________________
સુવાક્યો
૪ પૌષધ પ્રતિમા :- ત્રણે પ્રતિમા સહિત, આગાર રહિત અતિચાર ન લાગે તેવી રીતે ચારે આહારનો ત્યાગ, બ્રહ્મચર્ય પાલન, શરીરશોભાનો ત્યાગ અને સાવદ્યારંભના ત્યાગરૂપ મહિનામાં પાંચ પૌષધ કરવા, આવો ચાર મહિના સુધી નિશ્ચય કરવો તે.
૫ કાયોત્સર્ગ પ્રતિમા :- ચારે પ્રતિમાના નિયમો સાથે, પાંચ દિવસ કરેલ પૌષધને દિવસે આખી રાત્રી સુધી ઉભા-ઉભા કાઉસ્સગ્ગ ધ્યાનમાં રહેવું, આવો પાંચ મહિના સુધી અભિગ્રહ કરવો તે.
દ બ્રહ્મચર્ય પ્રતિમા :- પૂર્વના પાંચે અભિગ્રહપૂર્વક, અતિચાર રહિત મન, વચન અને કાયાથી શુદ્ધ બ્રહ્મચર્ય પાળવું, વસ્ત્રાદિની શોભાનો ત્યાગ કરવો, આવો છ મહિના સુધી દૃઢ અભિગ્રહ કરવો તે.
૭ સચિરત્યાગ પ્રતિમા :- પ્રથમની છ પ્રતિમા સહિત સચિત્ત આહારનો ત્યાગ કરવો અને અચિત્ત આહારાદિ પણ જરૂર વખતે કરવો, આવો મનમાં સાત મહિના સુધી દૃઢ સંકલ્પ કરવો
૮ આરંભત્યાગ પ્રતિમા :- સાત પ્રતિમાના નિયમો સહિત દેહનિર્વાહાથે સાવદ્યારંભનો ત્યાગ કરવો પરંતુ શરીરના પોષણ અર્થે નોકરાદિપાસે આરંભ કરાવવાની છૂટ રાખવી. આવો આઠ મહિના સુધી અભિગ્રહ કરવો તે.
૯ પૃષ્યઆરંભ વર્જન પ્રતિમા :- પૂર્વની બધી પ્રતિમા સાથે નોકરાદિ પાસે પોતાના માટે કોઈ જાતનો આરંભ ન કરાવવો પણ સ્વાભાવિક બીજાએ વગર પૂછયે પોતાને માટે કરેલ આહારાદિમાં સંતોષ પામવો; આવો નવ મહિના સુધી દૃઢ નિયમ લેવો તે.
૧૦ ઉશિક આહાર ત્યાગ પ્રતિમા :- પહેલાની નવ પ્રતિમા પાળતો છતો પોતાના સંબંધીઓ ને પોતાના માટે કરેલ આહારાદિનો ત્યાગ કરવો, તથા જાણીતા પોતાના સંબંધીઓને ત્યાં
પ૭૭)