________________
ઉપયોગી જાણવા યોગ્ય સંગ્રહ
ઉત્કૃષ્ટ ત્રીસ કોટાકોટી સાગરોપમની અને જઘન્યથી અન્તર્મુહૂર્તની સ્થિતિ છે. આ કર્મ ભંડારી જેવું છે અને આ કર્મ જીવના અનન્તવીર્યગુણને રોકે છે.
આ રીતે કુલ આઠ કર્મની (૫ જ્ઞાનાવરણીય, ૯ દર્શનાવરણીય, ૨ વેદનીય, ૨૮ મોહનીય, ૪ આયુષ્ય, ૧૦૩ નામ, ૨ ગોત્ર અને ૫ અન્તરાયની મળી) એકસો ને અઠ્ઠાવન પ્રકૃતિ થાય છે.
ક (૮) ચૌદ ગુણસ્થાનક ૧ મિથ્યાદષ્ટિ ગુણસ્થાનક :- મિથ્યાવૃષ્ટિ એટલે વિપરીતવૃષ્ટિ. ગુણસ્થાન એટલે જ્ઞાનાદિગુણનું જે સ્થાન શુદ્ધિ અને અશુદ્ધિની હાનિ-વૃદ્ધિથી કરાયેલ સ્વરૂપ ભેદ. અર્થાત્ જે સ્થાને રહેલ જીવને તીર્થકર ભગવંતના બતાવેલ ભાવોથી વિપરીત જ્ઞાન થાય તે.
કાલથી - અનાદિ અનંત (અભવ્યને) ૨ અનાદિ સાંત (ભવ્ય જીવને) અને ૩ સાદિ સાંત (ધર્મથી પતિતને).
૨ સાસ્વાદન ગુણસ્થાનક :- ઔપથમિક સમ્યકત્વ વમ્યા પછી મિથ્યાત્વે ન પહોંચ્યો હોય ત્યાં જીવને જ્યાં આગળ સ્ટેજ પણ સમ્યકત્વનો સ્વાદ-અનુભવ થાય તે સ્થાન. કાલજઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ છે આવલિકા.
૩ મિશ્રગુણસ્થાનક - જિનેશ્વર ભગવંતના માર્ગ પર રુચિ અને અરુચિ પણ ન થાય તે સ્થાન. કાલ-જઘન્ય તથા ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત.
૪ અવિરતિ સમ્યવ્રુષ્ટિ ગુણસ્થાનક :- તીર્થંકર પ્રણીત તત્ત્વોને માનતો છતો જ્યાં આગળ જીવ વ્રત પચ્ચખાણાદિ ન કરી શકે તે સ્થાન. કાલ-જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સાધિક તેત્રીશ સાગરોપમ.
૫ દેશવિરતિ ગુણસ્થાનક :- જીવ જ્યાં આગળ સાવદ્ય
૫૬૭