________________
અહિંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા સંજવલન કાળથી પન્નર દિવસ રહેનાર, ગતિથી દેવગતિ આપનાર અને ગુણથી યથાખ્યાત ચારિત્રગુણને રોકનાર છે.
૫ આયુષ્ય :- જે કર્મ જરૂર ભવાન્તરને પમાડે તે, આના ચાર ભેદ છે. ૧. નરકાયુષ્ય, ર. તિર્યંચ આયુષ્ય; ૩. મનુષ્ય આયુષ્ય અને ૪. દેવ આયુષ્ય. આની ઉત્કૃષ્ટ તેત્રીશ સાગરોપમની અને જઘન્યથી અન્તર્મુહૂતની સ્થિતિ છે. આ કર્મ ચોરને નાંખેલ બેડી જેવું છે. આ કર્મ જીવના અક્ષય-સ્થિતિ ગુણને રોકે છે.
દ નામકર્મ :- જે કર્મ જુદાજુદા રૂપને આપે છે. આના એકસોને ત્રણ ભેદો છે. ૪. ગતિ, ૫ જાતિ, ૫ શરીર, ૩ ઉપાંગ, ૧૫ બંધન, પ સંઘાતન, ૬ સંસ્થાન, ૬ સંઘયણ, ૫ વર્ણ, ૨ ગંધ, પ રસ, ૮ સ્પર્શ, ૪ આનુપૂર્વી અને ર વિહાયોગતિ સર્વ મળી પંચોતેર ભેદ થયા. ૭૬ પરાઘાત, ૭૭ ઉશ્વાસ, ૭૮ આતપ, ૭૯ ઉદ્યોત, ૮૦ અગુરુલઘુ ૮૧ નિર્માણ, ૮૨ ઉપઘાત, ૮૩ તીર્થકર, ૮૪ થી ૯૩ ત્રશદશક. (૧ ત્રસ, ૨ બાદર, ૩ પર્યાપ્ત, ૪ પ્રત્યેક, ૫ સ્થિર, ૬ શુભ, ૭ સૌભાગ્ય, ૮ સુસ્વર, ૯ આદેય અને ૧૦ યશઃ) અને ૯૩ થી ૧૦૩ સ્થાવરદશક (૧ સ્થાવર, ૨ સૂક્ષ્મ. ૩ અપર્યાપ્ત, ૪ સાધારણ, ૫ અસ્થિર, ૬ અશુભ, ૭ દુર્ભાગ્ય, ૮ દુઃસ્વર, ૯ અનાદેય, ૧૦ અપયશઃ) આની ઉત્કૃષ્ટ વિશ કોટી કોટી સાગરોપમ અને જઘન્યથી આઠ મુહૂર્તની સ્થિતિ છે. આ કર્મ ચિતારાના જેવું છે. આ કર્મ જીવના અરૂપગુણને રોકે છે.
૭ ગોત્રકર્મ :- જે કર્મ ઉચ્ચ-નીચપણાને આપે છે. આના બે ભેદ છે. ૧ ઉચ્ચગોત્ર અને ૨ નીચગોત્ર. આની ઉત્કૃષ્ટ વસ કોડાકોડી સાગરોપમની અને જઘન્યથી આઠમુહૂર્તની સ્થિતિ છે. આ કર્મ કુંભારના જેવું છે. આ કર્મ જીવના અગુરુલઘુગુણને રોકે છે.
૮ અન્તરાયકર્મ :- જે કર્મ ઈચ્છાપૂર્વક દાનાદિ ન કરવા દે તે. આના પાંચ ભેદ છે. ૧ દાનાન્તરાય, ૨ લાભાન્તરાય, ૩ ભોગાન્તરાય, ૪ ઉપભોગાન્તરાય અને ૫ વર્યાન્તરાય. આની
૧૫૬૬)
૫૬ ૬