Book Title: Narendra Nauka
Author(s): Vidyutprabhashreeji
Publisher: Suthari Jain Sangh

View full book text
Previous | Next

Page 606
________________ ઉપયોગી જાણવા યોગ્ય સંગ્રહ ૮ દેવેન્દ્રસ્તવ :- મેરૂ પર્વત પર ઈન્દ્રાદિ દેવો એ કરેલ પ્રભુપૂજા તથા સ્તવનાનું વર્ણન કરેલ છે. ૯ મરણ સમાધિ - મૃત્યકાલે જે મુનિવરો સમાધિ સાધી મુક્તિપદ પામ્યા તેનું વર્ણન કરેલ છે. ૧૦ સંથારગ :- વૃક્ષની જેમ સ્થિર રહી અણસણ આદરી જિનેશ્વરદેવો તથા મુનિવરો સિદ્ધિપદ પામ્યા તેનું વર્ણન છે. (૧૬) છ છેદ સૂત્ર ૧ દશાશ્રુતસ્કંધ સૂત્ર :- સંયમ આદરવો અને પ્રમાદ ન કરવો તેનું વર્ણન છે. ૨ બૃહત્કલ્પ સૂત્ર :- મુનિવરનો આચાર તથા કથ્ય અને અકથ્ય વસ્તુનો વિચાર છે. ૩ વ્યવહાર સૂત્ર :- ઉત્સર્ગ અને અપવાદ રૂપ પાંચ વ્યવહારનું વર્ણન કરેલ છે. ૪ જીતકલ્પ સૂત્ર :- આલોયણ-પ્રાયશ્ચિત્તના અધિકારનું વર્ણન આવે છે. ૫ નિશીથ સૂત્ર :- મુનિવરોના ઉત્તમ આચારનું વર્ણન છે. દ મહાનિશીથ સૂત્ર :- શ્રાવકના ઉપધાનાદિ આચારનું અને મુનિવરના આચારનું વિસ્તૃત વર્ણન કરેલ છે. (૧૭) ચાર મૂલ સૂત્ર | ૧ આવશ્યક સૂત્ર :- સામાયિકાદિ છ આવશ્યકનું સંપૂર્ણ વર્ણન છે. ૨ દશવૈકાલિક સૂત્ર :- મુનિવરોના આચારનું સુંદર વર્ણન ૩ ઉત્તરાધ્યયન સૂત્ર :- પ્રભુએ છેલ્લાં સોળ પહોર આપેલ છત્રીશ અધ્યયન રૂપ વિનયાદિ દેશનાનું વર્ણન છે. પ૭૫

Loading...

Page Navigation
1 ... 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642