________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા વ્યાપારનો મન, વચન અને કાયાથી થોડે અંશે ત્યાગ કરે તે સ્થાન. કાલ-જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી દેશોન પૂર્વકોડ વર્ષ
૬. પ્રમત્તગુણસ્થાનક - સાવધ વ્યાપારતો સર્વથા ત્યાગ કર્યો હોય છતાં જ્યાં આગળ જીવ પ્રમત્ત-નિદ્રા અથવા ઉપયોગાન્તરવાળો હોય તે સ્થાન. કાલ-જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત
૭ અપ્રમત્ત ગુણસ્થાનક - સાવદ્ય વ્યાપારનો સર્વથા ત્યાગ કર્યો હોય અને જ્યાં આગળ જીવ ઉપયોગવા થઈ વર્તતો હોય તે સ્થાન. કાલ-જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત.
(પ્રમત્ત ગુણસ્થાનક અને અપ્રમત્ત ગુણસ્થાનક એ બન્નેનો ભેગો કાલ-જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટ દેશોને પૂર્વ કોડ વર્ષ સમજવો.)
૮ અપૂર્વકરણ ગુણસ્થાનક :- જે સ્થાને પહેલા કોઈ વખત ન કર્યા હોય તેવા પાંચ વાના (૧. સ્થિતિઘાત, ૨. રસઘાત ૩. ગુણશ્રેણી, ૪. ગુણસંક્રમ અને ૫. સ્થિતિબંધ) કરે છે. આનું બીજાં નામ નિવૃતિ ગુણસ્થાનક પણ છે. એનો અર્થ જ્યાં આગળ ત્રિકાશવર્તી જીવના અસંખ્યાતા અધ્યવસાય સ્થાનોની દરેક સમયે સમયે (પ્રથમસમયથી માંડીને ચરમાંત સમય સુધી) અનંતગુણી શુદ્ધિ કરે અથવા જ્યાં સમકાલે પ્રવેશ કરેલ સર્વ જીવના અધ્યવસાય સ્થાનોમાં પરસ્પર નિવૃતિ-ફેરફાર હોય તે સ્થાન. કાલ-જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત.
૯ અનિવૃત બાદર સંપરાય ગુણસ્થાનક - જ્યાં આગળ સમકાલે ચઢેલ જીવના અધ્યવસાય સ્થાનકો પરસ્પર સરખાં હોય તે. અને દશમા ગુણસ્થાનક કરતાં સહેજ વિશેષ કપાયોદય હોય તે. કાલ-જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત
૧૦ સૂમસંહરાય ગુણસ્થાનક - જે સ્થાને જીવને સૂકમકિટ્ટી માત્ર કષાયોદય હોય તે. કાલ-જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત.
૫૬૮