________________
ઉપયોગી જાણવા યોગ્ય સંગ્રહ ૐ (૧૧) પાંચ કારણો
૧ કાલ :- પદાર્થની ઉત્પત્તિમાં કાલની જરુર પડે છે, જેમ કે-આંબો જેઠ માસે જ ફલ આપે, ચોમાસામાં વર્ષાદ આવે, નવમાસે સ્ત્રી પુત્રને જન્મ આપે છે, તેવી જ રીતે સ્થિતિ પરિપાક થાય ત્યારે જ જીવ મુકત બને છે.
૨ સ્વભાવ :- કાલ તો યોગ્ય આવ્યો હોય પરંતુ પદાર્થમાં તે વસ્તુની ઉત્પત્તિનો સ્વભાવ ન હોય તો પણ કાર્ય ન થાય, જેમકે પત્થરમાં ધાન્ય વાવે તો કદી પણ ધાન્ય ન થાય. કારણ કે તેમાં ધાન્યની ઉત્પત્તિનો સ્વભાવ નથી, માટે કાલની સાથે સ્વભાવની પણ જરૂર છે.
૩ નિયતિ :- કાલ અને સ્વભાવ હોય પણ સાથે નિશ્ચય ન હોય તો પણ કાર્ય ન થાય. જેમ કે-કાલ વર્ષાઋતુનો હોય ધાન્યની ઉત્પત્તિનાં સ્વભાવવાળી જમીનમાં બીજારોપણ કરેલ હોય પરંતુ ધાન્ય પાકયાનો નિશ્ચય ગુણ (પદશા) પ્રગટ ન થાય તે પહેલાં ઉખેડી નાખે તો પણ ધાન્ય ન થાય. માટે બંનેની સાથે નિયતનિશ્ચયની પણ જરુરત છે.
૪ ભવિતવ્યતા :- કાલ, સ્વભાવ અને નિયતિ હોય પરંતુ પૂર્વકૃત કર્મ ઉદયે ન હોય તો પણ કાર્ય ન થાય. જેમ કેવર્ષાઋતુનો કાલ હોય ધાન્યની ઉત્પત્તિનાં સ્વભાવવળી જમીનમાં બીજારોપણ કરેલ હોય, ધાન્ય પક્વ દશાએ પામેલ હોય તેમાં અચાનક પાપના ઉદયે તીડનું ટોળું આવી સઘળું ધાન્ય નષ્ટ કરી નાખે છે, માટે ત્રણેની સાથે ભાગ્યની પણ જરૂરત છે.
૫ પુરુષાર્થ :- કાલાદિ ચારે હોય પણ પુરુષાર્થ - ઉધમ ન હોય તે પણ કાર્ય ન થાય. જેમ કે - વર્ષાઋતુ હોય, બીજારોપણ કરેલ ધાન્યની ઉત્પત્તિના સ્વભાવવાળી જમીન હોય, ધાન્ય પણ પાક દશાને પામેલ હોય, ભાગ્ય પણ હોય છતાં જો ખેતરમાં જઈને લણવાની, ખળામાં જઈને ધાન્યને જુદા પાડવાની મહેનત ન કરે તો પણ ધાન્ય ન મળે. માટે પાંચે કારણની કાર્યોત્પત્તિમાં
૫૭૧