________________
ઉપયોગી જાણવા યોગ્ય સંગ્રહ
૧૧ પૌષધ વ્રત :- ચાર અથવા આઠ પહોર સુધી `સમતાપૂર્વક દેશથી અથવા સર્વથી આહાર શરીરસત્કાર-ત્યાગ, બ્રહ્મચર્ય અને સાવઘારંભનો ત્યાગ કરવો તે.
૧૨ અતિથિસંવિભાગ વ્રત :- પૌષધને પારણે સાધુ મુનિરાજ તથા સાધર્મિકભાઈને ઈચ્છાપૂર્વક શક્તિ પ્રમાણે અન્નપાનાદિનું દાન દેવું તથા ભક્તિ વિગેરે કરવી તે.
(૫) બાર ભાવના
૧ અનિત્ય ભાવના :- લક્ષ્મી, કુટુંબ-યૌવનની અનિત્યતા વિચારવી તે.
૨ અશરણ ભાવના :- દુઃખ અને મરણ વખતે કોઈ કોઈનું નથી, આવું વિચારવું તે.
૩ સંસાર ભાવના :- નાટકના પાત્રની જેમ ચાર ગતિરૂપ સંસારમાં નિરંતર ભટકવું પડે છે, આવું વિચારવું તે.
૪ એકત્વ ભાવના :- હું એકલો આવ્યો છું, સુખ-દુઃખાદિ એકલાને ભોગવવાના છે અને અન્તે એકલો જ જવાનો છું આવું વિચારવું તે.
૫ અન્યત્વ ભાવના :- હું જુદો છું, આ શરીર પણ જુદું છે. ધન કુટુંબાદિ પણ મારાથી જુદા છે, આવું વિચારવું તે.
૬ અચિત્વ ભાવના ઃ- ઉપર દેખાતી આકૃતિ જ સુંદર છે. પરંતુ અંદર તો ગટર જેવા દુર્ગંધી પદાર્થો ભરેલા છે, આવું વિચારવું તે.
૭ આશ્રવ ભાવના :- સમયે સમયે કર્મો આવી રહ્યા છે તો આ આત્માનો ઉદ્ધાર કયારે થશે ? આવું વિચારવું તે.
૮ સંવરભાવના :- આવતા કર્મોને રોકવા અમુક-અમુક ધર્મ પ્રવૃત્તિ આદરૂં તો જ આત્માનો ઉદ્ધાર થશે એવું વિચારવું તે.
૯ નિર્જરાભાવના :- અનાદિ કાલથી બાંધેલા ગાઢ કર્મોનો
૫૩