SearchBrowseAboutContactDonate
Page Preview
Page 594
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપયોગી જાણવા યોગ્ય સંગ્રહ ૧૧ પૌષધ વ્રત :- ચાર અથવા આઠ પહોર સુધી `સમતાપૂર્વક દેશથી અથવા સર્વથી આહાર શરીરસત્કાર-ત્યાગ, બ્રહ્મચર્ય અને સાવઘારંભનો ત્યાગ કરવો તે. ૧૨ અતિથિસંવિભાગ વ્રત :- પૌષધને પારણે સાધુ મુનિરાજ તથા સાધર્મિકભાઈને ઈચ્છાપૂર્વક શક્તિ પ્રમાણે અન્નપાનાદિનું દાન દેવું તથા ભક્તિ વિગેરે કરવી તે. (૫) બાર ભાવના ૧ અનિત્ય ભાવના :- લક્ષ્મી, કુટુંબ-યૌવનની અનિત્યતા વિચારવી તે. ૨ અશરણ ભાવના :- દુઃખ અને મરણ વખતે કોઈ કોઈનું નથી, આવું વિચારવું તે. ૩ સંસાર ભાવના :- નાટકના પાત્રની જેમ ચાર ગતિરૂપ સંસારમાં નિરંતર ભટકવું પડે છે, આવું વિચારવું તે. ૪ એકત્વ ભાવના :- હું એકલો આવ્યો છું, સુખ-દુઃખાદિ એકલાને ભોગવવાના છે અને અન્તે એકલો જ જવાનો છું આવું વિચારવું તે. ૫ અન્યત્વ ભાવના :- હું જુદો છું, આ શરીર પણ જુદું છે. ધન કુટુંબાદિ પણ મારાથી જુદા છે, આવું વિચારવું તે. ૬ અચિત્વ ભાવના ઃ- ઉપર દેખાતી આકૃતિ જ સુંદર છે. પરંતુ અંદર તો ગટર જેવા દુર્ગંધી પદાર્થો ભરેલા છે, આવું વિચારવું તે. ૭ આશ્રવ ભાવના :- સમયે સમયે કર્મો આવી રહ્યા છે તો આ આત્માનો ઉદ્ધાર કયારે થશે ? આવું વિચારવું તે. ૮ સંવરભાવના :- આવતા કર્મોને રોકવા અમુક-અમુક ધર્મ પ્રવૃત્તિ આદરૂં તો જ આત્માનો ઉદ્ધાર થશે એવું વિચારવું તે. ૯ નિર્જરાભાવના :- અનાદિ કાલથી બાંધેલા ગાઢ કર્મોનો ૫૩
SR No.032082
Book TitleNarendra Nauka
Original Sutra AuthorN/A
AuthorVidyutprabhashreeji
PublisherSuthari Jain Sangh
Publication Year1996
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy