________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
૧ પૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રત :- સ્વાર્થ સિવાય નિરપરાધી ત્રસજીવને મારવાની બુદ્ધિથી જાણી જોઈને મારવું નહિ તે.
૨ સ્કૂલમૃષાવાદ વિરમણ વ્રત :- કન્યા, ઢોર, ભૂમિ ને થાપણ સંબંધિ જુઠું ન બોલવું અને ખોટી સાક્ષી ન પૂરવી તે.
૩ સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રત - લોક ભંડે અને રાજા દંડે તેવી માલીકની રજા સિવાય વસ્તુ ન લેવી તે.
૪ સ્થૂલ મૈથુન વિરમણ વ્રત - પુરુષોને પરસ્ત્રીનો અને સ્ત્રીને પરપુરુષનો ત્યાગ કરવો તે તથા યથાશક્તિ સ્વસ્ત્રી વિષે બ્રહ્મચર્ય પાળવું તે.
૫ સ્થૂલ પરિગ્રહ વિરમણ વ્રત - સંતોષ રાખી ધન ધાન્યાદિના પરિમાણનો નિયમ રાખવો તે.
૬ દિકુ પરિમાણ વ્રત - દશ દિશામાં જવા આવવાના પરિમાણ સંબંધિ નિયમ કરવો તે.
૭ ભોગપભોગ પરિમાણ વ્રત :- બાવીશ અભ્યક્ષ, બત્રીશ અનંતકાય અને પંદર કર્માદાનનો ત્યાગ કરવો તથા ભોગની-એક વાર ભોગવાય છે. જેવા કે અન્ન, પુષ્પાદિ; ઉપભોગની વારંવાર ભોગવાય તે સ્ત્રી, વસ્ત્રાદિ વસ્તુની સંખ્યાનો નિયમ કરવો તે.
૮ અનર્થદંડ વિરમણ વ્રત:- કોઈ પણ કારણ વિના સ્વાર્થ વગર પાપની પ્રવૃતિ કરવી તે. તથા આરૌદ્ર ધ્યાનથી મનને વિકલ કરવું તે તેનો નિયમ કરવો તે.
૯ સામાયિક વ્રત - મન, વચન અને કાયાથી સર્વ બાહ્ય વસ્તુનો ત્યાગ કરી બે ઘડી સુધી સમતાભાવમાં રહેવા રૂપ સામયિક કરવી તે.
૧૦ દેશાવકાશિક વ્રત :- વ્રતોમાં રાખેલ પરિમાણમાં દિવસે તથા સાંજે જે સંક્ષેપ કરવો તે આઠ સામાયિક, બે પ્રતિક્રમણ અને જઘન્યથી એકાસણું કરવું તે.
૫૬૨