Book Title: Motini Mala
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 14
________________ બાપુએ પૂછયું, “કઈ રમત ?” “બાપુ, એ કીધામાં સાર નથી. પછી તમે મને ફાંસી ન આપો તો ? તોતો મારું બધું એળે જાય !” તું મને નહીં કહે, ત્યાં સુધી તને ફાંસી નહીં મળે એ નક્કી છે.” બાપુ, વાત તો કરું. પણ મારી વાત પૂરી થાય કે મને તમારે તરત ફાંસી દઈ દેવી પડશે, હોં.” ઠાકોરને જ ટો કામદાર સામે ચાલીને ફાંસી માગવા આવે એવી વાત તે વળી કઈ હશે, એ જાણવાની ભારે તાલાવેલી થઈ. એમણે કહ્યું, “વાત શી છે, એ પહેલાં કહે ને.” તો સાંભળો બાપુ ! આ જાણે હદપારીનો તમારો હુકમ એટલે વાહન તો મળે ક્યાંથી ? વાહનને માટે ભારે ધમપછાડા કર્યા પછી આખરે સમી સાંજે બધાંને લઈને હું ચાલી નીકળ્યો. સવાર પહેલાં હદ છોડવાની હતી. સાથે બે દીકરા ને બે દીકરી. એમાં એક તો સાવ નાની.” પછી ?” “પછી બાપુ, રાતના બાર વાગ્યા. થાક કહે મારું કામ. તરસ કહે મારું કામ. પણ વચમાં થાક ખાવાને રોકાવાય એવું હતું નહીં. ચારેકોર રણ અને રણ. એટલે ક્યાંય પાણીનું ટીપું મળે નહીં. તરસને લીધે અમારા સહુને કંઠે પ્રાણ આવ્યા. ને એમાં નાની બાળકીનો તો જીવ જવા બેઠો. એની આંખો ચડી ગઈ અને હોઠે ફીણ આવ્યાં.. આવે વખતે થાક અને તરસથી હું પાગલ જેવો બની ગયો હતો. કકળતી આંતરડીથી સાદ પાડ્યો : “હે ભગવાન, અમે તો પાપી છીએ કે આમ હેરાન-પરેશાન થઈએ છીએ, તરસે મરીએ છીએ, મધરાતે વનવગડામાં હેરાન થઈએ છીએ, પણ આ ભોળી અને નિષ્પાપ છોકરીનાં તે વળી શાં પાપ ? અમે તો પૂરાં પાપી છીએ પણ શું અમારો રાજા) પાપી છે કે જેના રાજ્યમાં આવી નાની, નિર્દોષ બાળકી તરસે મરે... ? ૧૩ © હોઉ તો હોઉં પણ ખરો

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81