________________
અહિંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા નાશ તપાદિ સિવાય થશે નહિ, માટે તપાદિ આદરૂં. આવું વિચારવું તે.
૧૦ લોકસ્વભાવ ભાવના :- કેડ ઉપર બે હાથ રાખી બન્ને પગ પહોળા કરી, ઉભા રહેલા પુરુષની આકૃતિ જેવો આ લોક છે તે દ્રવ્યથી શાશ્વતો અને પર્યાયથી અશાશ્વતો છે, આવું વિચારવું તે.
૧૧ બોધિદુર્લભ ભાવના :- અનાદિકાલથી ભમતા એવા જીવોને સમ્યકત્વાદિ ત્રણ રત્નો મળવા તે દુર્લભ છે, આવું વિચારવું તે.
૧૨ ધર્મસાધક અહંતાદિ દુર્લભભાવના :- ધર્મના ઉપદેશક, અરિહંતાદિકની પ્રાપ્તિ થવી તે પણ મહાન્ દુર્લભ છે, એવું વિચારવું તે.
| ૭ આઠ કર્મ . ૧ જ્ઞાનાવરણીય કર્મ :- જે કર્મ જ્ઞાન ગુણને રોકે છે. (જ્ઞાન એટલે વિશેષ રૂપે જાણવું છે. જેમકે વૃક્ષ છે વિગેરે) આનાં પાંચ ભેદ છે. ૧ મતિજ્ઞાનાવરણીય, ૨ શ્રુતજ્ઞાનાવરણીય, ૩ અવધિજ્ઞાનાવરણીય, ૪ મન:પર્યવજ્ઞાનાવરણીય અને ૫ કેવલ જ્ઞાનાવરણીય. આની સ્થિતિ ઉત્કૃષ્ટ ત્રીશ કોડાકોડી સાગરોપમની છે. જઘન્યથી અન્તર્મુહૂર્ત છે. આ કર્મ આંખે બાંધેલ પાટા જેવું છે. આ કર્મ જીવના અનંતજ્ઞાનગુણને રોકે છે.
૨ દર્શનાવરણીય કર્મ :- જે કર્મ દર્શનગુણને રોકે તે (દર્શન એટલે સામાન્યરૂપે જાણવું તે જેમકે - આ કંઈક છે) આના નવ ભેદ છે. ૧. ચક્ષુદર્શનાવરણીય. ૨. અચક્ષુદર્શનાવરણીય, ૩. અવધિદર્શનાવરણીય, ૪. કેવલદર્શનાવરણીય, ૫. નિદ્રા, ૬. નિદ્રાનિદ્રા, ૭. પ્રચલા, ૮. પ્રચલાપ્રચલા અને ૯. થિણદ્રિ, આની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીશ કોડાકોડી સાગરોપમની અને જઘન્યથી અન્તર્મુહૂર્ત છે. આ કર્મ
૫ ૬૪