________________
ઉપયોગી જાણવા યોગ્ય સંગ્રહ
દુઃખ ન જોઈ શકવાને કારણે જ તમે એને તમારી સ્નેહ મમતાના સુંવાળા આવરણથી ઢાંક્યો હોય.
અને એક દિવસ એ માણસ તમારો ધિક્કાર કરવા લાગે, તમારૂં જ અશુભ કરે, તમારા આત્માને નુકશાન પહોંચાડે, તમારી કરૂણા વડે જ તમારો દંડ કરી, તમારી બૂરાઈ કરતો ફરે તે વખતે તમે ઘેર્ય રાખી શકશો ? નિર્વેરભાવે એનાં કાર્યોના મૂક અને વેદનામય સાક્ષી બની શકશો? તે વખતે તમે એને માટે ઘણો ભોગ આપ્યો હતો, એના કારણે તમારી જિંદગીને ઘણું નુકશાન વેઠવું પડ્યું હતું એવું એને યાદ આપ્યા વગર રહી શકશો? એની કૃતજનતાથી થયેલા તમારા દુઃખને તમારી નિકટના લોકો સમક્ષ વ્યક્ત કર્યા વિના રહી શકશો ? '
અને આટલું તમે કદાચ કરી શકો. પણ તમે શું એને માટે પ્રાર્થના કરી શકશો ? એના પ્રત્યે હજુ કરૂણા રાખી શકશો? એને સાચોસાચ કોઈ વિપત્તિ આવી પડે તો ફરી નિષ્કામભાવે તમે એને સહાય કરી શકશો ?
તમે જો આ કરી શકો તો માનજો કે તમે ખરેખર સજ્જન છો અને દુનિયા તમારી મહત્તાનાં ગીત ગાય કે ન ગાય, પણ એકલ અંધારી રાતે તમારા કંટકભર્યા રસ્તા પર, પણ આગળ વધવાની તમને કુદરતી પ્રેરણા પ્રાપ્ત થશે.
ક્રોધ 5 ક્રોધ ન કરવો એ એક વસ્તુ છે. અને સામા પાસે પોતાના અપરાધની ક્ષમા માંગવી એ જાદી વસ્તુ છે. ક્રોધ ન કરવો હોય છતાં તેનો જોડીઓ ભાઈ “માન” મનમાં બેઠો હોય છે તો ક્ષમા માગવામાં નાનપ લાગે છે. શરમ આવે છે, અભિમાની માણસ ક્ષમા આપી શકે છે, પણ માંગી શકતો નથી.
5 જૈનશાસન જૈનશાસન એટલે મોહ-કષાયોને મૂળમાંથી ઉખેડી નાખનારું