________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા બળતી આગે નાગ ઉગાર્યો, અંતર કરૂણા આણી, હું પણ એમ જ બળી રહ્યો છું, છાંટો પ્રેમનું પાણી, જીવન મારૂં ઉજ્જવળ કરજે પ્યારા પારસનાથ. ૩.
E (૧૮) સૂરની સમાધિ છોને મારા તંબૂરાના થાય ચૂરેચૂરા તોયે તારાં ભજન રહેના અધૂરાં. છોને નહીં કંઠના આલાપ હો મધુરાં, તોયે દિવસ ને રાત હું ગાઉ છું ગીત તારા, વહેતી નિરંતર જેવી નદીની ધારા, છોને નહીં ઉરના ભાવો પ્રગટે પૂરે પૂરા. તોયેતનને તંબૂરે મારા આતમના તાર બાંધુ, તુજમાં હું લીન થઈ સૂરની સમાધિ સાધુ, છોને મારા ગીત હો સૂરિલા કે બેસૂરા. તોએ, તૂટે તંબૂર ભલે તૂટે સૌ તાર, તો એ ના ખૂટે એનો મીઠો રણકાર, છોને આ જગના લોકો કહે ભલા-બૂરા. તોયે તારા ભજન)
ક (૧૯) આધાર 5 કિરતાર! મને આધાર તારો, જોજે ના તૂટી જાય (૨) હે પ્રભુ તારા પ્રેમનો ખજાનો જો જે ના છૂટી જાય. (૨) તારો વિશ્વાસ મને આ અવનિમાં, આપે પ્રકાશ જ્યોત એ રજનીમાં, શ્રદ્ધાથી વાળી છે ગાંઠો મેં સ્નેહની. જો જે ના છૂટી જાય (૨) શક્તિ પ્રમાણે ભક્તિ કરું છું આ જીવન તુજ ચરણે ધરું છું, પ્રેમનો પ્યાલો પીવા જાઉં ત્યાં, જો જે ના ફૂટી જાય. (૨) ગાઈ રહ્યો છું ગીત તુજ પ્રીતના, સ્નેહથી ભરેલા સૂરો સંગીતના, લાખના હીરાને હાથમાં કોઈ જો જે ના તૂટી જાય. (૨)
F (૨૦) ઝનન ઝનનન ઝનકારો ક
ઝનનન ઝનન ઝનકારો રે, બોલે આતમનો એક તારોરે, મારા પ્રભુજી પાર ઉતારે, તારલીયાનો તોટો નહી પણ ચંદા સૂરજ એક છે, દેવ અનેરાં દુનિયામાં પણ મારે મન તું એક છે. ઝનન ઝનન ઝબકારો રે, મારી ઘુઘરીનો ધમકારો રે. મારા૦ ૧.
૫૧૮