________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા ૪ પિંડનિર્યુક્તિ સૂત્ર :- બેતાલીશ દોષ રહિત શુદ્ધ આહારાદિનો વિચાર આવે છે.
F (૧૮) બે ચૂલિકા સૂત્ર E ૧ નંદિ સૂત્ર:- આમાં પાંચ જ્ઞાનનું વિસ્તારથી વર્ણન છે.
૨ અનુયોગદ્વાર સૂત્ર :- ઉપક્રમ નિક્ષેપ, અનુગમ અને નયરૂ૫ અનુયોગનું વર્ણન કરેલ છે.
(૧૧ અંગ + ૧૨ ઉપાંગ + ૧૦ પન્ના + ૬ છેદસૂત્ર + ૪ મૂળસૂત્ર + ૨ ચૂલિકા સૂત્ર. આ રીતે કુલ ૪૫ આગમો છે.) SF આનંદ કામદેવ વિગેરે શ્રાવકોએ વહન કરેલ
શ્રાવકની અગિયાર પ્રતિમા 5 ૧ સમ્યકત્વ પ્રતિમા :- કોઈપણ અતિચાર રહિત તથા (૧ રાજાના આગ્રહથી, ૨ સમુદાયના આગ્રહથી, ૩ બલવાન પુરૂષના જોરજુલમથી, ૪ દુષ્ટ દેવાદિના બલાત્કારથી, ૫ ગુરુના બચાવ ખાતર અને દ્ર આજીવિકા ન ચાલતી હોય અને આર્તરૌદ્ર ધ્યાનથી મરણ થતું હોય અથવા ગાઢ જંગલમાં ભૂલો પડ્યો હોય અને નિર્વાહ માટે લીધેલા વ્રતાદિનો ત્યાગ કરવો પડે આવા જે) છ આગારો-અપવાદો રહિત શુદ્ધ સમકિત પાળીશ આવો એક મહિના સુધી હૃઢ અભિગ્રહ કરવો તે.
૨ વ્રતપ્રતિમા :- પૂર્વની પેલી પ્રતિમા સહિત, લીધેલા પ્રથમના બાર વ્રતોમાં સંક્ષેપ કરવો, અતિચાર ન લગાડવા તથા છ આગારો બંધ કરવા, આવો જે બે મહિના સુધી નિયમ લેવો
૩ સામાયિક પ્રતિમા :- બંને પ્રતિમાના નિયમપૂર્વક કોઈપણ પ્રકારના દોષ રહિત મન, વચન અને કાયાના વ્યાપારના ત્યાગરૂપ સામાયિક કરવી, આવો અભિગ્રહ ત્રણ મહિના સુધી કરવો તે.
૫૭૬