________________
ઉપયોગી જાણવા યોગ્ય સંગ્રહ ૮ દેવેન્દ્રસ્તવ :- મેરૂ પર્વત પર ઈન્દ્રાદિ દેવો એ કરેલ પ્રભુપૂજા તથા સ્તવનાનું વર્ણન કરેલ છે.
૯ મરણ સમાધિ - મૃત્યકાલે જે મુનિવરો સમાધિ સાધી મુક્તિપદ પામ્યા તેનું વર્ણન કરેલ છે.
૧૦ સંથારગ :- વૃક્ષની જેમ સ્થિર રહી અણસણ આદરી જિનેશ્વરદેવો તથા મુનિવરો સિદ્ધિપદ પામ્યા તેનું વર્ણન છે.
(૧૬) છ છેદ સૂત્ર ૧ દશાશ્રુતસ્કંધ સૂત્ર :- સંયમ આદરવો અને પ્રમાદ ન કરવો તેનું વર્ણન છે.
૨ બૃહત્કલ્પ સૂત્ર :- મુનિવરનો આચાર તથા કથ્ય અને અકથ્ય વસ્તુનો વિચાર છે.
૩ વ્યવહાર સૂત્ર :- ઉત્સર્ગ અને અપવાદ રૂપ પાંચ વ્યવહારનું વર્ણન કરેલ છે.
૪ જીતકલ્પ સૂત્ર :- આલોયણ-પ્રાયશ્ચિત્તના અધિકારનું વર્ણન આવે છે.
૫ નિશીથ સૂત્ર :- મુનિવરોના ઉત્તમ આચારનું વર્ણન છે.
દ મહાનિશીથ સૂત્ર :- શ્રાવકના ઉપધાનાદિ આચારનું અને મુનિવરના આચારનું વિસ્તૃત વર્ણન કરેલ છે.
(૧૭) ચાર મૂલ સૂત્ર | ૧ આવશ્યક સૂત્ર :- સામાયિકાદિ છ આવશ્યકનું સંપૂર્ણ વર્ણન છે.
૨ દશવૈકાલિક સૂત્ર :- મુનિવરોના આચારનું સુંદર વર્ણન
૩ ઉત્તરાધ્યયન સૂત્ર :- પ્રભુએ છેલ્લાં સોળ પહોર આપેલ છત્રીશ અધ્યયન રૂપ વિનયાદિ દેશનાનું વર્ણન છે.
પ૭૫