Book Title: Motini Mala
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 75
________________ uiB/HIM, ૧ પર્ણ જે ૧૪ એક નાનકડું ગામ હતું. માંડ પચાસ ખોરડાં. એના દરબાર. નામે રખુભા. રખુભાનું રાજ નાનું, પણ વટ તો કોઈ શાહ-બાદશાહથીય વધુ. સવાર પડે અને ડેલીએ બેસે. ધીરેધીરે ડાયરો ભેગો થાય. મગનો આવીને હોકો ભરી આપે. એકાદ ચારણ બાપુની બહાદુરીની વાહ-વાહ કરે. બીજા એકાદ-બે ધંધા વગરના આવીને જમાવે. રખુભાનો ડાયરો ભલે નાનો, પણ એમાં વાતો થાય આખા મલકની. આવક ઘણી ઓછી, પણ એમનું આતિથ્ય ભારે રૂડું. એક દિવસ રખુભા બાપુ ડાયરામાં બેઠા હતા તે જ સમયે મહેમાન આવ્યા. કસુંબા-પાણી કર્યા. બાકી હતું તે બાપુએ કહેવડાવ્યું, “મહેમાન આવ્યા છે, જમવાના છે, સેવલાં રાંધજો.” બાપુની કમાણી ઓછી, એટલે ઘરનું માંડ પૂરું થતું. આથી ઠકરાણાએ જેવી વાત સાંભળી કે તરત જ ગુસ્સે ભરાઈને સીધોસટ જવાબ કહેવડાવ્યો, મોતીની માળા @ ૭૪

Loading...

Page Navigation
1 ... 73 74 75 76 77 78 79 80 81