________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા , વ્યવસ્થિત સામ્રાજ્ય. જૈનશાસન અને કષાયોને શાશ્વત વૈર. કષાયોને મારી મારીને જૈનશાસને ઝેર કરી નાંખ્યા છે. જૈનશાસન ઉપર હલ્લો કરવાની કષાયો તક જોઈ રહ્યા છે. પણ તેઓને તેવી તક નથી મળતી, કારણ કે જૈનશાસને “પર્યુષણ પર્વ” જેવા મહાપર્વની યોજના કરી છે તે પર્વની ઉજવણી જોઈને જ કષાયો હતાશ થઈ જાય છે.
* દુઃખથી થતા ચાર લાભ gi ૧ પરમાત્માને ઓળખાવે, ૨ પુણ્ય-પાપને સમજાવે, ૩ કસોટીનો કાળ દેખાડી ધેર્ય, સમતા આદિને કમાવવા તક દે, ૪ પૂર્વના પાપ સાફ કરાવે.
આ ચાર લાભને ઓળખતાં ને સિદ્ધ કરતાં આવડે તેને જીવન જીવતા આવડે. = (૧) દશ ચંદરવા કયા સ્થળે બાંધવા
" તેની સમજ ૧ પાણી ઉપર, ૨ રસોડા ઉપર ૩ ઘંટી ઉપર, ૪ ખાંડણી ઉપર, ૫ વલોણા ઉપર, ૬ ભોજન સ્થળ ઉપર, ૭ સુવાના સ્થળ ઉપર, ૮ ઘર દેરાસરમાં, ૯ સામાયિક પૌષધશાળામાં . (ધર્મસ્થાનમાં), ૧૦ ફાલતું રાખવાનું.
શ્રાવકના ઘરમાં દશ ચંદરવા અવશ્ય બાંધવા જોઈએ. = (૨) અભવી આત્માને આટલી વસ્તુ ન મળે ક
૧ તીર્થકરોનું દાન, ૨ ઇદ્રપણું, ૩ અનુત્તરદેવપણું, ૪ ત્રિષષ્ટિશલાકાનું પદ, ૫ નારદપણું, ૬ કેવલી તથા ગણધરના હાથે દીક્ષા, ૭ શાસનદેવ-દેવીપણું, ૮ લોકાંતિક દેવો, ૯ તેત્રિસ ત્રાયન્નિશક-મિત્ર દેવપણું, ૧૦ પરમાવધિલબ્ધિ, ૧૧ યુગલીયાપણું, ૧૨ સંભિન્નશ્રોત્રલબ્ધિ, ૧૩ સુપાત્ર દાન, ૧૪ સમાધિ મરણ, ૧૫ ચારણ શ્રમણ, ૧૬ ખીરાશ્રવલબ્ધિ.