________________
કહીને જીભના કૂચા વળી ગયા કે બાપુ આ દુનિયામાં દયા બતાવવા જેવું નથી. દુનિયા ભોળી નથી તે ભોળા થઈને ચાલીએ."
બાપુ કહે, “એય સાચું કામદાર !ત્યારે હવે કરશું શું? કામદાર ! તમે તો રાજનું રતન. કંઈક રસ્તો બતાવો.”
“કરીએ શું ? રાજબીજ અને રાજધણીનો બોલ છે તે હવે કંઈક કરવું તો જોઈશે ને ? આખી દલ્લી માથે આવો રાજા કે આવો દરબાર થયો નથી અને થશે નહીં. જો બાપુ બોલ્યા તો અમને એક વાર નહીં, દસ વાર કબૂલ. એ ભાઈ ! આમ ઓરા આવો. નોકરી કરશો ?'
“હાં સાહેબ, આપ આપશો તો.”
“અરે, હું તે શું શકોરું આપવાનો હતો ? આ તો અમારા બાપુના દિલમાં દયા વસી છે તમારે માટે, તો તમે કંઈક સીધા ચાલો તો વળી જોઈએ. સીધા ન ચાલવું હોય તો માંડો હાલવા. કેમ બાપુ ?”
“હા કામદાર, એ સાચું.”
“તો જુઓ ભાઈ, તમે પગાર શો લેશો ?” માણેક કહે, “મહિનાના વીસ રૂપિયા.” માવજીભાઈ કહે, “મહિને રૂપિયા વીસ !” “હા સાહેબ. બચ્ચરવાળ છું.”
માવજીભાઈ કહે, “ઊભા રહો. ઊભા રહો. આ તમારું ડીંડવાણું જરાક સમજવા દો. મહિને વીસ રૂપિયા એટલે કે આજ તમને પગાર દઈએ તે પાછો મહિનો પુરો થાય એટલે બીજા વીસ દેવાના ?”
“હા સાહેબ.”
“ને પાછો મહિનો આવે એટલે પાછા વીસ આપવા, એમ કે " “હા સાહેબ"
મોતીની માળા જી ૬૨