________________
“લે રાખ, રાખ. આમ પાણીમાં શું બેસી ગયો ? કરજ કર્યું એ તો છાને ખૂણે લેણદાર અને દેણદારે જાણ્યું, પણ ધીરાનો ડંકો તો આખી નાતમાં બજ્યો કે નહિ ?”
“હા, તો પછી તું કહે એમ કરીએ.”
“તો બસ, ધીરાએ શું કર્યું હતું તે વિચાર. આપણે એનાથી સવાયું કરવું છે. એ નાતનો દીકરો છે, તો શું આપણે નથી ? માટે ઉપર ધારે લાવી અને અખંડ ધારે નાતને ઘી આપવાનું. એની સાથે સાકરનું બૂરું, બે ફરસાણ, બે શાક, બે કઠોળ, અથાણામાં કાચું ને પાકું, મૂળા ને મોગરી પણ પીરસી નાખવાં. પાપડ તો હોય જ અને પછી છેલ્લે દૂધ...”
“અહોહો ! આટલું બધું ?”
“અરે, આટલાને માથે બ્રાહ્મણોને ચાર-ચાર આના દક્ષિણા આપવી અને ધીરાને જ પાટે બેસાડવો. કહેવું કે તું પણ જોઈ લે આંખો ફાડીને. તું ભલે હોય શ્રીમંત બાપનો અને અમે ભલે રહ્યા ગરીબ બાપના, પણ જોઈ લે કે નાતમાં તો સહુ સરખા.”
“પણ મોટાભાઈ મયા ?”
“શું છે ભાઈ દયા ?”
“વાત એવી છે કે અખંડ ધારે ઘી પીરસીએ અને માથે બૂરું આપીએ તો દેશાવર કરવું પડે.”
“તે એમાંય શું ? એમાં કંઈ થોડો પાડ કરીએ છીએ? સોમેશ્વરેય કર્યું હતું અને ધીરાએ પણ કર્યું હતું. તો શું દયા-મયાની મા કંઈ સોમેશ્વર કે ધીરાની માથી કમ હતી?”
પણ ભાઈ મયા, દેશાવર એટલે આવી એક નહિ, પણ આપણા બાર ગામની નાત. આપણાં તો છાપરાંય વેચાઈ જશે, હોં !”
૭૯ છ સવાયા થઈએ