________________
[૧૦]
આ પુસ્તકના અગીઆરમા પ્રકરણમાં ચિત્ય શબ્દ ચિતા ઉપરથી ઉપજેલો હોવાથી તેને અર્થ મૃતક માટેનું કોઈ પણ જાતનું સ્મારક થાય છે એમ મેં બતાવેલું છે.
પરંતુ અહીં આપણે જૈન પરંપરા પ્રમાણેને અર્થ જ વિચારે જોઈએ અને જૈન પરંપરામાં ચૈત્યને અર્થ મૂર્તિ કે મંદિર જ થાય છે. જૈન સૂત્રમાં પણ ચૈત્ય શબ્દ મૂતિ મંદિરના અર્થમાં જ બધે ઠેકાણે વપરાય છે પણ બીજા કોઈ અર્થમાં વપરાયેલ નથી. એ વાત આચાર્ય શ્રી વિજયેન્દ્રસૂરિએ તેમના “તીર્થકર મહાવીર” પુસ્તક ભાગ ૨ માં “ચૈત્ય શબ્દ પર વિચાર” નામના પ્રકરણમાં સૂત્રોમાંના દાખલાઓ તથા અવતરણે આપીને લંબાણથી સમજાવેલ છે.
માટે વાચકોએ જૈન સૂ અને જૈન સાહિત્યમાં ચૈત્ય શબ્દને અર્થ મંદિર કે મૂર્તિ જ થાય છે એમ સમજવું.
આ પુસ્તકમાંના નંબર બાવીશથી સત્તાવીશ સુધીના છ પ્રકરણ બીજા લેખકના છે. પરંતુ તે છયે પ્રકરણે આ પુસ્તકના વિષયને અનુરૂપ હોવાથી અહીં લીધેલા છે અને તેનું સંપાદન મેં કરેલું છે. બાકીના પ્રકરણે મારા લખેલા છે. પરંતુ તેમાં જ્યાં જ્યાં બીજાના લેખને આધાર લીધેલ છે ત્યાં ત્યાં તેનું નામ દર્શાવેલ છે.
દરેક જૈન સંપ્રદાયના વિદ્વાન મુનિઓ, શ્રાવકો, પંડિતે આ પુસ્તકમાં ચર્ચેલા વિષય બરાબર ધ્યાનમાં લેશે અને સત્ય તારવીને તેને અનુસરવા પ્રયત્ન કરશે તે હું મારે શ્રમ સફળ થયેલો માનીશ.
નગીનદાસ ગિરધરલાલ શેઠ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org