________________
--
-
-
ઉપયોગી જાણવા યોગ્ય સંગ્રહ પહેરેદાર-ચોકીદાર સરખું છે. આ કર્મ જીવના અનન્તદર્શન ગુણને રોકનાર છે.
૩ વેદનીય કર્મ :- જે કર્મ સુખદુઃખને આપે છે. આના બે ભેદ છે. ૧. શાતાવેદનીય અને ૨. અશાતાવેદનીય. આની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીશ કોડાકોડી સાગરોપમની છે અને જઘન્યથી બાર મુહૂર્તની છે. આ કર્મ મધથી લપેલી તરવારની ધાર સરખું છે. આ કર્મ જીવના અનન્ત અવ્યાબાધ ગુણને રોકે છે.
૪ મોહનીય કર્મ :- જે કર્મ જીવને મુંઝાવે છે. આના પ્રથમ મુખ્ય બે ભેદ છે. ૧. દર્શનમોહનીય અને ૨. ચારિત્રમોહનીય. દર્શન મોહનીયના-૧ સમ્યકત્વ મોહનીય. ૨. મિશ્ર મોહનીય, અને ૩. મિથ્યાત્વ મોહનીય એમ ત્રણ ભેદ છે. ચારિત્ર મોહનીયના-અનન્તાનુબંધિ :- ૧. ક્રોધ, ૨. માન, ૩. માયા અને ૪. લોભ; અપ્રત્યાખ્યાની ૫. ક્રોધ, ૬. માન, ૭. માયા અને ૮. લોભ; પ્રત્યાખ્યાની ૯. ક્રોધ, ૧૦. માન, ૧૧. માયા અને ૧૨ લોભ; સંજ્વલન-૧૩. ક્રોધ ૧૪. માન ૧૫. માયા અને લોભ; ૧૭. હાસ્ય, ૧૮. રતિ, ૧૯. અરતિ, ૨૦ ભય, ૨૧. શોક. ૨૨. જુગુપ્સા, ૨૩. સ્ત્રીવેદ, ૨૪ પુરુષવેદ અને ૨૫. નપુંસક વેદ એમ પચીશ ભેદ છે. (૩+૨૫)આ રીતે કુલ મોહનીય કર્મના અઠાવીશ ભેદ છે. આની ઉત્કૃષ્ટ સ્થિતિ સીત્તેર કોડાકોડી સાગરોપમની અને જઘન્યથી અન્તર્મુહૂર્તની છે. આ કર્મ મદિરાના જેવું છે. અને જીવના દર્શન શ્રદ્ધા અને અનન્ત ચારિત્રગુણને રોકે છે.
અનન્તાનુબંધિ :- કાળથી જીવન પર્યત રહેનાર, ગતિથી નરક ગતિને આપનાર અને ગુણથી સમ્યકત્વ ગુણને રોકનાર છે.
અપ્રત્યાખ્યાની કાળથી વર્ષ સુધી રહેનાર, ગતિથી તિર્યંચ ગતિને આપનાર અને ગુણથી દેશવિરિતિગુણને રોકનાર છે.
પ્રત્યાખ્યાની - કાલથી ચાર માસ રહેનાર, ગતિથી મનુષ્ય ગતિ આપનાર અને ગુણથી સર્વ વિરતિ ગુણને રોકનાર છે.
-
-
--
૫ ૬૫