્રૌપદી અને બીજા પુરૂષોએ કરેલ પ્રભુપૂજા સંબંધી વર્ણન આવે છે.
૫૭૨