Book Title: Motini Mala
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan
Catalog link: https://jainqq.org/explore/034431/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ V RAMANUJ அவிகாம் કુમારપાળ દેસાઈ SSSSSS OOOOO OOOOOOO Page #2 -------------------------------------------------------------------------- ________________ બાળસાહિત્ય શ્રેણી-૨ મોતીની માળા કુમારપાળ દેસાઈ પ્રાપ્તિસ્થાન ગૂર્જર સાહિત્ય ભવન રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ 380001 ફોન : 079-22144663, 22149660 e-mail: goorjar@yahoo.com. web : gurjarbooksonline.com ગુર્જર સાહિત્ય પ્રકાશન 102 બ્રૅન્ડમાર્ક બિલ્ડિંગ, ટાઇટેનિયમ, સિટી સેન્ટર પાસે, સીમા હૉલ સામે, 100 ફૂટ રોડ, પ્રહ્લાદનગર, અમદાવાદ 380015 ફોન : 26934340, 9825268759 – gurjarprakashan@gmail.com Page #3 -------------------------------------------------------------------------- ________________ કિંમત : રૂ. ૭૫ પહેલી આવૃત્તિ : 1975 તૃતિય સંવર્ધિત આવૃત્તિ : 2017 Moti Ni Mala A collection of inspiring stories for teenagers by Kumarpal Desai Published by Gurjar Granth Ratna Karyalaya, Ahmedabad-1 કુમારપાળ દેસાઈ ISBN:978-93-5162-448-6 પૃષ્ઠ : 4+76 નકલ : 1000 પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય અમરભાઈ ઠાકોરલાલ શાહ : રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ-380001 ફોન ઃ 22144663, e-mail: goorjar@yahoo.com ***** મુદ્રક : ભગવતી ઑફસેટ સી ૧૬, બંસીધર એસ્ટેટ, બાલડોલપુરા, અમદાવાદ-380 004 Page #4 -------------------------------------------------------------------------- ________________ લેખકની વાત હરિકથાકાર આવે એટલે આખા ગામમાં આનંદની છોળો ઊડવા લાગે. હરિકથાકાર હરિકથા કહેતો જાય અને વચ્ચે વચ્ચે પોતાની વાતને મર્મસ્પર્શી બનાવવા માટે ઓઠાં કહે. આવા હરિકથાકારો દ્વારા દૃષ્ટાંત રૂપે આપવામાં આવતાં ઓઠાં આજે તો ભુલાઈ ગયાં છે. સમાજમાંથી આવાં કથા-મોતી લુપ્ત થાય તે પહેલાં ઠેર ઠેર ફરીને હરિકથાકારો પાસેથી ઓઠાંઓ મેળવીને અહીં એની માળા રચી છે. આ ઓઠાંઓનો બાળક, કિશોર અને પ્રૌઢ સહુ કોઈ આનંદ માણતાં હોય, વળી રોજિંદા વ્યાવહારિક જીવનમાં પણ કોઈ વાત, વલણ કે સ્વભાવને ઉપસાવવા માટે ઓઠાનો ઉપયોગ કરીને એકબીજાને હસાવતા હોય છે. આ ઓઠામાં ભરપૂર હાસ્ય હોય છે પરંતુ અંતે તો સદ્ભાવ પર ભાર મૂકવામાં આવે છે. મોતીની માળા’ને નવશિક્ષિતો માટેની અઢારમી રાષ્ટ્રીય સ્પર્ધામાં પારિતોષિક પ્રાપ્ત થયું હતું તેમજ એ સમયે મોટી સંખ્યામાં એની નકલો ભારત સરકાર તરફથી ખરીદવામાં આવી હતી. ગુજરાતી ભાષાનાં પાઠ્યપુસ્તકોમાં પણ આમાંની કેટલીક કથાઓને સ્થાન મળ્યું છે. આ પુસ્તકનું પ્રકાશન કરવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો અને શ્રી મનુભાઈ શાહનો આભારી છું. ૧૨-૪-૨૦૧૭ કુમારપાળ દેસાઈ અમદાવાદ Page #5 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમ આમુખ હોઉં તો હોઉં પણ ખરો જોઈતુંકારવતું મંગાવજો હું જીવો પગી તુમારશાહી ક્યારે નવરા પડ્યા ને ન ગયા ? પીડા પગે વળગી છે ! કલ્યાણરાય કહેતા હતા પાછા સામે ને સામે મોટો વિચાર નવાબનો નોકર મગનની જાન રાજનું રતન કોની કમાણી ? કોની ખોટ ? વાઢી નાખ, ઝટ વાઢી નાખ ૧૫. સવાયા થઈએ Page #6 -------------------------------------------------------------------------- ________________ આમુખ ادای دین નાનકડું ગામ હોય. ગામની વચમાં ચોરો હોય સાંજ વીતી ગઈ હોય. આછાં અંધારાં પથરાતાં હોય. ધીરે-ધીરે ગામલોકો ચોરા પર એકઠા થતા જાય. એમાં કણબી અને કોળી હોય. ણિક અને પટેલ હોય. રંક અને રાય હોય. નારી અને નાનાં ભુલકાંય હોય. ગામમાં હરિકથાકાર આવે એટલે રોજ રાતે ઉત્સવ જામે. આમાં એક Page #7 -------------------------------------------------------------------------- ________________ કુટુંબનાં ત્રણ-ચાર માણસ હોય. એક વાજું વગાડે, બીજો તબલાં વગાડે, મુખ્ય માણસ હરિકથા કહે. હરિકથાકાર હવાની મીઠી લહરીની માફક આવે. ગામનાં જૂનાં વેર-ઝેર અને ઝઘડાની પતાવટ કરે, લેણ-દેણના અને સામાજિક રહેણીકરણીના મતભેદો પતાવે. આખા ગામમાં હરિકથાકારની હાજરીની ફોરમ ફેલાઈ જતી. આખું વાતાવરણ આનંદથી ભરાઈ જતું. રાતના નવેક વાગ્યે હરિકથાકાર પોતાનો કથારસ જમાવે. પુરાણ કે મહાકાવ્યનો કોઈ પ્રસંગ લઈને એને બહેલાવતો જાય. મુખ્ય વાતની વચમાં ભજન અને આખ્યાન આવે. દૃષ્ટાંત અને કથા આવે. બોધવાર્તા અને રમૂજી ટુચકા આવે. મુખ્ય વાતને વધુ ચોટદાર રીતે સમજાવવા માટે ઓઠાં આવે. ઓઠાં એટલે ઉદાહરણકથા. ઓઠાંની ખૂબી એ કે એમાં જાણીતાં માણસોનાં નામ આવે. ગામનાંય નામ-ઠામ અપાય. પણ ક્યારેક તપાસ કરતાં એમ માલૂમ પડે કે એ વ્યક્તિના જીવનમાં એવી ઘટના બની જ ન હોય ! ઓઠાંની સૌથી મોટી વિશેષતા રહેલી છે એની ભારોભાર વાસ્તવિકતામાં. એની અંદર હસતાં-હસતાં વ્યવહારજ્ઞાન વણાઈ ગયું હોય. ક્યારેક એમાં થોડો ડંખ હોય, પણ એ ઓઠાંમાંના હાસ્યની નીચે દબાઈ જાય. ઓઠાંમાં સમાજજીવનની તાદૃશ તસવીર જોવા મળે. એમાં ક્યાંય નિંદાનો ભાવ નહીં. કોઈ કોમની નહીં, પણ કોઈ ટેવની હાંસી ઉડાવી હોય. ઓઠાંમાં મુખ્યત્વે બે બાબત નજરે પડે છે : એક તો વ્યવહારજ્ઞાન અને મોતીની માળા છે Page #8 -------------------------------------------------------------------------- ________________ બીજું હાસ્યમાં સમાપન પામતો એનો અંત. ઓઠાંમાં અંતે તો સદાચાર અને સદ્ભાવ પર જ ભાર મુકાતો. હરિકથાકાર આવાં ઓઠાં કહે ત્યારે મુખ્ય વાત ધીમે-ધીમે આગળ વધતી જાય. એ મલાવી-મલાવીને, વાતને બરાબર ચગાવીને ઓઠાં કહેતો જાય. બાળક, કિશોર અને પ્રૌઢ સહુ કોઈને આ ઓઠાં આનંદ સાથે અનુભવજ્ઞાન આપી જાય. હરિકથાકારોનાં એ ઓઠાં આજ ભુલાતાં જાય છે. આવી કથાઓ સમાજમાંથી લુપ્ત થાય તે પહેલાં વાતને મલાવીને કહેવાની લઢણ સાથે એવાં કેટલાંક ઓઠાંઓ આલેખીએ છીએ. ૭ © આમુખ Page #9 -------------------------------------------------------------------------- ________________ હોઉં તો હોઉં પણ ખરો. ગામના ઠાકોર. ભારે આસ્તિક. રોજ સવારના પાંચ વાગ્યે ઊઠીને કૃષ્ણ ભગવાનનો પીછો લે તે બરાબર આઠ વાગ્યા સુધી. ઠાકોરનો મિજાજ ભારે જલદ. ગુસ્સે થતાં સહેજે વાર ન લાગે. ઠાકોરનો ગુસ્સો એટલે શનિની પનોતી આ ઠાકોરને ત્યાં એક કામદાર. નાતે નાગર, નામે જટાશંકર. રાજની નોકરી કરે ને રાજનું જ જુએ. કોઈનું કંઈ સાંભળે નહીં અને કોઈનું રાખે પણ નહીં. કોઈના ઉપર હાથ રાખતાં પણ આવડે નહીં. આખું ગામ એના પર દાઝે બળે. કામ ન થાય તો માનતા માને કે કામદારનું કંઈક અહિત થાય તો એક શ્રીફળ વધેરું. રિસાળ રાજા ને લોભી કામદાર, આ સંઘ કાશી પહોંચવાને બદલે મોતીની માળા ૭ ૮ Page #10 -------------------------------------------------------------------------- ________________ વહેલો-મોડો રખડી પડવાનો છે એમ ગામલોકો માનતા. આખરે એક દિવસ આ સંઘ રખડી પણ પડ્યો. કોઈ વાતમાં ઠાકોરને ગુસ્સો આવ્યો ને બાપલા ! એ જમાનામાં રાજાનો ગુસ્સો એટલે જાણે જમદૂત જ આવ્યો. ઠાકોરે તરત ફરમાન કર્યું, “કામદાર જટાશંકરની વર્તણૂકથી અમે નારાજ થયા છીએ. કામદારે ચોવીસ કલાકમાં રાજ્યની હદ છોડી જવી. ચોવીસ કલાકમાં જો કામદાર રાજ્યની હદ નહીં છોડી જાય તો અમે એને ફાંસીએ લટકાવીશું.” થઈ રહ્યું ! રાજાનો રોષ ! એના પર દાદ કે ફરિયાદ હોય નહીં. એ દિવસે આખા ગામમાં તો ગોળ-ધાણા વહેંચાયા. સહુને થયું કે હાશ ! માંડ આ પાપ ટળ્યું ! રાજાએ હદપારી ફરમાવી એટલે મદદે તો કોઈ ચડે નહીં, વાહન કોઈ મળે નહીં. કામદારનાં પત્ની અને છોકરાં તો ભારે અકળાય. વળી રાજની હદ પણ ઘણી આઘી. કામદારનાં પત્ની કહે, “હવે ઝટ નીકળો, ઝટ, નહીંતર...” કામદારનાં પત્ની તો બિચારાં પોતાના ભયને વાચા પણ ન આપી શકે ! કઈ હિંદુ પત્ની સાચું જાણતી હોય તોય પોતાના પતિ માટે મોઢેથી અમંગળ વાણી ભાખી શકે? પણ એની અકળામણનો તો પાર નહીં. - જટાશંકર કહે, “હવે તું અધીરી થા મા, એ તો સહુ સારાં વાનાં થઈ રહેશે.” પરંતુ કામદારની આવી ટાઢી વાત કંઈ ભયથી થરથરતી પત્નીને ગળે ઊતરે ખરી ? સવાર પૂરી થઈ, બપોર પણ વીતી ગઈ, સાંજ પડી. કામદાર, પોતાની પત્ની અને નાનાં-મોટાં છોકરાં ઘરની બહાર નીકળ્યાં. મોટાં છોકરાંઓને માથે ૯ © હોઉ તો હોઉં પણ ખરો Page #11 -------------------------------------------------------------------------- ________________ એક-એક પોટલું અને હાથમાં એક એક ચીજવસ્તુ. આ બધાં ગામની ઊભી બજાર વચ્ચેથી નીકળ્યાં. આગળ ચાલે કામદાર. એણે હાથમાં નાની બાળકીને તેડી હતી. મોઢેથી ઠાકોરને મોંફાટ ગાળો દેતો જાય. કહે, “રાજા કાનનો કાચો છે.” “એને કોઈની કદર નથી.” વગેરે... ફરમાન કર્યા પછી ઠાકોરે કામદાર શું કરે છે ? એને કોણ મળે છે ? ક્યારે જાય છે ? એની તપાસ રાખી હતી. પોતાને અવારનવાર ખબર આપવા માટે ઠાકોરે એક ચાડિયો રાખ્યો હતો. એણે તરત જ બાપુને ખબર આપ્યા : “બાપુ, જટો કામદાર તો પગે ચાલીને ઊભી બજારેથી નીકળ્યો. પણ બાપુ ! આપને શું ગાળો આપે ! શું ગાળો આપે ! કાનના કીડા ખરે એવી, હોં !” બાપુએ જવાબ આપ્યો : “અલ્યા, ગામ છોડવું પડે અને વળી કામદારું છોડવું પડે તો પછી ગાળો તો આપે જ ને ? પણ છેવટે પાપ ટળ્યું ખરું ! હવે સવારે જો રાજની હદમાં ભાળું તો એને સીધેસીધો ફાંસીએ ચડાવી દઉં. એમાં વળી મીનમેખ ફેર નહીં, હોં !” જટાશંકર કામદારે ગામ તો છોડ્યું. મહાજને જાણ્યું કે પાપ ટળ્યું, ઠાકોરે જાણ્યું કે નિરાંત થઈ, વસ્તીએ માન્યું કે હાશ, બલા ટળી. ગામથી બે માઈલ દૂર જઈને જટાશંકર કામદારે એના પરિવારને કહ્યું: “જુઓ, આ મહાદેવનું મંદિર છે. તેમાં તમે બધાં બેસો અને નિરાંતે આરામ કરો.” ભયથી થરથરતી જટાશંકરની પત્નીએ કહ્યું, “અરે, પણ આપણે સવાર પહેલાં તો રાજની હદ છોડવાની છે ને !” જટાશંકરે જવાબ આપ્યો, “બસ, બસ હવે, અહીં કંઈ ઠાકોરનું રાજ નથી. આ તો ભોળાનાથની મોતીની માળા ૭ ૧૦ Page #12 -------------------------------------------------------------------------- ________________ હદ છે. તું તારે છાનીમાની જોયા કર ને !” સવારના પાંચ વાગ્યા. ઠાકોર દાતણ-પાણી કરી, નાહીધોઈને પૂજામાં બેસવાની તૈયારી કરે છે ત્યાં તો દરબારગઢના દરવાજે જટાશંકર કામદાર આવી પહોંચ્યા. હાથમાં ઘીનો દીવો અને નાળિયેર. દરવાનને કહે : “અલ્યા જા. બાપુને ખબર કર કે જટો કામદાર આવ્યો છે. તે હમણાં ને હમણાં જ આપનાં દર્શન કરવા માગે છે.” દરવાન કહે, “પણ કામદારસાહેબ, બાપુ તો તમારા પર ભારે રોષમાં છે. તમને જોતાંવેંત જ ઝબ્બે કરશે. તમે બ્રાહ્મણ છો, તે શું કામ મારા પર બ્રહ્મહત્યાનું પાપ ઓઢાડો છો ? છાનામાના ભાગવા માંડોને કામદાર !” “તું તારે છુટ્ટો. હત્યા તને નહીં લાગે. જા, બાપુને જઈને કહે.” તમે કામદાર હોત તો-તો કંઈ ન કહું. આ તો બ્રાહ્મણ છો એટલે કહું છું. તમને ભાળતાંવેંત બાપુ ભભૂકશે, હોં..” એ જુમ્મા મારો. પછી, તું તારે જઈને બાપુને કહે.” દરવાને જઈને બાપુને ખબર આપ્યા. ઠાકોર તો પૂજામાં બેસવાની તૈયારી કરતા હતા. આ વાત સાંભળીને ઊભા ને ઊભા જ સળગી ગયા. હું ગામનો ઠાકોર અને મારો પોતાનો હુકમ. આ કામદાર તે મને ભાજીમૂળો સમજે છે ? અલ્યા દરવાન ! જા, કામદારને કહે કે હું આવું છું. તું મામદ કસાઈને બોલાવીને હાજર રાખ. એને કહેજે કે બાપુનો ઇશારો થતાં જટાને ઊભો ને ઊભો મારી આંખ સામે બકરાની જેમ વધેરી નાખે.” ઠાકોર બહાર આવ્યા. મુખ તો ગુસ્સામાં લાલ સિંદૂરના રંગનું બની ગયું હતું. જટા કામદારને જોતાં જ ત્રાડ પાડી, “કેમ અલ્યા જટિયા, મરવા આવ્યો છે કે ?” જટાશંકરે તો કશો જવાબ આપ્યો નહીં. એણે તો ઘીનો દીવો કર્યો. ૧૧ © હોઉ તો હોઉં પણ ખરો Page #13 -------------------------------------------------------------------------- ________________ દીવામાં નાળિયેરની આંચ લીધી. ફરતી ત્રણ પરિક્રમા કરી. નાળિયેર વધેર્યું અને એક શેષ ખાઈને બાપુના પગમાં સાષ્ટાંગ દંડવતુ કરીને પડ્યો. જમીન પર લાંબા થઈને સૂતાંસૂતાં બોલ્યો, “બસ બાપુ, હવે મને ફાંસી દઈ ઘો.” જટાશંકર ઉપર ઠાકોરને પારાવાર રોષ હતો, આંધળા ભીંત કરે એવો. એને મારી નાખવાની તૈયારી કરી હતી, પણ બાપુને જટાશંકરનું આ નાટક કૌતુકભર્યું લાગ્યું. એમણે ફરી ત્રાડ પાડી, જાણે માણસમાર સિંહ ત્રાડ્યો, આ બધું નાટક શું છે, જટિયા ? તારા મનમાં એમ કે આવું નાટક કરીશ એટલે હું તને છોડી મૂકીશ, એમ ને ?” બાપુ, આપને તો આ સકળ સંસાર નાટક જ છે. મારે મન જીવનો સોદો છે. હું દયા માગતો નથી અને મારે માગવી પણ નથી. મને હવે ઝટ ફાંસી દઈ દો. સવાર સુધી પણ શું કામ રાહ જુઓ છો ? હું કહું છું ને કે મને હમણાં જ ફાંસી આપી દો.” ઠાકોર વિચારમાં પડ્યા. આ શું ? ફાંસીની સજા થાય, ભાગી જવાનું હોય. આ તો સામે ચાલીને સજા માગવા આવે છે. ઠાકોરના અનુભવ બહારની આ વાત હતી. અલ્યા, આ બધું છે શું ?” બાપુ, કાંઈ નથી. સામે ચાલીને ફાંસી ખાવા આવ્યો છું.” “શું કામ ! ગાંડો થયો છે !” “અરે બાપુ ! ગાંડું તો આ ગામ છે. ગાંડું તો તમારું આખું રાજ છે. હું ડાહ્યો છું, મને ઝટ ફાંસી દો ને. નકામો વખત જાય છે.” પણ મારે જાણવું તો જોઈએ ને કે તને આટલી બધી ઉતાવળ કેમ થાય છે ?” બાપુ, એ જાણીને આપને કામ શું છે ? નાહકની મારી આખી રમત બગડી જાય.” મોતીની માળા ૧૨ Page #14 -------------------------------------------------------------------------- ________________ બાપુએ પૂછયું, “કઈ રમત ?” “બાપુ, એ કીધામાં સાર નથી. પછી તમે મને ફાંસી ન આપો તો ? તોતો મારું બધું એળે જાય !” તું મને નહીં કહે, ત્યાં સુધી તને ફાંસી નહીં મળે એ નક્કી છે.” બાપુ, વાત તો કરું. પણ મારી વાત પૂરી થાય કે મને તમારે તરત ફાંસી દઈ દેવી પડશે, હોં.” ઠાકોરને જ ટો કામદાર સામે ચાલીને ફાંસી માગવા આવે એવી વાત તે વળી કઈ હશે, એ જાણવાની ભારે તાલાવેલી થઈ. એમણે કહ્યું, “વાત શી છે, એ પહેલાં કહે ને.” તો સાંભળો બાપુ ! આ જાણે હદપારીનો તમારો હુકમ એટલે વાહન તો મળે ક્યાંથી ? વાહનને માટે ભારે ધમપછાડા કર્યા પછી આખરે સમી સાંજે બધાંને લઈને હું ચાલી નીકળ્યો. સવાર પહેલાં હદ છોડવાની હતી. સાથે બે દીકરા ને બે દીકરી. એમાં એક તો સાવ નાની.” પછી ?” “પછી બાપુ, રાતના બાર વાગ્યા. થાક કહે મારું કામ. તરસ કહે મારું કામ. પણ વચમાં થાક ખાવાને રોકાવાય એવું હતું નહીં. ચારેકોર રણ અને રણ. એટલે ક્યાંય પાણીનું ટીપું મળે નહીં. તરસને લીધે અમારા સહુને કંઠે પ્રાણ આવ્યા. ને એમાં નાની બાળકીનો તો જીવ જવા બેઠો. એની આંખો ચડી ગઈ અને હોઠે ફીણ આવ્યાં.. આવે વખતે થાક અને તરસથી હું પાગલ જેવો બની ગયો હતો. કકળતી આંતરડીથી સાદ પાડ્યો : “હે ભગવાન, અમે તો પાપી છીએ કે આમ હેરાન-પરેશાન થઈએ છીએ, તરસે મરીએ છીએ, મધરાતે વનવગડામાં હેરાન થઈએ છીએ, પણ આ ભોળી અને નિષ્પાપ છોકરીનાં તે વળી શાં પાપ ? અમે તો પૂરાં પાપી છીએ પણ શું અમારો રાજા) પાપી છે કે જેના રાજ્યમાં આવી નાની, નિર્દોષ બાળકી તરસે મરે... ? ૧૩ © હોઉ તો હોઉં પણ ખરો Page #15 -------------------------------------------------------------------------- ________________ જટાશંકર કામદાર કહે, “બસ બાપુ, હવે મને ફાંસી આપી દો.' “આ બાપુ! મારા મોઢામાંથી આવાં બળબળતાં વેણ નીકળ્યાં અને ઉપર મોતીની માળા @ ૧૪ Page #16 -------------------------------------------------------------------------- ________________ આકાશમાંથી ખર... ખર... કરતા.... કરતાંકને... બસ ! પીળાં પીતાંબર પહેર્યા છે. માથે મોરમુગટ છે. એક હાથમાં સુદર્શન ચક્ર વિરાજી રહ્યું છે. બીજા હાથમાં શંખ અને ગદા શોભે છે. ગરુડ ઉપર સવારી કરી છે ને ત્રીજા હાથમાં ગરુડની લગામ છે. ચોથા હાથમાં, બાપુ, પાણીની ઝારી રહી ગઈ છે. જરાક વાંકી વાળી છે અને એમાંથી પાણીની ધાર વહી રહી છે. બાપુ, એ પાણી મારી નાની દીકરીને પાયું, મારા છોકરાઓએ પીધું, મારી પત્નીએ પણ પીધું. પણ બાપુ ! મેં ન પીધું, હોં !” બાપુએ પૂછયું, “અરે, તેં કેમ ન પીધું ?” જટા કામદારે જવાબ આપ્યો, “ક્યાંથી પીઉં બાપુ ! મને શુદ્ધિ કે સાન જ નહોતી. હું તો બસ એકીટશે એમના મુખારવિંદને જોઈ રહ્યો હતો, બાપુ. ને હું બાપુ, તમે માનશો ? અસ્સલ તમારા જેવો જ ચહેરો હોં.” “એ વખતે મને થયું કે અલ્યા જટિયા, તું ક્યાં ચાલ્યો જાય છે ? અરે, બાપુ ખુદ કૃષ્ણ ભગવાનના અવતાર છે. તે તને ફાંસી દેશે તો ચોર્યાશી લાખ ભવના ફેરા ભાંગશે. અહીંથી ભલે તારું કામદારું લીધું, પણ પરલોકમાં વૈકુંઠનું રાજ આપશે. અલ્યા જટિયા, તારા તો બંને હાથમાં લાડુ છે. માટે બાપુ, હું તો આવ્યો પાછો ને હવે જરાય વાર કર્યા વગર કે સવાર ઊગવાની રાહ જોયા વગર મને ફાંસી આપી દો. જય મુરલીધર મહારાજ. આપ મુરલી-મનોહરના અવતાર છો. એની મારી સગી આંખે ખાતરી કર્યા પછી બાપુ, આપનાં ચરણ કઈ રીતે છોડું ? સહુનું થવું હોય તે થાય પણ હું તો વૈકુંઠ ભેગો થઈ જઉં.” પોતાની દાઢી અને માથું પસવારતાં ઠાકોરે કહ્યું, “ગાંડો થા મા. આવી છોકરવાદ મૂકીને કામદારું કરવા માંડ. અને જો, જટા, આ વાત બીજા કોઈને કરતો નહીં, હોં. “એ તો તને ખબર છે ને જટા કે હું હોઉં તો હોઉં પણ ખરો !” ૧૫ @ હોઉ તો હોઉં પણ ખરો Page #17 -------------------------------------------------------------------------- ________________ જોઈતું કારવંતું. મંગાવજો મોહનકાકા. મૂળ મહેસાણાના. જુવાનીમાં કાઠિયાવાડમાં નોકરી કરી. એજન્સીમાં જમાદાર તરીકે ઘણાં વર્ષો સુધી કામ કર્યું. ધ્રાંગધ્રામાં નોકરી કરે. મોટા ભાગનો સમય રમણીકલાલને ત્યાં જ ગાળે. દિવસના બાર કલાક અને મહિનાના વીસ દિવસ એમના ઘેર જ ધામા હોય. એમને ત્યાં જ ખાવા-પીવાનું. ઊઠવા-બેસવાનું પણ એમને ત્યાં જ. કાળ કાળનું કામ કરે. થોડા સમયે રમણીકલાલ અવસાન પામ્યા. મોહનકાકા નિવૃત્ત થયા અને પોતાના વતનમાં ગયા. એક વાર રમણીકલાલના પુત્ર જમિયતરામ કોઈની જાનમાં મહેસાણા આવ્યા. મહેસાણા પહોંચતાં જ જમિયતરામને મોહનકાકા યાદ આવ્યા. બાળપણમાં પોતાને ઘેર મોહનકાકા રહે અને એમની સાથે એ ઘણું રમ્યો-ખેલ્યો હતો. મોતીની માળા @ ૧૬ Page #18 -------------------------------------------------------------------------- ________________ આથી જમિયતરામ મોહનકાકાનું ઘર શોધવા લાગ્યા. ઘણે ઠેકાણે પૂછ્યું, ઘણી તપાસ કરી ત્યારે આખરે મોહનકાકાનું ઘર મળ્યું. “ઓહો...હો...પધારો....પધારો... તમે ક્યાંથી ? ક્યારે આવ્યા ? ક્યારે જવાના છો ? ક્યાં ઊતર્યા છો ?” આમ બોલતાં-બોલતાં મોહનકાકાનું હૈયું ગદ્ગદ બની ગયું. જમિયતરામને જોઈને એમના અંતરમાં તો જાણે આનંદનો મહાસાગર ઊમટ્યો. જમિયતરામ કહે છે “એક સ્નેહીની જાનમાં આવ્યો છું અને જાનીવાસે જ ઊતર્યા છીએ.” “હા, ભાઈ હા. જાનીવાસ હોય એટલે શું કહીએ તમને ? નહીં તો અમારે ત્યાં જ ઊતરવાનું હોય ને તમારે. આપણો સંબંધ કેટલો જૂનો ! તમારા બાપની સાથે તો અમારે ઘરોબો. એમના રાજમાં તમારે ઘેર શી મજા કરી છે, શી મજા કરી છે ! તમે તો એ વખતે નાના એટલે તમને એ બધું ક્યાંથી યાદ આવે ? પણ હું તમારો કાકો જ થાઉં, હીં. તમારા બાપ સાથે એવો તો અમારે સંબંધ. જાનીવાસ છે, પહોંચતું ઘર છે એટલે શું કહીએ ? આમ તો શી કમીના હોય ? પણ કંઈ જોઈતુંકારવતું હોય તો જરૂર મંગાવી લેજો.” થોડી પ્રાસ્તાવિક વાત કરીને જમિયતરામ ઊભા થયા. મોહનકાકાએ વાર્તામાં ભાવ તો ઘણો બતાવ્યો. ડેલી સુધી વળાવવા આવ્યા અને બોલ્યા, “આ માથું તમે આવ્યા ને અમે તો ચાના પ્યાલામાંથી પણ ગયા. પણ શું કરીએ ? હમણાં જ નખેદ બિલાડીએ આવીને દૂધ ઢોળી નાખ્યું એટલે પછી ખાલી વિવેક શો કરવો ? અમને એવું ના ગમે. અને તમે ક્યાં પારકા છો ? જોઈનુંકારવનું મંગાવજો, હોં ! આ તમારું જ ઘર છે." જમિયતરામ જાનીવાસે પાછા આવ્યા. રાત પડી. ગરમી લાગવા માંડી. બાફ એટલો લાગે કે ઓરડામાં ઊંઘ આવે નહીં. જમિયતરામ આમથી તેમ પડખાં ઘસે. આખરે કંટાળીને પથારીમાંથી ઊભા થયા. બહાર આવી આંટા મારવા માંડ્યા. ૧૭ ” જોઈતુ કારવતું મંગાવજો Page #19 -------------------------------------------------------------------------- ________________ જાનીવાસનું ફળિયું મોટું હતું. જમિયતરામને થયું કે એકાદ ખાટલો મળી જાય તો ફળિયામાં નિરાંતે સૂઈ શકાય. તરત જ મોહનકાકા યાદ આવ્યા. એમણે એક માણસને મોહનકાકાને ત્યાં ખાટલો લેવા મોકલ્યો. થોડી વારમાં મોહનકાકાનો જવાબ આવ્યો, “ખાટલો ! અરે ભાઈ ખાટલો જોઈએ ને અમારાથી ના પડાય ખરી ? પણ માળું ખાટલો તો સાલવવા દીધો છે ને સુથાર આજે જ બહારગામ ટળ્યો. પણ ભાઈને કહેજો કે બીજું કંઈ જોઈતું કારવતું મંગાવી લેજો, હોં !” જમિયતરામે જેમતેમ રાત પૂરી કરી. સવાર પડી. જાનીવાસમાં ચા આવી. ચા પાણી પીવાના પિત્તળના પ્યાલામાં હતી. ચા ઠરીને બરફ જેવી થાય તોય પ્યાલો હાથમાં ન ઝલાય એટલો ગરમ રહે. જમિયતરામે વળી મોહનકાકાને ત્યાં માણસ મોકલ્યો અને કહ્યું, “બીજું કંઈ નહીં તો બે-ચાર રકાબીઓ તો મોકલાવશો.” માણસ જવાબ લઈને આવ્યો - અરે ! બે-ચાર શું કામ, બે ડઝન લઈ જાઓ ને. અમારે મોકલવી જ જોઈએ. આપણો નાતો કંઈ આજકાલનો છે ? પણ સાળું, બધીય રકાબી ફૂટીતૂટી ગઈ હતી અને કાલે જ ભંગારમાં આપી દીધી. પણ ભાઈને કહેજો કે બીજું કંઈ જોઈતું કારવતું હોય તો જરૂર મંગાવજો, હોં !” મોતીની માળા ૧૮ Page #20 -------------------------------------------------------------------------- ________________ C વલ. જીવોપગી નામ જીવો પગી. જીવો પગી એટલે વાત પૂછો નહીં. એમની બધી જ વાત મોટી. નાની વાત તો પગી પાસે ક્યારેય મળે જ નહીં. પૂરા પડછંદ આદમી. ભારે પૂળા જેટલી તો મૂછો. માથે મોટાં ઓડિયો. ગળું ચામડાની બોખ જેવું અને પડકારો રામઢોલ જેવો. આંખ જુઓ તો ચોવીસે કલાક લાલમલાલ. જાણે આંખમાં અંગારા ભર્યા. ગામમાં નીકળે તો લોકો ફફડીને ચાલે. કૂદકો એમનો વાંદરા જેવો. તરાપ એમની ચિત્તા જેવી. ગર્જના એમની સાવજ જેવી. પોતાની ડેલીના ફળિયામાં પગી ખાટલો ઢાળીને બેઠા હોય. સામે હોકો ગડગડતો હોય. પગ પર પગ ચડાવ્યા હોય. એમાંય બધી મોટી-મોટી વાતો. હાથીનું પેટ ફાડી નાખે એવી વાતો ! એ કહે : “આ ગાંગડ ગઢના બાપુ શિકારે ગયા હતા. સામેથી ત્રાડ નાખતો સાવજ આવ્યો. બાપુની બંદૂક તો હાથમાં જ રહી ગઈ. મેં કહ્યું, ‘હવે એમાં બાપુ મૂંઝાઓ છો શું? આ જીવો પગી તમારી સાથે છે ને !” બાપુએ મારા ૧૯ © હું જીવો પગી Page #21 -------------------------------------------------------------------------- ________________ ભણી બંદૂક ધરી, પણ હું તો એમ ને એમ સામો ગયો. સાવજને જોરથી એક એવો તમાચો માર્યો કે એના બે દાંત તોડી નાખ્યા ! એ તો પૂંછડી દબાવીને જાય ભાગ્યો.” “આ નાગનેશમાં બે આડોડિયા ફાટ્યા હતા. ફોજદારનેય દાદ ન દે. ફોજદાર કહે, “પગી, હવે શું કરીશું ?' કહ્યું, “એમાં શી મોટી ધાડ મારવાની છે ? હાલો, હું તમારી ભેગો આવું છું, આ ગયો ભેગો ને કાન પકડીને ફોજદારને સોંપી દીધા.” આ ઉગમણિયું ગામ ભાંગવાને આવ્યો હતો રહેમતુલ્લો બહારવટિયો. ગામના પાદરમાં બાર કર્યા તે દી' હું ભોગેજોગે ગામમાં એકલો બારો નીકળ્યો. બે'ક ભડાકા કર્યા ત્યાં બહારવટિયા ગામ મૂકીને ભાગી ગયા. મુખી, જમાદાર અને પટેલ આવ્યા. ગામલોકો ભેગા થઈ ગયા. બધા કહે, ‘પગી, તમે અમારું ગામ બચાવ્યું, નહીંતર આ કાળઝાળ બહારવટિયાનો સામનો કરવાનું અમારું શું ગજું ?' મેં કહ્યું, ‘સામે ભડ હોત તો વળી ધીંગાણામાં રંગલો જામત. આ તો સાવ ડરપોક નીકળ્યા. એક ડારો દીધો ને ભાગી ગયા.” આમ પગી રોજ ડેલીએ બેસીને વાતો કરે. સાંભળનારા સહુ એની વાત રસથી સાંભળે. આખા ગામમાં એવું મનાય કે આપણા ગામના જીવા પગી જેવો મરદ આ ધરતી પર કોઈ થયો નથી અને બીજો કોઈ હવે થાશેય નહીં. આ ગામના શેઠ હીરા શેઠ. એમના દીકરા માણેકનાં લગન. ઝાઝી જાન જૂતવાની. જાન પૈસાદારના ઘરની એટલે જાનૈયા પણ કસવાળા હોય. જાનડીઓ પણ ઘરેણાં-ગાંઠવાળી હોય. પંથ પણ ઠીક-ઠીક લાંબો અને માર્ગમાં બહારવટિયાનો ભય પણ ખરો. શેઠને થયું કે જાનમાં જીવા પગીને સાથે લીધા હોય તો પછી કશીય વાતનો ડર રહે નહીં. હીરા શેઠને અને જીવા પગીને વર્ષોની મહોબત. પાંત્રીસ વર્ષથી ખાતુંપતરું ચાલે. દીકરા-દીકરીઓનાં ટાણાં આવ્યાં, પણ રંગેચંગે પતી ગયાં. રૂડો મોતીની માળા @ ૨૦ Page #22 -------------------------------------------------------------------------- ________________ પ્રતાપ હીરા શેઠનો. એવા હીરા શેઠને જીવા પગીથી કાંઈ ના પડાય ? જીવો પગી કહે, “તમારી વાત તો ખરી. જાનમાં તમારી ભેગો હોઉં તો પછી પાસે કોઈ ચર્લયુંય ફરકે એ વાતમાં માલ નહીં. પણ શેઠ, મારું જરા દુઃખ છે. મને થોડી કુટેવ છે.” હીરા શેઠ, “મને કહો, હું ક્યાં પારકો છું ?” “રોજ હોકાની પાશેર તમાકુ જોઈએ અને અર્ધો તોલો અફીણ જોઈએ.” હીરા શેઠ કહે, “એમાં શી મોટી મામલત છે? બોલો, બીજું કાંઈ ?” જીવો પગી કહે, “જુઓ શેઠ, તમારે રખવાળું કરવા જીવા પગીને લઈ જવો છે. મારે એક સુવાંગ (આખું) ગાડું જોઈએ.” એય આપશું !” ને મારું ગાડું સહુથી છેલ્લું રહેશે. આખી જાન ઉપર તો જ મારી નજર રહે.” “એ તો બહુ સારું.” જીવો પગી કહે, ચાલતાં મારે હોકો પીવા જોઈએ.” શેઠ કહે, “તે અમને શો વાંધો છે ?” જીવો પગી જાનમાં જવા નીકળ્યા. ગાડાં હંકાર્યા, જાનનાં પચીસ ગાડાંમાં છેલ્લું ગાડું પગીનું. અંદર બે ગાદલાં નાખ્યાં હતાં. પગી એના પર પગ ઉપર પગ ચડાવીને બેઠા. હાથમાં હોકો રાખ્યો. બાજુમાં કસુંબો ઘૂંટવાની ખરલ લીધી. પચીસ ગાડાંની હેડ્ય ઘુઘરમાળ રણકાવતી વહી જાય. જાનડિયોએ ગાણાં ઉપાડ્યાં. પગી ભેગા હતા એટલે આમ નહીં આવનારાં એવાંય બે-ચાર જણાં જાનમાં આવ્યાં. વગડો ગાજી રહ્યો. ૨૧ © હું જીવો પગી Page #23 -------------------------------------------------------------------------- ________________ એવામાં પડકારો થયો, “ગાડાં થોભાવો.” બે બહારવટિયા ઘોડેસવારોએ વગડામાં જાનને રોકી અને ગાડાખેડુને કહ્યું : “જીવ વહાલો હોય તો ગાડાં છોડો ઝટ.” હીરા શેઠ ફફડી ઊઠવા. આગળથી ઠેઠ પાછળ જાવા પત્ની પાસે દોડ્યા. હાંફળા-ફાંળા આવીને બોલ્યા : “અરે પગી ! બે ઘોડેસવાર બહારવટિયા આવ્યા છે. એ કહે છે કે ગાડાં છોડો.’ જીવા પગી મુછે હાથ દઈને બોલ્યા : “એ બિચારાઓને ખબર નહીં હોય કે જીવા પગી સાથે છે અને જાનનું રખોપું એમનું છે. શેઠ ! મરવાના થયા લાગે છે એ ! ઘો મરવાની થાય ત્યારે વાઘરીવાડે જાય. ચાલો, હું જ આવું.” જીવા પગીએ ખભે બંદૂક ચડાવી. મૂછોના કાતરા આંબળ્યા. ગાડામાંથી નીચે ઊતર્યા. ધીરેધીરે છેક બહારવટિયા પાસે પહોંચ્યા અને બોલ્યા : “ક્રમ અલ્યા, મરવાના થયા લાગો છો ?” લૂંટારા કહે, “મરવાના હઈશું તો મરશું. માથા સાટે માલ ખવાય. વાટ ટૂંકી કરો. ગાડાં છોડો " જીવા પગીએ શેઠ તરફ ફરીને કહ્યું, “હા શેઠ, છોડો ગાડાં. બીશો મા. જોઈએ તો ખરા કે ભડના દીકરા કરે છે શું ? એક-એકને વાઢીને સહસ્ર કટકા ન કરું તો મારું નામ જીવો પગી નહીં, શેઠ ! એ કહે છે તો છોડો ગાડાં." ગાડાંખેડુએ ગાડાં છોડવાં. બહારવટિયા જબરા અને જોરવાળા હતા. તરત જ બોલ્યા, “ચાલો હવે, માલ હોય એ કાઢી નાખો.” ગભરાયેલા શેઠે આશાની મીટ માંડતાં જીવા પગીને કહ્યું, “પગી, આ તો માલ કાઢવાનું કહે છે." જીવો પગી કહે, “તે આપણે કાંઈ ચોરીનો માલ થોડો લઈ જઈએ છીએ! મોતીની માળા © ૨૨ Page #24 -------------------------------------------------------------------------- ________________ Cas જીવો પગી કહે : ‘એક-એકને વાઢીને સહસ્ર કટકા ન કરું તો મારું નામ જીવો પગી નહીં, શેઠ !' કાઢી આપો માલ. ભલે એય જુએ કે કેટલો બધો માલ આપણે એમની આંખમાં ૨૩ © હું જીવો પગી Page #25 -------------------------------------------------------------------------- ________________ ધૂળ નાખીને લઈ જઈએ છીએ. બાકી હું જીવો પગી. એની એમને ખબર નથી. ચીરીને મરચાં ન ભરું તો મારું નામ જીવો પગી નહીં. અલ્યા. હજી સમજો ને, ઊભી પૂંછડીએ ભાગવા માંડો, હું જીવો પગી, હીં.” “હવે ભલે તું જીવો પગી રહ્યો, પહેલાં માલ કાઢી નાખ નં.” જીવો પગી કહે, “કાઢો માલ, શેઠ. ભલે બાપડા જોઈ લે અને આંખો ઠારે ! બાકી હાથ અડાડે એમાં માલ શો ?o માલ કાઢ્યો. બહાર ઢગલો થયો. બહારવટિયા તો કીમતી માલ ભેગો કરીને પોટલું બાંધવા લાગ્યા. આ જોઈને હીરા શેઠે કહ્યું, “પગી ! આ તો માલ બાંધે છે.” “તે ભલેને બાંધે; આપણે બાંધવો ટો, બાકી એ લઈને અહીંથી એક ડગલું આગળ ભરી શકે એ વાતમાં માલ શો ? હું જીવો પગી. એક-એકના અઢાર-અઢાર કટકા થવાના છે. એકે ઓછો નહીં, ઘણા ભેટ્યા હશે, પણ જો પગી ભેટ્યો નહીં હોય !” બહારવટિયા પોટલું બાંધીને ઘોડે ચડવા માંડ્યા. શેઠ કહે, “પગી, આ તો માલ લઈને ઘોડે ચઢવા માંડ્યા !” “તે ભલેને ચડે, ભલેને બાપડા બે ઘડી મો માણે, બાકી એનું ઘોડું એક ડગલુંય આગળ વધે તો એના ચારેચાર ટાંટિયા જુદા સમજો. બાપડા પછી જીવા પગીના પગ ચાટશે. અલ્યા, ટૂંકમાં સમજો. હું જીવો પગી.” બહારવટિયાઓએ ઘોડા હાંકી મૂક્યા. શેઠ કહે, “પગી, ઘોડા તો ગયા.’’ પગી કહે, “હા શેઠ. માળા ભારે બહાદુર, હોં. જરાય ડર્યા કે રોકાયા જ નહીં ને ! બાકી હીરા શેઠ ! આપણો સંબંધ આજકાલનો નથી. સાચું કહેજો મેં એમને બિવડાવવામાં કંઈ બાકી રાખી છે ! પણ છાતીવાળા ખરા હોં. જરાય ડર્યા જ નહીં ને !” મોતીની માળા © ૨૪ Page #26 -------------------------------------------------------------------------- ________________ તુમારશાહી ભુજના નગરશેઠ. ભારે મોભાદાર માણસ. એમને ઘેર લગ્ન આવ્યાં. એકના એક પુત્રનાં લગ્ન, એટલે પછી પૂછવું જ શું ? ખૂબ ધામધૂમથી તૈયારી કરી. નગરશેઠે મનમાં વિચાર્યું કે બૅન્ડ હોય તો ભારે મજા આવે. પુત્રના વરઘોડાનો રંગ રહી જાય. ભુજમાં માત્ર રાજ પાસે જ બૅન્ડ. આથી એમણે રાજને અરજી કરી. વિનંતી કરી : “એકના એક પુત્રનાં લગન છે. જીવનનો પહેલો અને છેલ્લો મોટો પ્રસંગ છે. રાજ જો બૅન્ડ આપશે તો ભારે આભારી થઈશ.” રાજને અરજી મળી. રાજની રીતે કામ ચાલ્યું. અરજી વંચાતી ગઈ, વિચાર થતો ગયો. આખરે ધીરેધીરે છેક રાજવી પાસે આવી. નગરશેઠની અરજી હોય ને રાજવી ના પાડે ? એમણે અરજી મંજૂર કરી. રાજનાં બૅન્ડ તો નગરશેઠના બારણે આવીને ઊભાં. નગરશેઠના ઘેર ફળિયામાં માંડવો રોપાયો હતો. અંદર મંગળ ગીતો ૨૫ © તુમારશાહી Page #27 -------------------------------------------------------------------------- ________________ ગવાતાં હતાં. બ્રાહ્મણ ગોર અબોટિયું પહેરીને અહીં-તહીં હરફર કરતા હતા. બૅન્ડવાળાને થયું કે વાહ, અવસર અપૂર્વ જામ્યો છે, એમણે તો ધીર્મધીમે વાજાં વગાડવા માંડ્યાં. અંદર રહેલાં સહુ કોઈના આશ્ચર્યનો પાર ન રહ્યો. અત્યારે વળી બૅન્ક ક્યાંથી ? દોડતા-દોડતા નગરશેઠ બહાર આવ્યા. મનમાં મોટી મૂંઝવણ ચાલે. એમણે બૅન્ડવાળાને પૂછ્યું, “અરે ભાઈ, આ છે શું ?" બૅન્ડવાળાએ જવાબ આપ્યો, “શેઠજી ! આપે રાજ પાસે બૅન્ડની માંગણી કરી હતી, તે મુજબ રાજનાં બૅન્ડ આવી ગયાં છે.” નગરશેઠે કહ્યું : “અરે ભાઈ, મેં મારા પુત્રના વરઘોડા વખતે રાજનાં બંન્ડની અરજી કરી હતી. આજે તો મારે ત્યાં મારી પુત્રવધુના સીમંતનો અવસર છે !” મોતીની માળા © ૨૬ Page #28 -------------------------------------------------------------------------- ________________ જ્યારે નવવા પડ્યા ) | T ગયા? સૌરાષ્ટ્રમાં અનેક રજવાડાં. એ રજવાડાના એક બાપુ. બાપુને કામસર ગોરાસાહેબે બોલાવ્યા. એ સમયે એક ગોરોસાહેબ રજવાડાં પર નજર રાખે. એ પોલિટિકલ એજન્ટ કહેવાય. રાજકોટમાં રહે. બાપુનું કામ થોડું હતું, બે દિવસમાં પતી ગયું. પણ ઉતારો ગોરાસાહેબના મહેલમાં હતો. બાપુને તો ભારે મજા આવી. ત્યાં જ રોકાઈ ગયા. ગોરાસાહેબને એક બીજા બાપુનું કામ પડ્યું. એમને બોલાવ્યા અને ઉતારો આપવા માટે નોકરને કહ્યું. નોકર કહે : “ઉતારો ખાલી નથી, સાહેબ ! રોજ કાના બાપુ હજી એમાં જ છે.” ગોરોસાહેબ તપી ગયો. એ બોલ્યો : “ઓહ, હજી બાપુ ગયા નથી ? બોલાવો એમને અબી ને અબી.” ૨૭ © ક્યારે નવરા પડ્યા ને ન ગયા ? Page #29 -------------------------------------------------------------------------- ________________ રોજ કાના બાપુ હાજર થયા. ગોરાસાહેબને નમીને-લળીને સલામ ભરી. ગોરાએ લાલ આંખો કરીને કહ્યું, ઓહ હાઇનેસ (નામદાર રાજાજી) ! હજી તમે ગયા નથી ? અહીંયાં કરો છો શું ?” બાપુ કહે, “સાહેબ, આમ તો અમે સહેજે રોકાઈએ એવા નથી, પણ હજી નવરા પડ્યા નથી, ને ગયા નથી.” ગોરોસાહેબ કહે, “તમારું કામ તો ક્યારનું પતી ગયું છે !” બાપુ કહે, “વાત એમ નથી. જુઓ, રાજકોટથી રોજ કા જતી ગાડીના ફક્ત છ ટેમ (સમય) છે. એમાં પહેલા “ટેમની ગાડી તો અમે ઊઠીએ ત્યાં હાલતી થાય છે. અમે સૂર્યવંશી. સાડાઆઠે ઊઠીએ. કસુંબાપાણી કરીએ. હોકાપાણી થાય. એમાં ઝાઝો વખત લાગે અને ગોરાની ગાડી કંઈ થોડી અમારી અદબ રાખે છે ?” સાહેબ કહે, “અચ્છા, એ પછી તો પાંચ ગાડી રહી.” બાપુ કહે, “નામદાર, પહેલી ગાડી જાય તે પછી કારભારીને અમે સખત તાકીદ આપી રાખીએ છીએ. જમવા બેઠા હોઈએ, બટકાંવાળી (આગ્રહની રીત) ચાલતી હોય, એમાં વખત વીતી જાય. કારભારી કહું કહું કરતો રહે ને વેરવણ ગાડી વહી જાય.” ગોરોસાહેબ કહે, “પછી પણ ચાર ગાડીઓ છે.” બાપુ કહે, “જમ્યા એટલે પથારીમાં. મારીને ભાગી જવું; ખાઈને સૂઈ જવું. અમારા વડવાઓનો આ નિયમ. ઊંઘતા હોઈએ ને ગાડી ગોન ટુ ! કહો, હવે તો ચાર આંખની શરમ કોણ રાખે છે ! ગાડીને બાપુનીય શરમ ક્યાં અડે છે ?” સાહેબને મજા પડી. એ બોલ્યા, “પછી?” બાપુ કહે, “હવે રોંઢા વેળા, થોડું કટકબટક. ઉપર ચા-પાણી ને હોકો. હોકામાં આપ નામદાર કંઈ ન જાણો. ભારતનું એ અમૃત છે. એના માટે તો મોતીની માળા ૨૮ Page #30 -------------------------------------------------------------------------- ________________ બાપુ કહે : “ફરીને આપને સલામ કરવા જઉં, તો ખબર પડી કે આ તો પલંગ પરથી નીચે ગબડી પડ્યા.' આવી એક નહીં, પણ હજાર ગાડીઓ ડૂલ. હજૂર, હોકો જામતાં વાર લાગે, ૨૯ © ક્યારે નવરા પડ્યા ને ન ગયા ? Page #31 -------------------------------------------------------------------------- ________________ ને જામ્યા વગર ‘ટેસ’ ન આવે. આ એમાં ગાડી ઘૂમંતર.” ન સાહેબ કહે, “પછી " બાપુ કહે, “રાત થાય. વાળુ ચણું થાય. મંદિરમાં આરતી થાય. આરતી ટાણે ગામતરે ન જવાય. ને બરાબર આરતી ટાણે આ અળવીતર અગનગાડી પાવો વગાડે.” સાહેબ કહે, “પછી " બાપુ કહે, “છેલ્લી ગાડી કાળી રાતે હાલે. અમને મધરાતે માંડ ઊંઘ ચડે અને ઊંધમાંય સાહેબ, અમને અમારી રીત પ્રમાણે જાણે અમે રવાના થવા માગતા હોઈએ અને આપ આગ્રહથી અમારાં પોટકાં ગાડીમાંથી ઊતરાવી લેતા હો તેવું લાગે અને ફરી આપને સલામ કરવા જઉં, ત્યારે ખબર પડે કે આ તો પલંગ પરથી નીચે દડી પડ્યા. આપ નામદાર જ ન્યાય કરજો કે અમે ક્યારે નવરા પડ્યા ને ન 'ગ્યા !” ગોરાસાહેબ હસી પડ્યા અને તરત જ બાપુને સ્ટેશન પર પહોંચાડવાની વ્યવસ્થા કરી. મોતીની માળા © ૩૦ Page #32 -------------------------------------------------------------------------- ________________ પીડા પગે વળગી છે 9 ધોરાજીના પરસોત્તમ શેઠ. ભારે મૂજી, પણ પારકા ઘેર જાય ત્યારે કશું બાકી રાખે નહીં. જ્યારે-જ્યારે બહારગામ જાય, ત્યારે-ત્યારે કોઈ ને કોઈ ઓળખીતાને ઘેર ઊતરે. જ્યાં ઊતરે ત્યાં વાત-વાતમાં કહે, “માળું, એક તો આ શરીર છે ખરાબ અને એમાં વૈદ મળ્યો છે માથાનો. આથી કેટલીક કુટેવ પડી ગઈ છે. એને ખબર ન પડે કે આપણે ગામતરે જવું પડે, ઓળખીતા-પારખીતાને ઘેર ઊતરવું પડે. ત્યાં કોણ જાણે કેવું હોય ? નકામા કોઈક ઘેર જઈને ભારે પડીએ ને ?” આટલી વાત થાય એટલે યજમાનને સહેજે વિવેક તો કરવો પડે. યજમાન એમને પોતાના ઘેર રહેવાનો આગ્રહ કરે. એમની ટેવ વિશે પૂછે. પરસોત્તમ શેઠ આંગળી મળતાં જ પહોંચો પકડી લે અને કહે : “માળી સવારમાં દૂધ પીવાની મને આદત. વૈદે કહ્યું છે કે દૂધ જ પીવું. થોડી સાકર નાખવી ને થોડી એલાયચી ! બદામ નહીં હોય તો ચાલશે. બપોરે શાક જોઈએ. આંતરડાની જરા ફરિયાદ, ને માળો વૈદ છે ભારે. જુઓ ! સાંજે મારે માટે ઝાઝી લપ ન કરવી. વૈદ તો ભલે કહે, પણ તમતમારે બાજરાના ૩૧ ૭ પીડા પગે વળગી છે Page #33 -------------------------------------------------------------------------- ________________ રોટલા અને દૂધ જ કરજો ને !” આમ પરસોત્તમભાઈને વૈદ્ય ઠીક ફળ્યા હતા અને યજમાન પણ મહેમાનની તબિયત જાળવે. પરસોત્તમભાઈને વારંવાર જેતપુર જવાનું થાય. જ્યારે જેતપુર જાય, ત્યારે કામદારને ત્યાં ઊતરે. કામદારને ત્યાં ન ઊતરે, તો પછી કામદારને ખોટું લાગે ને ! ધોરાજી ગામ મોટું તો ખરું, પણ એનો વેપાર બધા ગામના વેપારીઓનો જ. આ વેપારીઓ જેતપુર અને રાજકોટ જેવા શહેરમાંથી ચીજવસ્તુ લાવે અને આસપાસનાં ગામડાંમાં વેચે. આથી ધોરાજી માટે બહારનો જેટલો જાવરો, એના ચોથા ભાગનોય આવરો નહીં. ધોરાજીવાળાને જેતપુરમાં ઘણાં કામ નીકળે. જેતપુરવાળાને ધોરાજીમાં તો ક્યારેક જ કામ નીકળી આવે. આથી પરસોત્તમભાઈનો ઉંબરો મહેમાનોથી ઘસાયેલો નહીં, પણ પોતે તો છાશવારે પારકે પાટલે પહોળા થાય ખરા. એમાં એક દિવસ ભગવાનનું કરવું તે જેતપુરવાળા પરસોત્તમભાઈના યજમાન કામદારને ધોરાજીનું કામ નીકળ્યું. એમણે પરસોત્તમભાઈને કાગળ લખ્યો. પરસોત્તમભાઈ મૂંઝાયા. પોતાની ઘરવાળીને કહે : “ઓલ્યો, જેતપરવાળો કામદાર અહીં ટળવાનો છે. નકામી પાંચ રૂપિયાની ઉઠાડશે.” ઘરવાળીનેય આ વિધાન વાજબી લાગ્યું. પરસોત્તમભાઈ વારંવાર ઘરવાળીને એક જ ગૃહજ્ઞાન આપતા : ‘હાડકાં ભાંગ્યાં સાજો થાય, પણ કાંઈ રૂપિયો ભાંગ્યો સાજો થાય?’ આ ગુરુજ્ઞાનની છાયામાં ઊછરેલી ઘરવાળીને પાંચ રૂપિયાનું ખર્ચ પણ માથાના ઘા જેવું લાગ્યું. પરસોત્તમભાઈ કહે, “હવે એને ઘેર જઈને મહેમાનગતિ માણી આવીએ છીએ, તે અહીં આવીને મહેમાનગતિ માણ્યા વગર થોડો રહેશે ?” - પરસોત્તમભાઈ અને એમનાં પત્નીને લાગ્યું કે મહેમાન આવીને નકામો ખર્ચો કરાવે એ તો પોસાય જ નહીં, માટે કંઈક પેચ કરવો જોઈએ. મોતીની માળા @ ૭૨ Page #34 -------------------------------------------------------------------------- ________________ બહુ વિચાર કરીને પરસોત્તમભાઈએ એક યુક્તિ શોધી કાઢી. મહેમાન જે ગાડીમાં આવવાના હતા, એ ગાડી આવવાના સમયે જ પરસોત્તમભાઈ ખાટલો ઢાળીને, માથે ગોદડું ઓઢીને હૂહૂકારા કરવા માંડે. ઘરવાળી એમના પગ દાબે. મહેમાન આવે એટલે ઘરવાળીએ થોડી વાર પગ દાબવા અને પછી ઊભા થઈને કહેવું કે, “લ્યો ! વૈદને બોલાવવા જાઉં છું. વૈદ પણ માળો કોઈક એવો આડાઈનો મળ્યો છે કે એને વળી બોલાવવા જવું પડે. એમ ને એમ ના આવે.” આમ કહીને ઘરવાળીએ વૈદને બોલાવવા જવાને બહાને ઘરમાંથી નીકળી જવું. પરસોત્તમભાઈએ ગોદડું ઓઢીને અંદરથી “વોય રે ! માડી રે !” એમ કહીને હૂહૂકારા બોલાવવા. પછી રસોઈ તો કરી ન હોય, ઘરમાં ઘરવાળી ન હોય, પરસોત્તમભાઈ ગોદડામાં મોં ઘાલીને હૂહૂકારા કરતા હોય પછી મહેમાન કેટલો વખત રહેશે? એ પણ કામ લઈને આવ્યો હશે, તે ભૂખ્યો ક્યાં સુધી સૂંઠવાઈ રહેશે ? આમ ના કહી એવું કહેવાય નહીં. મહેમાનગતિ ના કરી એમ ગણાય નહીં અને બારોબાર ટાઢે પાણીએ ખસ જાય. ગાડીમાંથી ઊતરીને કામદાર પરસોત્તમભાઈને ઘેર આવ્યા. જુએ તો પરસાળમાં ખાટલો ઢાળ્યો છે. માથે બે ગોદડાં ઓઢીને પરસોત્તમભાઈ હકારા કરે છે. એમની ઘરવાળી પગ દાબે છે. કામદારને થયું કે ભારે થઈ છે ! એમણે આતુરતાથી પૂછયું, “શું થયું છે પરસોત્તમભાઈને ?” “કોણ જાણે ?” ઘરવાળીએ ભારે દયામણું મોટું કરીને આંખમાંથી આંસુ પાડતાં કહ્યું, “બસ, આ કલાકથી ગોટો વળીને પડ્યા છે અને તાવ તો સમાતો નથી. જોરજોરથી ચીસો પાડ્યા કરે છે, લ્યો, તમે બેસજો, હોં. હું વૈદને અબઘડી બોલાવી લાવું છું.” આમ ઘરવાળી તો ગઈ. સમય પસાર થવા લાગ્યો. બિચારા કામદારને એમ કે પરસોત્તમભાઈ સાચોસાચ અચાનક માંદા પડ્યા છે અને આપણે વળી ૩૩ @ પીડા પગે વળગી છે Page #35 -------------------------------------------------------------------------- ________________ કામદાર તો પગ દબાવવા બેસી ગયા - ઘરવાળીની જેમ અને એની જ જગ્યાએ સંજોગોવશાતુ અહીં આવી ગયા છીએ. માટે લાવ, થોડી સેવા કરીએ. મોતીની માળા @ ૩૪ Page #36 -------------------------------------------------------------------------- ________________ આમ વિચારીને કામદાર તો પગ દબાવવા બેસી ગયા - ઘરવાળીની જેમ અને એની જગ્યાએ. પા કલાક ગયો. અર્ધો કલાક ગયો. એક કલાક વીતી ગયો, પણ ઘરવાળી કંઈ પાછી આવી નહીં અને કામદાર તો એની જગ્યાએ પરસોત્તમભાઈના પગ દબાવવા બેસી ગયા હતા. કલાક થઈ ગયો એટલે પરસોત્તમભાઈએ ધાર્યું કે લપ ગઈ છે. એમણે મોઢા પરનું ગોદડું સહેજ ઊંચું કરીને પોતાની ઘરવાળીના નામથી પૂછયું : “એલી એ, કાં પછી પીડા ગઈ ?” કામદાર ચતુર માણસ. આખી વાત સમજી ગયા. એમણે કહ્યું : ના, પરસોત્તમભાઈ ! પીડા તો પગે વળગી છે.” ૩૫ @ પીડા પગે વળગી છે Page #37 -------------------------------------------------------------------------- ________________ Sી કલ્યાણરાય છે કે કહેતા હતા સૌરાષ્ટ્રની રાજકીય તવારીખમાં શ્રી કલ્યાણરાય જેઠાભાઈ બક્ષીનું નામ ઘણું મોટું અને ઊંચું. ઈસુની વીસમી સદીના આરંભકાળના એ સમર્થ રાજપુરુષ. ભારે દૂરંદેશી અને એટલા જ ખુશમિજાજી. કેટલીય ખુશમિજાજી કથાઓ એમના નામ સાથે સંકળાયેલી છે. કલ્યાણરાયભાઈના નામ સાથે જોડાયેલી આવી એક આ કથા છે. એમ કહેવાય છે કે શ્રી શ્યામજી કૃષ્ણવર્માએ જૂનાગઢની દીવાનગીરી છોડી ત્યારે એ જગ્યા કલ્યાણરાયભાઈને આપવાનો નવાબસાહેબે મનસૂબો કર્યો. જવાબમાં કલ્યાણરાયભાઈએ કહ્યું, “હજૂર ! મને માફ કરો. મારી પાસે કોઈ ફરિયાદ આવે અને હું એનાં આંસુ લૂછી ન શકું તો મારી દીવાનગીરી સાવ નકામી ગણાય એમ હું માનું છું.” પણ તમતમારે આંસુ લૂછજો ને ! કોણ ના પાડે છે?” “હજૂર ! એ તો ઠીક, પણ મને એક વાત યાદ આવે છે.” મોતીની માળા @ ૩૬ Page #38 -------------------------------------------------------------------------- ________________ “કઈ વાત ?” નવાબે પૂછયું. અને “કલ્યાણરાય કહેતા હતા' એવી પ્રસ્તાવનાથી શરૂ થતી એમણે નવાબને કહેલી વાત આ પ્રમાણે છે : દેશી રજવાડાના સમયની એક કથા સમાજમાં વહેતી મળે છે. પ્રોફેસર રામમૂર્તિ. પોતાના જમાનાના સૌથી શ્રેષ્ઠ તાકાતવીર. તેઓ અંગબળના અનેક ખેલો કરે. આમાં એક ખેલ એવો કરતા કે એક લીંબુ લાવે. એને હાથીના પગ નીચે દબાવે. પછી પોતે એ લીંબુનાં છાલછોતરાં હાથમાં લઈને અસાધારણ બળ વાપરીને રસનું એકાદ ટીપું બહાર કાઢતા. તેઓ પડકાર ફેંકતા કે હવે આ લીંબુમાંથી કોઈ પણ માણસ પોતાનાં આંગળાં ભીનાં થાય, એટલો રસ કાઢી શકે, તો એને એકસો રૂપિયા ઇનામ. પહેલાં તો હાથીને પગે ઘુંઘું હોય, ત્યાર બાદ રામમૂર્તિએ પોતાની તમામ તાકાતથી એમાંથી એક ટીપા જેટલો રસ કાઢ્યો હોય, પછી એમાં હોય શું ? એક-બે પહેલવાનોએ આ પડકાર ઝીલવા પ્રયાસ કરી જોયો, પણ એમાં સફળતા કોને મળે ? એટલે પછી તો કોઈ આ ઇનામ લેવા ઊભું થતું નહીં. એક વાર રામમૂર્તિ જૂનાગઢમાં આવ્યા. તેમણે આ ખેલ કર્યો અને અંતે પડકાર ફેંકતાં ઇનામની જાહેરાત કરી. તરત જ એક દૂબળો-પાતળો, અડધા માંદા જેવો માણસ ઊભો થયો. એણે રામમૂર્તિના હાથમાંથી લીંબુ લીધું. એને નિચોવ્યું. એમાંથી એક નહીં, પણ દશ-બાર ટીપાં રસ બહાર કાઢી બતાવ્યો. પ્રો. રામમૂર્તિ તો સાચોસાચ દિમૂઢ બની ગયા. આ દૂબળો-પાતળો, માંદલો, ફૂંક મારતાં ઊડી જાય એવો માણસ, આટલો પહેલવાન ! પહેલવાન રામમૂર્તિએ બહુ જ વિનયપૂર્વક પ્રણામ કર્યા ને એ બોલ્યા, ૩૭ © કલ્યાણરાવ કહેતા હતા Page #39 -------------------------------------------------------------------------- ________________ પ્રો. રામમૂર્તિ દિમૂઢ બનીને દૂબળા-પાતળા માણસને જોઈ રહ્યા ! માફ કરજો. આટલાં વર્ષના મારા અનુભવમાં તમારા જેવો તાકાતવાન પહેલવાન મેં બીજો જોયો નથી. આપ કોણ છો એ કહેશો ?” ઇનામવિજેતાએ કહ્યું, “જૂનાગઢ રાજ્યનો દીવાન છું.” મોતીની માળા છ ૩૮ Page #40 -------------------------------------------------------------------------- ________________ પાછા સામે પૈસા એક બ્રાહ્મણ, ભારે દરિદ્ર. ગામડાગામમાં રહે અને રોજ સવારે ‘નારાયણ’ પ્રસન્ન કરવા ભિક્ષા માગવા જાય. એને રોજ જારનો લોટ મળે. જારના રોટલા ખાઈ ખાઈને એ ખૂબ કંટાળી ગયો. એક દિવસ બ્રાહ્મણે વિચાર કર્યો, “લાવને, બે-ચાર દિવસ જમાઈને ત્યાં જઈ આવું. શરમા-શરમેય કંઈક મહેમાનગતિ તો કરશે જ ને ! બે-ચાર દિવસ તો આ જારના રોટલાનું મોં ભાળવું મટે.” એક દિવસ સવારના પહોરમાં બ્રાહ્મણ જમાઈના ગામ તરફ જવા નીકળ્યો. જમવા ટાણે પહોંચવાની એની ગણતરી હતી. જમાઈની સ્થિતિ સારી એટલે એને ત્યાં રોજના સાદા જમણમાં પણ છેવટે ઘઉંની રોટલી તો હોય જ. આ તરફ જમાઈને ત્યાં એવું બન્યું કે ગામમાં ઉપરાઉપરી લગ્નગાળો ગયો હતો. એ રોજ-રોજ મિષ્ટાન્ન ખાઈને કંટાળી ગયેલો. એણે એ જ દિવસે સવારે એની પત્નીને કહ્યું, ૩૯ © પાછા સામે ને સામે Page #41 -------------------------------------------------------------------------- ________________ “રોજ ગળ્યું ખાઈને હવે તો કંટાળો આવે છે. મોં સાવ ભાંગી ગયું છે. બસ, આજ તો જારના રોટલા કરો.” બરાબર ભોજનના સમયે પેલો બ્રાહ્મણ જમાઈને ત્યાં પહોંચ્યો. જમાઈએ એનો સત્કાર કર્યો. જમવાની વેળા હતી એટલે તરત જ ભોજન કરવા બેઠા. થાળીમાં જારના રોટલા ! બ્રાહ્મણ એકદમ ઊભો થઈ ગયો અને કારના રોટલાને એણે સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કર્યા. “હે મારા બાપ !” બ્રાહ્મણે બે હાથ જોડતાં કહ્યું, “હું તો જાણે સવારે ઘેરથી નીકળ્યો હતો, પણ તમે ક્યારે નીકળ્યા હતા કે અહીં પાછા સામે ને સામે !” મોતીની માળા છ ૪૦ Page #42 -------------------------------------------------------------------------- ________________ મોટો | વિચાર G વખતચંદ શેઠ. ઘેર ઘોડી હજારની. એ આખા મલકમાં પંકાય. પાંચાળમાં પ્રવાસ કરવાનો થયો. થોડી ઉઘરાણીએ જવાનું થયું. એક તો ઘોડી કીમતી. એમાં વળી કંઈક ઉઘરાણી પાકે તો જોખમ વધે. એ દૃષ્ટિએ સાથે એક ચોકીદાર લીધો. રકમ પણ સચવાય અને ઘોડીય જળવાય. ચોકીદારનું નામ રમજુમિયાં. રમજુમિયાં ખૂબ ખબરદાર ગણાય. બંને જણા આનંદ કરતા-કરતા આગળ વધ્યા. વચ્ચે ચોરોનું ગામ આવ્યું. રાતવાસો ત્યાં કરવો પડે તેમ હતું. એક ધર્મશાળામાં ઉતારો કર્યો. રાત્રે સૂતી વખતે શેઠ કહે, ‘રમજુભાઈ, સંભાળજો હોં. આ ગામ ચોરનું છે અને આપણી ઘોડી છે કીમતી. માટે બરાબર જાગતા રહેજો. કોઈ લઈ જાય નહીં.” રમજુમિયાં કહે, “અરે શેઠ, આપ નચિંત રહેજો , બેફિકર બનીને સૂઈ જજો. મેં સિપાઈ બચ્ચા હું.” ૪૧ @ મોટો વિચાર Page #43 -------------------------------------------------------------------------- ________________ શેઠ સૂતા ખરા, પણ બહાર હજાર રૂપિયાની ઘોડી બાંધેલી, તે ઊંઘ શેની આવે ? પહેલા પહોરના છેડે શેઠ જાગ્યા. ઓરડીનું બારણું ઉઘાડીને બહાર નીકળ્યા. ખોંખારો ખાધો. રમજુમિયાંએ સામે ખોંખારો ખાધો. શેઠે પૂછયું, “કેમ ચોકીદાર ! જાગો છો કે ?” “જી સાહેબ !” ચોકીદારે જવાબ આપ્યો. “શું કરો છો ?” “વિચાર કરું છું. બહુ મોટો વિચાર છે.” “એવડો તે મોટો શો વિચાર છે ?” રમજુમિયાં કહે, “શેઠ, જાગતાં-જાગતાં મન વિચારે ચડ્યું છે. મને એક એવો વિચાર આવે છે કે ખુદાતાલાએ કેવું સપાટ આસમાન બનાવ્યું છે ! નહીં ખાડો, નહીં ખડિયો. ભલા, એણે કેવી રીતે રંધો માર્યો હશે ? અને આસમાનનો પડેલો છો બધો ક્યાં નાખ્યો હશે ?” શેઠને થયું કે વિચાર તો ઘણો મોટો છે. તરતમાં એનો તાગ આવે એમ નથી એટલે એ નિરાંતે સૂતા. શેઠની ઊંઘ બરાબર જામે નહીં. બીજા પહોરે ઊઠીને બહાર આવ્યા. ખોંખારો ખાધો. રમજુમિયાંએ ખોંખારાનો જવાબ ખોંખારાથી આપ્યો. શેઠ કહે, “ક્યું, ચોકીદારજી ?” “જી. વિચાર કરું છું.” “શેનો ?” રમજુમિયાં કહે, “શેઠ, એક લાખનો એક વિચાર છે. આ મને એમ થાય છે કે માલિકે આટલા મોટા દરિયા બનાવ્યા તો એટલા મોટા ખાડામાંથી માટી કેટલી નીકળી હશે ? ને એ બધી માટી ક્યાં નાખી હશે ?” મોતીની માળા છ ૪૨ Page #44 -------------------------------------------------------------------------- ________________ રમજુમિયાં કહે, “શેઠ, ઘોડીને તો ચોર ઉઠાવી ગયા. પણ હવે વિચારું છું કે એનું જીન કોણ ઉપાડશે ? તમે કે હું ?” શેઠે જાણ્યું કે આ વિચાર પણ મોટો છે અને તરતમાં પૂરો થાય એમ નથી એટલે એ ફરી સૂતા. ૪૩ @ મોટો વિચાર Page #45 -------------------------------------------------------------------------- ________________ ત્રીજા પહોરે શેઠની આંખ મીંચાઈ ગઈ. ચોથા પહોરે ઝબકીને જાગ્યા અને ઓરડામાંથી બહાર આવ્યા. રમજુમિયાં જાગે. ખોંખારાનો જવાબ ખોંખારાથી વાળ્યો. શેઠે પૂછ્યું, “શું ચાલે છે, ચોકીદારજી ?” “જી સાહેબ, વિચાર કરું છું.” “શો ?” “બહુ મોટો વિચાર છે.” “શો ?” “શેઠ, વાત એમ બની કે ત્રીજા પહોરે મને જરા ઝોકું આવી ગયું. ચોર પણ અલ્લાએ શું કરાફાત બનાવ્યા છે ! લોકો રમકડાંને ખિસ્સામાં નાખીને ચાલ્યા જાય એમ ઘોડીને તો ચોર ઉઠાવી ગયા. પણ હવે વિચારું છું કે એનું જીન કોણ ઉપાડશે ? તમે કે હું ?” મોતીની માળા @ ૪૪ Page #46 -------------------------------------------------------------------------- ________________ નવાબનો નોકર ૧૦ એક રાજના નવાબ. ફરતા-ફરતા જઈ ચઢવા શાકબજારમાં ! કાછિયા કુરનિસ બજાવવા લાગ્યા. નવાબ કહે, “અમે શાકને અસલી રૂપમાં જોયાં નથી. રસોઇયા તો એને કંઈનું કંઈ રૂપ આપી દે છે ! અચ્છા, ચલો દિખાઓ !” “હજૂર ! આ ભીંડો !” “વાહ, વાહ !'' “હજૂર ! આ તૂરિયાં !” “બહુત ખૂબ !” ભાત-ભાતનાં શાકનાં અસલ રૂપ જોઈને નવાબ તો અજાયબીમાં ગરકાવ થઈ ગયા. એમાંય રીંગણાં જોઈને નવાબે વજી૨ને કહ્યું, ૪૫ ૭ નવાબનો નોકર Page #47 -------------------------------------------------------------------------- ________________ બહુત ખૂબ. અરે વજીર ! યે ક્યા ચીજ હૈ ? શિરપે લીલી ટોપી પહેરી હૈ !” વજીર કહે : “હા સરકાર ! જેમ વસ્તીમાં આપ નવાબ, તેમ શાકમાં નવાબ રીંગણું. એ માટે ખુદાતાલાએ એનો રંગ દુલદુલ(મોર)ની ડોક જેવો બનાવ્યો છે ને માથે લીલા રંગનો તાજ પહેરાવ્યો છે. હજૂર, આ રીંગણાં એટલે તમામ સરકારીમાં એ સરકારી ! આ રીંગણાં એટલે શાકનો રાજા.” એમ ! હું પણ નવાબ, ને એ પણ ? બસ, આજથી આપણે આ જ શાક ખાવું. બીજું શાક ન જોઈએ. આ નવાબને ભાણામાં શાકનો નવાબ જ જોઈએ.” હજૂરનો હુકમ એટલે પછી પૂછવું શું? નવાબી લંગરખાના (રસોડા)માં રોજ નવાબને માટે રીંગણાંનું જ શાક થાય. નવાબ કહે, “અહોહો ! શો સરસ સ્વાદ છે એનો ! નવાબ એટલે બસ, સાચે જ નવાબ, હોં.” વજીર કહે, “ત્યારે હજૂર, અમસ્તો એને શાકનો નવાબ કહ્યો હશે ? એના જેવું અમીરી, મસ્ત, સ્વાદિષ્ટ શાક ધરતી પર બીજે ક્યાંય નથી, હજૂર! એટલે તો એના માથા પર મુગટ મૂક્યો છે ને એનો રંગ સાક્ષાત્ કૃષ્ણ જેવો ઘનશ્યામ ! સરકાર, રીંગણાં કરીને તો ભગવાને બસ, હાથ ધોઈ નાખ્યા છે.” રોજ ને રોજ , સવાર ને સાંજ નવાબના ભાણામાં રીંગણાંનું શાક પીરસાવા લાગ્યું. પંદરેક દિવસ થયા એટલે નવાબને શાકોના નવાબ તરફ અરુચિ થઈ ગઈ. રીંગણાંનું શાક અબખે પડ્યું. એક દિવસ નવાબ અને વજીર સાથે જમવા બેઠા હતા. ભાણામાં રીંગણાંનું શાક પીરસાયું. નવાબનો ક્રોધ ફાટી નીકળ્યો. “બીજું કોઈ શાક રાજમાં પાકે છે કે બસ રીંગણાં જ પાકે છે ? ઓહ, કેવો ખરાબ સ્વાદ ! કેવો ખરાબ રંગ !” ગુસ્સામાં નવાબે થાળીનો ઘા કર્યો. વજીરે સહુને ધમકાવવા માંડ્યા. મોતીની માળા @ ૪૬ Page #48 -------------------------------------------------------------------------- ________________ l, , , / IIT/II 1 નવાબ ગુસ્સે થઈને બોલ્યા, “બીજું કોઈ શાક રાજમાં પાકે છે કે બસ રીંગણાં જ પાકે છે ? ઓહ, કેવો ખરાબ સ્વાદ ! કેવો ખરાબ રંગ !” ૪૭ © નવાબનો નોકર Page #49 -------------------------------------------------------------------------- ________________ બબરચીને બોલાવીને કહ્યું, અરે, તું પણ ઇન્સાન છે કે હેવાન ? આવું કાળુંકાળું કાદવ જેવું શાક હજૂર સલામત માબદૌલતના ભાણામાં લાવતાં તને શરમ નથી આવતી ?” નવાબે વજીરની સામે જોયું. “અરે વજીર ! આ શું છે ? તેં જ કહ્યું હતું કે રીંગણાંને માથે મુગટ છે. શાકનો નવાબ છે. એનો રંગ કૃષ્ણ ભગવાન જેવો છે અને હવે તું જ કહે છે કે કાળું-કાળું કાદવ જેવું શાક છે. આમ કેમ ?” “હજૂર, એનો ખુલાસો બહુ સાદો અને સીધો છે.” “શો છે ?” “હજૂર, હું નોકર નવાબનો છું, કંઈ રીંગણાંનો નથી!” મોતીની માળા @ ૪૮ Page #50 -------------------------------------------------------------------------- ________________ મગજના જq ૧૧ એક ગામમાં મગન નામનો છોકરો રહે. નાનપણમાં મા-બાપ મરી ગયાં. સગાંવહાલાં ઓછાં. ખોરડાં પણ ઘરનાં નહીં. મગન એવો કે આખા ગામનાં ઘરડાં-બુઢાંને મા-બાપ માને. પારકું કામ પોતાનું માને. ગામમાં કોઈ મરી ગયું હોય તો સહુથી પહેલો મગન હાજર હોય. બાળવાનાં લાકડાંય ઉપાડે ને છેક છેલ્લો નહાય ! ગામમાં કોઈને ત્યાં લગન હોય તો મગન માંડવો નખાય ત્યારથી માંડીને જાન વળાવાય ત્યાં સુધી હાજર હોય. ગામ આખાનો મત એવો કે મગન આમ તો છે વાંઢો, પણ કામનો માણસ છે ખરો. એમાંય લગ્નગાળો આવે એટલે જાણે પોતે વરનો બાપ હોય, કન્યાનો બાપ હોય, અણવર હોય એમ ઊભા પગે દોડાદોડી કરે. ગામમાં કોઈ રામલીલા આવે તો એને પાંજરાપોળનો ડેલો બતાવવાથી માંડીને ગામમાં સીધું ક્યાં-ક્યાંથી મળશે એય બતાવે. સરકસ આવે તો તંબુના ૪૯ છ મગનની જાન Page #51 -------------------------------------------------------------------------- ________________ ખીલા નાંખવાથી માંડીને કોને-કોને સરકસવાળાએ મળવું, કોને પાસ આપવા, કોની સલામે માલિકે પોતે જવું અને કોની પાસે મેનેજરને મોકલવો એ બધુંય બતાવે. આ ગામમાં પ્રેમા શેઠને ત્યાં દીકરીનાં લગ્ન આવ્યાં. ખેમા પટેલને ત્યાં ભત્રીજીના વિવાહ ઊજવાયા. દરબારમાં અમારા બાપુએ દીકરાને ખાંડે પરણાવવા કોટા-બારા સુધી જાન જોડી. આ બધામાં મગન આગેવાન ! કામનો કરનારો. એના વિના ડગલુંય ન ચાલે. કોઈ દિવસ કામચોરી નહીં, હરામનું લેવું નહીં, ખાવાનો ચસકો નહીં. કામ, કામ ને કામ ! બધે “મગન ! મગન !' થઈ રહ્યું. એક દિવસ અમારા બાપુએ મગનને કહ્યું, “અલ્યા ! તેં સહુની જાન જોડી, એક દિવસ તારી જાન જોડને !” મગન ઓશિયાળો થઈને બોલ્યો, “બાપુ ! વાડ વગર વેલો ચડે કે ?” અમરા બાપુ કહે, “હવે તું તો અખડદખડો છે. આખા ગામની વાડ જેવો છે. પછી તારે વળી વાડનું શું કામ ? ફરંદો છે તું તો. તું જ વાડ ને તું જ વેલો.” “હોય બાપુ ! ગરીબ માણસની મશ્કરી શું કામ કરો છો ? જાન જોડું તોય તમે મારી જાનમાં થોડા આવો ?” શું કામ ન આવીએ ? જા, સોગન ખાઈને કહું છું કે તારી જાનમાં જરૂર આવીશ.” એક દિવસ પ્રેમા શેઠે ટકોર કરી. તેમણે પણ મગનને આ રીતે જ કહ્યું. પ્રેમા શેઠ હજાર કામ છોડી જાનમાં આવવાનું વચન આપ્યું. ખેમો પટેલ તો ભારે ઓલદોલ આદમી ! એ કહે, “અલ્યા, હજાર બે હજાર જોઈતા હોય તો લઈ જા. પણ જાન જોડ ! એક વાર તારી જાનમાં મહાલીએ.” મોતીની માળા છ ૫૦ Page #52 -------------------------------------------------------------------------- ________________ મગન કહે, “મુખી, તમારા મોંમાં સાકર. પણ જોજો, પછી મને નોંધારો (એકલો) મૂકી દેતા નહીં. નહીં તો મારે કૂવો શોધવો પડશે.” ખેમો પટેલ કહે, “અરે ! એક વાર તારો સસરો લાડ કરે તો ત્યાં ને ત્યાં બીજી કન્યા લાવી ફેરા ફેરવી દઈએ, પણ નાક જવા ન દઈએ, સમજ્યો ?” કૃષ્ણ ગોર કહે, “અલ્યા, હું ગોર જેવો ગોર બેઠો છું ને બીએ છે શું ? જો, તું કહે તો વેદના મંતર એવા ભણું કે ધરતી ફાટે ને વહુ આખી ને આખી પ્રગટ થાય.” આમ આખું ગામ ટોળ (મજાક) કર્યા કરે. એમાં સઈ, સુતાર, કુંભાર અને વાળંદ પણ ભળ્યા. મગન સહુની વાત સાંભળે અને ભાબાપા કરે. એમાં એક દિવસ મગન આવ્યો : “શેઠ, તમારે આવવું પડશે, હોં.” “ક્યાં ?” “શેઠ, વાત ખાનગી છે. ચોળીને ચીકણું કરીએ તો વાત ટળી જાય, પણ મારો જોગ ખાય છે.” “એમ ?” હા, શેઠ. એમાં તમારે આગળ થાવું પડશે. બધું પાકું છે. સાંજે જાન જોડવી છે. બે કલાકમાં વેવાઈના ગામ-ભેગા. રાતે લગન અને સવારે તો પાછા.” “આવું ઘડિયાં લગન જેવું ?” “શેઠ ! ગરીબ માણસની બિચારાની પછેડી કેટલી ? સોડ હોય એટલી લાંબી કરીએ, પણ તમારે આવ્યા વિના નહીં ચાલે. આપની બે દીકરીઓ વખતે મારા પગ ઘસાઈને ગોઠણે આવ્યા છે, હોં ! આ એ દાખડો મેં શું કામ કર્યો ? મારી વેળાએ તમે આવો એટલે.” “આવશું જા. એક રાતનું કામ છે ને ? આવશું.” ૫૧ @ મગનની જાન Page #53 -------------------------------------------------------------------------- ________________ પ્રેમા શેઠ પાસેથી ગામના મુખી પાસે, ગામના મુખી પાસેથી ખેમા પટેલ પાસે, ખેમા પટેલ પાસેથી અમારા બાપુ પાસે, બાપુ પાસેથી ગરાસિયા પાસે, ત્યાંથી શાસ્ત્રી અને વાણિયા પાસે, ત્યાંથી વળી સોની અને કુંભાર પાસે, બધે એક જ વાત મગનની. વાતને ચોળવી નથી. ભારે ખાનગી છે, પણ મારી જાનમાં આવવાનું છે. તમારે ત્યાં લગનમાં કામ કરીને મારા પગ ઘસાઈને ગોઠણે આવ્યા હતા. મગનને આમ તો વાત ચોળવી ન હતી. પણ એનાં આમંત્રણ પૂરાં થયાં ત્યારે તો આખા ગામમાં વાત ફેલાઈ ગઈ કે કાલે મગનની જાન જાય છે. ઘડિયાં લગન લેવાયાં છે. એક રાતમાં લગન કરીને જાન પાછી આવતી રહેશે. કણબી પાસેથી મગન ગાડાં માગી લાવ્યો. દરબાર પાસેથી ગાદલાં માગી લાવ્યો. બીજે દિવસે સમી સાંજે જાન નીકળી. આગળ મહાજનના શેઠ – પ્રેમા શેઠ છે. વાણિયા, બ્રાહ્મણ, કુંભાર અને ગરાસિયા છે. ગામમાં કોઈની જાનમાં આટલી લાંબી ગાડાંની લંગાર નહોતી નીકળી. પચીસ ગાડાંની લંગાર લઈને મગનની જાન તો ઊપડી. આખું ગામ પાદરમાં જોવા આવ્યું, “મગન, વહેલો વહેલો આવજે પરણીને.” એમ ગાઈને જાનને વિદાય આપી. પંથ કંઈ લાંબો ન હતો એટલે માતાની કોઈ જરૂર નહોતી, સહુ માનતા કે હમણાં ગામ આવશે. અબઘડી પહોંચીશું. ને પછી વેવાઈના મેસૂબ અને દહીંથરાં પર બરાબર હાથ જમાવીશું. જાન તો ચાલી. કલાક, બે કલાક અને અઢી કલાક થયા. સૂરજ આથમ્યો. સહુ પૂછી-પૂછીને મગનનો દમ કાઢી નાખવા માંડ્યા. મગન પણ બાપડો કહે: “હવે આ સામે દેખાય એ ! આ આવ્યું ! હવે બહુ છેટું નથી.” અંધારું થયું. જામ્યું. સહુ ભૂખ્યા ડાંસ થયા હતા. અમરા બાપુએ જરા કડક અવાજે કહ્યું, “અલ્યા ! તારો વેવાઈ પાતાળમાં તો નથી ને ?” મોતીની માળા @ પર Page #54 -------------------------------------------------------------------------- ________________ “બસ બાપુ ! આ સામે રહ્યું એ જ ગામ. આપણે અહીં વડલા હેઠ ઉતારો કરો. હું ખબર આપું છું. ઝટ સામૈયું કરે અને પછી ઝટ જમાડી લે જાનને.” પ્રેમા શેઠ કહે, “અલ્યા ! તું વરરાજો ઊઠીને સામૈયાનું કહેવા જા, એ તો સારું ન લાગે. બીજું કોઈ જશે.” મગન કહે, “મને જ જવા દો. બીજાને ઓળખશે નહીં. જરા ઠપકો પણ આપીશ. લાખેણી જાન આવે, ત્યારે પાદરે સામા આવવું જોઈએ ને ? બાપુ ! આ તો આપ સહુનું ખરાબ દેખાય. બાકી આવું થાય તો હું પરણ્યા વગર જ પાછો ફરું હો.” પ્રેમા શેઠ કહે, “ભાઈ, હવે લાખેણા લોકો આવ્યા છે તે લાખેણી લાડી લીધા વગર કંઈ થોડા પાછા ફરે !” મગન ઉતાવળે પગે ગામ તરફ ચાલ્યો. રાતના દસ વાગ્યા, સાડા દસ થયા, અગિયાર થયા, પણ મગન તો દેખાય જ નહીં. જાનૈયા ઊંચાનીચા થવા લાગ્યા. અમરા દરબારે પ્રેમા શેઠને કહ્યું, “અલ્યા, કોઈ ગામમાં જઈને જુઓ તો ખરા ! સામૈયાને વાર કેમ લાગે છે ? છેલ્લી ઘડીએ કંઈક વાંધો-વચકો તો નથી પડ્યો ને ?” ખેમા પટેલ પણ અકળાયા. ગાડામાંથી એક આડું (લાકડું) કાઢીને ગામમાં ચાલ્યા. બોલ્યા કે પહેલાં તો મગનાની આ આડાથી પૂજા કરીશ અને પછી એના સસરાની આનાથી ભક્તિ કરીશ. એ પછી બીજી બધી વાત. બે-ચાર જણા પટેલની પાછળ ચાલ્યા. ગામડું ગામ અને સોપો પડી ગયેલો. ક્યાંય કોઈ ઠેકાણે લગનનો માંડવો દેખાય નહીં કે સામૈયાની તૈયારીની ધમાલ દેખાય નહીં. એક પટેલ બળદને કડબ નીરે. ખેમા પટેલે પૂછ્યું, “ભાઈ ! આ ગામમાં કયા પટેલને ત્યાં લગન છે ?” પેલા પટેલ કહે, “આ ગામમાં પટેલનાં ખોરડાં બે છે. એક મારું અને બીજું મારા ભત્રીજાનું. અમારે ત્યાં તો કોઈ લગન નથી.” ૫૩ છ મગનની જાન Page #55 -------------------------------------------------------------------------- ________________ લગન નથી ! ત્યારે પાદરમાં તો જાન પડી છે ને !” “તે શું અહીં અમારે ત્યાં આવી છે ? હશે કોઈ પરગામની જાન. પાદરમાં પોરો ખાવા રોકાઈ હશે. અહીં કોઈને ત્યાં લગન નથી.” ખેમા પટેલ અચરજમાં ડૂબી ગયા ! હવે તો મગન મળે તો ખોખરો કરવો. બધા અમરા દરબાર અને પ્રેમા શેઠ પાસે આવ્યા. એમને વાત કરી કે આખા ગામમાં ક્યાંય લગન જ નથી. પટેલનાં ઘર પણ બે અને ત્યાં કાંઈ તૈયારી નથી. અમરા દરબાર કહે, “બોલાવો મગનને. આ વળી શું નવું ટીખળ છે ?” જાનૈયાઓ તો ઊપડ્યા. ફરી વળ્યા ચારે કોર. ગામને પાદર શંકરનું મંદિર. એના ઓટલા ઉપર મગન સોડ તાણીને સૂતેલો. ત્યાંથી ઉપાડ્યો અને અમરા દરબાર અને પ્રેમા શેઠ પાસે રજૂ કર્યો. “અલ્યા મગના ! આ શું છે બધું ?” દરબારે પૂછયું. બીજું શું હોય ? સહુ મને કહેતા હતા કે મગન તારી જાન જોડ. એટલે જોડી નાખી. સહુની હોંશ પૂરી કરી. હવે બાપુ ! હાલો પાછા.” અરે, પણ આવી મશ્કરી હોય ?” પ્રેમા શેઠનો પારો ચડી ગયો. મશ્કરી શેની અને ખોટ પણ શેની ? હોય તો મારી છે ને ? તમારે સહુને તો જાનમાં આવવું હતું. વહુ ન મળી એમાં તમે સૌ આટલા આકળા શેના થાવ છો ? તમારે તો જાનમાં મહાલવું હતું તે મહાલ્યા. હવે વળી પાછા.” અમરા બાપુ કહે, “પ્રેમા શેઠ, આ તો સાવ બેશરમ નીકળ્યો, પણ આપણે પાછા ગામમાં પેસવું કેમ ?” પ્રેમા શેઠ કહે, “બાપુ ! મને પણ એ જ વિચાર થાય છે. મોટે ઉપાડે ગામમાંથી ગાડે બેસીને જાને નીકળ્યા અને હવે ખાલી હાથે જાશું તો ગામમાં હસવાનું થશે.” કૃષ્ણો ગોર કહે, “માળા મૂરખે પણ કંઈ કરી ને !” મોતીની માળા છ ૫૪ Page #56 -------------------------------------------------------------------------- ________________ ||||| ખેમા પટેલે દરબારને વાત કરી કે ગામમાં તો ક્યાંય લગન જ નથી ખેમા પટેલ કહે, “હવે ગામમાં જઈએ તોય ભૂંડા લાગીએ.” ૫૫ ૭ મગનની જાન Page #57 -------------------------------------------------------------------------- ________________ પ્રેમા શેઠ કહે, “અરે ! બે હજારની હૂંડી લખી આપું ! જો કોઈ કન્યાવાળો મળે તો, બાકી પાછા જવાય નહીં.” અમરા બાપુ કહે, “મગનની વહુના શણગાર મારા.” મગન કહે, “પણ બાપુ ! વહુ લાવીને ક્યાં રાખીશ ? ઘર-ખોરડાં ક્યાં ખેમો પટેલ કહે, “અરે ! હું આપીશ. પણ અત્યારે નાક રાખવાનો સવાલ છે.” બધા જુદાજુદા છૂટ્યા. અડખે-પડખેનાં ગામોમાં ફરી વળ્યા. રાત આખી મહેનત કરી. કન્યા શોધી લાવ્યા. બીજે દિવસે લગ્ન થયાં. બે દિવસે જાન વહુને લઈને પાછી ફરી. ગામલોક સામે આવ્યું. સહુ કહે, “સામાવાળો સંપત્તિવાન લાગે છે. જાન રૂડી બે દિવસ રોકી.” પ્રેમા શેઠ કહે, “હા ભાઈ ! કેમ ન રોકે ? જાનમાં લાખેણા માણસો હતા ને ?” આમ મગન પરણીને ગામમાં આવ્યો. “તે એમ !” મગને કહ્યું, “આમ ને આમ આખો ભવ ટાંટિયા ઘસી નાખત તોય લાલ લૂગડું જોવા પામત નહીં ! અમરા બાપુ, પ્રેમા શેઠ કે ખેમા પટેલની દાઢીમાં હાથ નાખત, તોય દોઢિયુંય ન આપત. હવે ભરીશું કમાઈને. વહુ તો આવી ગઈ ને ઘેર !” ત્યારથી ઓઠું ચાલ્યું કે, “ક્યાં ગ્યા'તા ?” તો કહે, “મગનની જાનમાં !” મોતીની માળા @ પs Page #58 -------------------------------------------------------------------------- ________________ Sિ IT'S RIS - ૧૨ એક કાઠી દરબાર. ઘેર પાંચ-સાત ગામ. ખાય, પીએ અને લહેર કરે. દરબારનો બધો વહીવટ એક કામદાર ચલાવે. એનું નામ માવજીભાઈ. દરબારને ઘોડો લેવો હોય તો માવજીભાઈને પૂછે. ભેંસ લેવી હોય તોય માવજીભાઈ કહે તો જ લેવાય. બાપુને નવાં લગન કરવાં હોય, તોય કામદાર કન્યા શોધી લાવે. રાજમાં નોકર રાખવો હોય તોય માવજીભાઈનો મત લેવાય. માવજીભાઈ હા કહે તો હા. માવજીભાઈ ના કહે તો ના. માવજીભાઈ સહુનાં કામ કરે. કોઈને ના કહે નહીં, પણ એમનો એક નિયમ. જે મળે એમાં માવજીભાઈનો અડધો ભાગ ! જો ભાગ મળે તો કામ થાય, ન મળે તો ધક્કા ખાધે જાવ ! આથી માવજીભાઈ કાંધાળા' એ નામે જાણીતા પ૭ © રાજનું રતન Page #59 -------------------------------------------------------------------------- ________________ હતા. બધા દરબારોનો દરબાર અંગ્રેજ ! એનું એક ખાતું ચાલે. રાજકોટમાં એ ખાતું રહે. રાજકોટમાં એ ખાતાનો ઉપરી અંગ્રેજ રહે. એનું નામ એ.જી.જી. માવજીભાઈ દરબારને કહે, સહુ આપને એક જી કહે. આ ડબલ જી ! દરબારનો પણ દરબાર. આ એ.જી.જી.ની ઑફિસમાં નાના-મોટા ઘણા અમલદારો. એમાંના એક અમલદાર સાથે બાપુને ઓળખાણ. કોઈ વાર ડબલ દરબાર(એ.જીજી.)નું પીળું પરબીડિયું આવે ત્યારે બાપુને પીળિયા તાવ જેવું લાગે. બાપુ અમલદાર પાસે દોડે. અમલદાર તરત તાવ ઉતારી દે, બીજો પીળો કાગળ અંગ્રેજીમાં લખીને આપે. એમાં લખે કે તમારા ખુલાસાથી સાહેબ ખુશ થયા છે. સાહેબને દૂધનો શોખ છે. બે ભેંસ મોકલજો. કિંમત મંગાવી લેજો. બાપુ બે ભેંસ મોકલે. કિંમત કંઈ સાહેબ પાસે લેવાય નહીં. રૂપાળી પાંચસો-પાંચસોની એક ભેસ. બંને ભેંસો અમદાવાદની ગુજરીમાં વેચાય. જે આવે એમાંથી અડધું અમલદારનું, અડધું માવજીભાઈનું. આ અમલદારનો એક સગો. નામ માણેકલાલ માણેક નોકરી વગર ઘેર બેઠેલો. ઘેર સ્ત્રી ને બે છોકરા પાલવવાનાં. અમલદારે કહ્યું કે તને ચિઠ્ઠી આપું છું. બાપુ પાસે જા. નોકરી આપશે, બાપુની નોકરીમાં બખ્ખા ! માવજીભાઈને માસિક રૂપરડી ચાલીસ મળે છે, પણ જરૂર પડે તો બાપુને પૈસા ધીરે છે ! માણેક ચિઠ્ઠી લઈને હોંશભર્યો બાપુ પાસે આવ્યો. બાપુએ ચિઠ્ઠી વાંચી. બાપુ કહે, “ભાઈ ! તારાં સગાંએ અમારાં ઘણાં કામ કર્યા છે. હજી એમની પાસે ઘણાં કામ કરાવવાનાં છે, માટે તને ના તો કેમ કહેવાય ? કાલ આવજે. લેખ કરી દઈશું.” બાપુએ માવજીભાઈને વાત કરી. એણે મનમાં વિચાર કર્યો કે અમલદારને અભિમાન આવ્યું લાગે છે. મને પૂછવું-ગાડ્યું નહિ અને સીધી ચિઠ્ઠી બાપુ પર મોતીની માળા છ ૫૮ Page #60 -------------------------------------------------------------------------- ________________ લખી ! અલ્યા, વરકન્યા પરણે પણ તે ગોરને દામું મળે તો, નહીં તો વા ખાય! માવજીભાઈ ગર્જીને બોલ્યા, “બાપુ, એ અમલદાર કંઈ આપણું કામ કરે છે તે કંઈ મહેરબાની નથી કરતો હોં. એ અમારે રાત-દિ'નાં કામ તે અમે જાણીએ છીએ. અમે જાણીએ છીએ કે કેટલીય ભેંસું લઈ ગયો છે. કેટલાંય ઇનામ-અકરામ લઈ ગયો છે અને અહીં તો કંઈ પાંજરાપોળ છે બાપુ ? એવા અમલદારનાં ખોડાં ઢોર આપણે પાળવાં ? કામ કરવું હોય તો બાપુ, અમે ક્યાં નથી બેઠા કામ કરવાવાળા ? વધારે કામ હોય તો ગામના કેટલાય જુવાનિયા નોકરી માટે આંટા ખાય છે અને વસ્તીમાંથી ગમે તેને બોલાવીએ તો બાપડો હોંશથી બાપુનું કામ કરી દે. આ ગગાને નોકરી જોઈએ છે ? ના મળે ! બાપુ, ઘરનાં છોકરાં ઘંટી ચાટે અને ઉપાધ્યાયને આટો હોય નહીં.” બાપુ કામદારની વાત પાસે ઢીલા પડી ગયા અને બોલ્યા, “પણ કામદાર! ઈ માળો આદુ ખાઈને લાગ્યો છે. મારે શું જવાબ દેવો ?” માવજીભાઈ કહે, “આજ-કાલ કરવી. થાકીને હાલતો થશે.” બાપુને આ રસ્તો ગમ્યો. એમણે જરી-પુરાણી રાજનીતિ અજમાવવા માંડી. ‘આજ આવજો, “કાલ આવજો”, “કાલ જોશું’ એમ માણેકને આજ કાલના વાયદા બતાવવા લાગ્યા. માણેક મૂંઝાયો. અમલદારને કાગળ લખ્યો. એણે બાપુને ફરિયાદ આપી અને લખ્યું કે એનાં બૈરાં-છોકરાં ભૂખે મરે છે. મહિને વીસેકનો જોગ કરી આપશો. બાપુએ વળી માવજીભાઈને બોલાવ્યા. માવજીભાઈ કહે, “બાપુ ! આખી દુનિયાનાં બૈરાં-છોકરાં ભૂખે મરતાં હોય, તો શું આપણે કંઈ લખત કરી આપ્યું છે કે આપણે પાલવવાં ? અને ઍ બાપુ ! એ સગો તો અમલદારનો, આપણો તો નથી ને ? ને અમલદાર એ.જી.જી.નો સગો ! આપણો તો નહીં ને ! આ તો ભીતરના ભેદ લઈ જાય.” બાપુને રાજના રતન જેવા માવજીભાઈની વાત સાચી લાગી. વળી એ તો આજ-કાલના વાયદા કરવા લાગ્યા. ૫૯ © રાજનું રતન Page #61 -------------------------------------------------------------------------- ________________ માણેકને તો ખાવાનું ખૂટ્યું. કપડાં ફાટી ગયાં. દાઢી બોડાવવા દામ રહ્યાં નહીં અને દરબારમાં દાઢી કરાવ્યા વગર જવાય નહીં. આજ દાઢી કરાવવા બેઠા પણ માણેકલાલની આંખમાં આંસુ આવી ગયાં. વાળંદ કહે, “કાં ભાઈ ! રડો કાં ?” માણેક કહે, “નોકરી પાછળ હાલ-બેહાલ થઈ ગયો.” વાળંદ કહે, “તે તમે માવજીભાઈને મળ્યા છો ?” માણેક કહે, “ના.” વાળંદ કહે, “તો બાપુ શું, બાપુનો બાપુ તમને નોકરી રાખી શકશે નહીં. રાખ્યા તો બે-ચાર દિવસે ગડગડીયું કાં જેલ !” માણેક કહે, “માવજીભાઈ મારું કામ કરશે ?” વાળંદ કહે, “હા. ગમે તેવા ગરીબનું કામ કરે એવા છે. ગરીબ-પરવર છે. ફક્ત અર્ધ-અર્ધ સ્વાહા કરવું જોઈએ. કામ કરવાનો આ એમનો કાયદો.” માણેક કહે, “વાર, મારી ક્યાં ના છે ? અરે, વીસમાંથી દશ મળે તોય જાર-બાજરી ભેગાં તો થવાય.” બીજે દિવસે માણેકલાલ માવજીભાઈની તહેનાતમાં હાજર થયો. નમસ્કાર કરી ગળગળા સાદે બોલ્યો, મારું કામ કરી દો.” માવજીભાઈ કહે, “મારા જેવો દયાળુ બીજો કોણ છે ? પહેલાં મારી પાસે આવ્યા હોત તો અત્યારે લીલી વાડીમાં ફરતા હોત.” માણેક કહે, “એટલાં નસીબ ખોટાં. મારી ભૂલ થઈ. માફ કરો.” માવજીભાઈ કહે, “લોકોને પૂછી જુઓ. એવું મને કાંઈ ખોટું લાગતું નથી. આ તો નાહક તમે હેરાન થયા. કામ કરવાનો મારો કાયદો જાણો છો ને !” મોતીની માળા @ ૭૦ Page #62 -------------------------------------------------------------------------- ________________ માણેક કહે, “હાજી ! મને કબૂલ છે.” માવજીભાઈ કહે, “કેટલા પગારની આશા છે ?” માણેક કહે, “વીસની. પહેલ-વહેલા વીસથી વધુ તો કોણ આપે ?” માવજીભાઈ કહે, “વાર, બપોરે દરબારમાં આવજો, ને હું પૂછું એના જવાબ આપજો. ગરમ થાઉ તો ગભરાશો નહીં.” બપોરે દરબારમાં માણેકલાલ ગયો. એને જોતાં જ માવજીભાઈ તાડૂકી ઊઠ્યા, અલ્યા ભાઈ ! તમે નાહક શું કામ પગરખાં ફાડો છો ? સવાર-સાંજ, સવાર-સાંજ અમારો પીછો જ છોડતા નથી.” માણેક ગરીબ ગાય જેવો થઈને બોલ્યો, “મારે નોકરી જોઈએ છે. બાપુ પાસે નોકરીની અરજે આવું છું.” માવજીભાઈ કહે, “નોકરી ! અલ્યા, આ ગામમાં છોકરીની છત છે, નોકરીની નથી અને બાપુની નોકરી કરવાવાળા અમે કંઈ મરી ગયા નથી. બાપુનો પડ્યો બોલ ઝીલનારા અમે નથી, તે તમને પરદેશીને ઘાલીએ ! નાહકના દુ:ખી થાવ માં અને બીજો ધંધો કરતા હો એ કરો.” માણેક બોલ્યો, “બાપુએ મને કહ્યું હતું.” માવજીભાઈ કહે, “બાપુએ કહ્યું હતું ? ન બને. અમે ક્યાં નોકરીવાળા નથી ! ન બને. ભલા માણસ. તમે ટાઢા પહોરની હાંકો છો.” “મા કાળીની સાખે કહું છું.” માણેક બોલ્યો. “હું બાપુ ! તમે કહ્યું હતું ?” બાપુ કહે, “હા, મારાથી જીભ કચરાઈ ગઈ હતી.” માવજીભાઈ કહે, “તમેય શું બાપુ ? ભોળા રાજા ભોજ જેવા દયા બતાવ્યા કરો અને પાછળથી પછી અમારે સીંદણા તાણ્યા કરવા પડે. કહી ઉ૧ © રાજનું રતન Page #63 -------------------------------------------------------------------------- ________________ કહીને જીભના કૂચા વળી ગયા કે બાપુ આ દુનિયામાં દયા બતાવવા જેવું નથી. દુનિયા ભોળી નથી તે ભોળા થઈને ચાલીએ." બાપુ કહે, “એય સાચું કામદાર !ત્યારે હવે કરશું શું? કામદાર ! તમે તો રાજનું રતન. કંઈક રસ્તો બતાવો.” “કરીએ શું ? રાજબીજ અને રાજધણીનો બોલ છે તે હવે કંઈક કરવું તો જોઈશે ને ? આખી દલ્લી માથે આવો રાજા કે આવો દરબાર થયો નથી અને થશે નહીં. જો બાપુ બોલ્યા તો અમને એક વાર નહીં, દસ વાર કબૂલ. એ ભાઈ ! આમ ઓરા આવો. નોકરી કરશો ?' “હાં સાહેબ, આપ આપશો તો.” “અરે, હું તે શું શકોરું આપવાનો હતો ? આ તો અમારા બાપુના દિલમાં દયા વસી છે તમારે માટે, તો તમે કંઈક સીધા ચાલો તો વળી જોઈએ. સીધા ન ચાલવું હોય તો માંડો હાલવા. કેમ બાપુ ?” “હા કામદાર, એ સાચું.” “તો જુઓ ભાઈ, તમે પગાર શો લેશો ?” માણેક કહે, “મહિનાના વીસ રૂપિયા.” માવજીભાઈ કહે, “મહિને રૂપિયા વીસ !” “હા સાહેબ. બચ્ચરવાળ છું.” માવજીભાઈ કહે, “ઊભા રહો. ઊભા રહો. આ તમારું ડીંડવાણું જરાક સમજવા દો. મહિને વીસ રૂપિયા એટલે કે આજ તમને પગાર દઈએ તે પાછો મહિનો પુરો થાય એટલે બીજા વીસ દેવાના ?” “હા સાહેબ.” “ને પાછો મહિનો આવે એટલે પાછા વીસ આપવા, એમ કે " “હા સાહેબ" મોતીની માળા જી ૬૨ Page #64 -------------------------------------------------------------------------- ________________ દરબારમાં આવેલા માણેક સામે માવજીભાઈ તાડૂકી ઊઠ્યા. “ને પાછો ત્રીજો મહિનો આવે એટલે વળી ત્રીજા વીસ આપવાના ?” “હા સાહેબ.” માવજીભાઈ કહે, “અરે બાપુ ! આવું તે હોય ? મહિનો તો ઝટ-ઝટ ૯૩ © રાજનું રતન Page #65 -------------------------------------------------------------------------- ________________ આવે ને મહિને-મહિને રૂપિયા વીસ દેવા એ તે કંઈ પોસાય ? બાપુ, આપણું તો રાજ કહેવાય. કોઈક મહિને રૂપિયા હોય અને કોઈક મહિને ના પણ હોય. ત્યાં આવું ડીંડવાણું પોસાય નહીં. આ તો કોઈ વાર તું રાજની આબરૂ લે. અહીં તો ખળાં ભરાય ત્યારે નાણાં આવે. વળી કોઈ વાર મહેસૂલ મોડું આવ્યું, રાજમાં લગન આવ્યાં ને ખર્ચો થયો. તિજોરીમાં તાણ હોય અને તમને મહિનેમહિને વીસ ન આપીએ તો તમે અમારી નાલેશી કરો કાં ? નોકરી કરવી હોય તો વરસનો પગાર બાંધી આપીશું.” માણેક કહે, “તમે કહો તે મારે કબૂલ છે.” માવજીભાઈ કહે, “શું કબૂલ છે ! ખાખ કબૂલ છે ? એક વરસ સુધી પાઈ માગવાની નહિ કે વધારો માગવાનો નહીં.” માણેક કહે, “એય કબૂલ.” માવજીભાઈ કહે, “જો, બાપુ દયાના દરિયા છે. પણ એમ ભોળવી શકો નહીં. મહિને વીસ-વીસ આપવાનું નહીં બને. બાર મહિને રૂપિયા પાંચસો મળશે. એટલામાં રોળવવું હોય તો રોળવો. નહીં તો માંડો હાલવા. કેમ બાપુ, બોલ્યા નહીં ?” “સાવ સાચું, કામદાર.” “તો બાપુ, એને નોકરીનો લેખ કરી દો અને બાર મહિનાનું આપી દો. એનાં બૈરાં-છોકરાં રોટલા ભેગાં થાય અને એ કામ કરતો થાય. પછી બાર મહિના સુધી આપણે એનું મોઢું બાળવું મઢ્યું. જાવ, જાવ, નોકરીએ લાગો. રૂડો પ્રતાપ માનજો બાપુનો અને સારું કામ કરી બતાવો.” માણેકલાલને પાંચસો રોકડા સાથે નોકરી મળી. માવજીભાઈને અડધો ભાગ મળ્યો અને વટના કટકા બાપુને મળી વાહ-વાહ ! મોતીની માળા @ ૭૪ Page #66 -------------------------------------------------------------------------- ________________ કISTકમIIIIી? | કોથil ખોર ૧૩ ચાર બ્રાહ્મણ. ચોપાટના ભારે શોખીન. કામધંધો કંઈ કરે નહીં. બસ, આખો દિવસ બેઠા-બેઠા ચોપાટ રમ્યા કરે. ઘેર હાંલ્લાં કુસ્તી કરે, પણ એની ચિંતા કોને ! અહીં તો સૂરજ ઊગે ચોપાટ શરૂ થાય અને મધરાતે પૂરી થાય. એક દિવસ ચારેય બ્રાહ્મણની પત્નીઓ ભેગી મળી અને એમનો મિજાજ વીફર્યો, તમે લોકો કંઈ કમાતા-ધમાતા નથી. આખો દિવસ બસ ચોપાટ, ચોપાટ ને ચોપાટ. આ અમારે ક્યાં લગી તમારાં ઘર ચલાવવાં ? કેવી રીતે પૂરું કરવું?” એક બ્રાહ્મણ કહે, “એમ આકળા ન થાવ. અમે નથી કમાતા એટલે અમે કમાઈ નથી શકતા એવું નથી. કમાવું તો મારા ડાબા હાથનો ખેલ છે. આ તો એમ કે કોણ મફતની માથાકૂટ કરે. બોલો, તમારે દરેકને કેટલા રૂપિયા હોય તો તમને લાગે કે અમે કમાઈએ છીએ.” કપ © કોની કમાણી ? કોની ખોટ ? Page #67 -------------------------------------------------------------------------- ________________ ચારે સ્ત્રીઓ કહે, “અમને દરેકને લાખ-લાખ રૂપિયા મળે તો અમે માનીએ કે તમે કમાયા. બાકી બધી વાતો." “બહુ સારું. તો હવે અમે કમાવા જઈએ છીએ.” ચારે બ્રાહ્મણ ભેગા મળ્યા. સંતલસ કરીને ગોઠવણી કરી. ચારે પોતાના ગામમાંથી કમાવા માટે નીકળ્યા. એક બ્રાહ્મણે પોતાની પત્ની અને જુવાન પુત્રને સાથે રાખ્યાં. ખૂબ દૂર ગયા. એક ગામ આવ્યું. ચારે બ્રાહ્મણોએ ત્યાં વસવાટ કર્યો. એક બ્રાહ્મણ દેવમંદિરમાં બેસી ગયો. રોજ બેઠોબેઠો પાઠ કર્યા કરે. બીજો સ્મશાનમાં વસ્યો. અઘોરી જોગી બનીને રહ્યો. ત્રીજાએ રાજાને ત્યાં નોકરી લીધી. ઘોડારમાં કામ કરવા લાગ્યો. ચોથા બ્રાહ્મણે ગામમાં ઘર લીધું. સાથે એની પત્ની અને પુત્ર હતાં, એણે ગામમાં પાઠશાળા કાઢી. મંદિરમાં બેઠેલો બ્રાહ્મણ રોજ પાઠ કરે. સવાર હોય કે સાંજ, દિવસ હોય કે રાત, એ તો સદાય ભગવાનના જાપ જપતો જોવા મળે. પાઈ પૈસો, અનાજ કે સીધું - જે કંઈ આવે તે તરત ત્યાં ને ત્યાં જ કોઈ ભૂખ્યાને કે દુખિયાને આપી દેતો. સ્મશાનનો જોગી નિરાહાર જ રહે. કશું ખાય નહીં. કોઈની સાથે બોલે નહીં. નિત્ય સમાધિમાં જ રહે. જ્યારે જુઓ ત્યારે સમાધિમાં જ હોય. ઘોડારમાં નોકરી કરતા બ્રાહ્મણે એટલી તો મહેનત કરી કે સહુને લાગ્યું કે આના જેવો જાણકાર નોકર અગાઉ ઘોડારમાં આવ્યો નથી અને હવે કોઈ આવશે પણ નહીં. ચોથા બ્રાહ્મણે પાઠશાળા સ્થાપી. એમાં સહુને મફત વિદ્યાભ્યાસ. કોઈનો એક પૈસોય ન લે. કોઈ સામે ચાલીને આપવા આવે તો ઘસીને ના પાડે. એ કહે કે વિદ્યાને વેચાય જ નહીં. એનું શુલ્ક લેવાય જ નહીં. મોતીની માળા જી ૬૬ Page #68 -------------------------------------------------------------------------- ________________ આમ છ મહિના પસાર થઈ ગયા. આખા ગામમાં એમનાં વખાણ થવા લાગ્યાં. કોઈ કહે કે આવા નિસ્પૃહી માનવી તો સતયુગમાંય નહોતા. ગામના કોઈ પૂર્વભવનાં પુણ્ય કે આવા ભગત, આવા યોગી, આવા ઘોડાના જાણકાર અને આવા સાત્ત્વિક શિક્ષક એમાં વસવા આવે. કે એવામાં એક અકસ્માત થયો. માણસ ધારે છે કંઈ અને ઈશ્વર કરે છે કંઈ! શિક્ષકનો જુવાનજોધ દીકરો સાપ કરડવાથી અવસાન પામ્યો. આખા ગામમાં અરેરાટી ફેલાઈ ગઈ. બધા ભારે હૈયે કહે કે ધર્મીને ઘેર ધાડ' જેવી આ વાત બની. બધા શિક્ષકને હૈયાધારણ આપવા આવે, પણ શિક્ષક તો આવનારા સહુને હૈયાધારણ આપે અને કહે, “આમાં અફસોસ કરવાનો શો ? કોણ કોના માટે અફસોસ કરે ? કોણ કોની માયા કરે છે ? જે ભગવાનનું હતું એ એણે લઈ લીધું. કોઈ પોતાની અનામત લઈ જાય એનો રંજ શો ?” શિક્ષકની સમતાએ તો આખા ગામને ડોલાવી દીધું. પોણું ગામ સ્મશાનયાત્રામાં સામેલ થયું. ગામમાં તો જાણે સોપો પડી ગયો. સ્મશાનમાં જ્યાં જુઓ ત્યાં માણસ ને માણસ. કીડિયારાની જેમ લોકો ઊભરાયા. નદીને કાંઠે ચિંતા ખડકવામાં આવી. વિધિએ ગુજારેલા ગજબની લોકો ભારે હૈયે વાત કરે. જુવાન દીકરો !તેય વળી એકનો એક ! કેવા ભલા ધર્મને ઘેર ધાડ પડે છે આટલો બધો શોરબકોર સાંભળીને સ્મશાનમાં વસતા અોરી યોગી બહાર આવ્યા. નિત્ય સમાધિમાં રહેતા યોગી કોઈ દિવસ ઝૂંપડી બહાર તો દેખાય જ નહીં. આજે સહુએ એમને જોયા, પણ એમનો ચહેરો ક્રોધથી લાલઘૂમ થયો હતો. આંખો સિંદૂર જેવી લાગતી હતી. ગુસ્સાથી ધૂંવાપૂવાં થતાં કહ્યું : કફ છે કોની કમાણી ? કોની ખોટ ? Page #69 -------------------------------------------------------------------------- ________________ અરે, આટલો બધો શોર શાનો? આ સ્મશાન છે, કોઈ મિજબાનીની જગ્યા નથી. ચાલ્યા જાવ તમે બધા અહીંથી. કોઈ બાગ-બગીચો શોધી લો.” ગામના એક વૃદ્ધજને અઘોરી-જોગી પાસે આવીને સાષ્ટાંગ દંડવતુ પ્રણામ કર્યા. પછી બે હાથ જોડીને કહ્યું, “જોગીરાજ , અમને ક્ષમા કરો. આ ગામમાં રહેતા એક સાત્ત્વિક અને ધર્મનિષ્ઠ માનવીનો એકનો એક જુવાનજોધ દીકરો ગુજરી ગયો છે. એની સ્મશાનયાત્રા છે આ તો.” જોગીરાજે જરા તપીને કહ્યું, “અરે ભાઈ, મરી ગયો તો મરી ગયો. એમાં આટલું બધું શું ? આટલા શોરબકોરની શી જરૂર ? ચાર જણા આવીને કામ પતાવી દો. આમાં અમારી સમાધિમાં ભંગ શા માટે પાડો છો.” અરે જોગીરાજ ! આખા ગામમાં ગમગીનીનો પાર નથી. એટલે તો સહુ સાથ દેવા આવ્યા છે. જુવાન છોકરો, એય વળી એકનો એક. માણસ ઘણો નિષ્પાપ. ગુરુ મહારાજ ! ભારે ગજબ થયો છે.” અરે ભાઈ, મરણથી ડરવાનું શું? તમારે જે કરવું હોય તે કરો. જીવતો કરવો હોય તો જીવતો કરો, પણ મારી ઝૂંપડી પાસેથી ચાલ્યા જાવ.” અરે મહારાજ ! મરેલા તે કોઈ દિવસ જીવતા થતા જાણ્યા છે ?” જોગી મહારાજ ખડખડાટ હસી પડ્યા અને કહ્યું, “તમને સંસારીઓને યોગશક્તિની ક્યાંથી ખબર હોય ! કોઈ સંજીવની મંત્રના જાણકારને બોલાવો. અબી ને અબી છોકરો જીવતો થઈ જશે.” “મહારાજ ! આપને એવા મંત્ર આવડે છે ?” “કેમ નહીં ? જીવવું અને મરવું એ તો જાગવા અને ઊંઘવા જેવી સામાન્ય બાબત છે.” આ સાંભળીને ગ્રામજનો બોલી ઊઠ્યા, “અરે મહારાજ, તો તો આખું ગામ આપને દુઆ આપશે, આ જુવાનને જીવતો કરી દેશો તો.” “અરે, અમને એવી ફુરસદ નથી.” આટલું બોલીને જોગી મહારાજ ઝૂંપડીમાં ચાલ્યા ગયા. પણ પેલા માણસોને ભારે ચટપટી થઈ. સ્મશાનના મોતીની માળા @ ૭૮ Page #70 -------------------------------------------------------------------------- ________________ લોકોનો શોરબકોર સાંભળીને સ્મશાનમાં વસતા અઘોરી યોગી બહાર આવ્યા. નિરાહારી જોગી મહારાજની આબરૂ કંઈ જેવીતેવી ન હતી. બધા ભેગા થયા. શિક્ષક પાસે ગયા. જોગી મહારાજની વાત કરી, પણ ૯૯ © કોની કમાણી ? કોની ખોટ ? Page #71 -------------------------------------------------------------------------- ________________ સમતાધારી શિક્ષકે કહ્યું, “અરે ભાઈ, આ બધા તો ખાલી ફાંફાં છે. ભગવાનની મરજી હતી એવું થઈ ગયું. હવે મંત્ર તંત્રની વાત ભૂલી જાવ અને રામનામ લો." પણ ગામલોકો માને શાના ? લોકો તો વિચારે કે શિક્ષક તો વેદાંતી રહ્યા. ભારે મજબૂત મનોબળવાળા છે, પણ એમનાં પત્નીની વેદનાનો તો વિચાર કરવો જોઈએ ને ! કેવું જુવાનજોધ મરણું ! ફાંફાં તો ભલે ફાંફાં, પણ મારવામાં જાય છે શું ? ગામના આગેવાનો જોગી મહારાજ પાસે પહોંચ્યા અને એમને વિનંતી કરી. “હું જોગી મહારાજ !અમે સાંભળ્યું છે કે આપને સંજીવની મંત્ર આવડે છે. તો આ શિક્ષકના એકના એક જુવાન પુત્રને જીવતો કરી દો.” જોગીરાજ કહે, “એકને જીવતો કરું તો કાલથી આખું ગામ મારી પાછળ પડે. કોને હા કહ્યું અને કોને ના કહું ? મારે વળી એવી માયામાં પડવાની જરૂર સી” ગામના નગરશેઠે આગળ આવીને જવાબદારી લેતાં કહ્યું, “આપને ગામમાંથી કોઈ કરતાં કોઈ બીજી વાર નહીં કહે, મહારાજ.” શિક્ષકે તો ખુબ ના પાડી. કહ્યું કે મારા દીકરાના શબ પર કોઈ તાંત્રિકમાંત્રિક પ્રયોગો રહેવા દો. પણ ગામ કંઈ હવે ઝાલ્યું રહે ખરું ? એક તો શિક્ષક દંપતી તરફ ગામને પૂરી લાગણી અને એમાં વળી ચમત્કાર જોવા મળે. ગામો કર્યો શબ લઈને આવ્યા, અોરી મહારાજે બધાને બહાર કાઢ્યા. કુટિર વાસી દીધી. પોતે નદીમાં સ્નાન કરી આવ્યા. સ્નાન કરી પ્રાણાયામ લગાવીને ચિત્તને સ્થિર કરી મંત્ર ભણીને અંજલિ છાંટી. ત્યાં તો શિક્ષકનો જવાનજોધ દીકરો બેઠો થઈ ગયો. ચારેકોર આનંદમંગળ છાઈ રહ્યાં. લોકોએ હર્ષના પોકારો કર્યા. જોગી મહારાજની જય બોલાવી. બધા વાજતે-ગાજતે સ્મશાનમાંથી પાછા ફર્યા. મોતીની માળા @ ૭૦ Page #72 -------------------------------------------------------------------------- ________________ ગામના રાજાએ આટલો બધો અવાજ સાંભળીને કારભારીને પૂછયું, કારભારી, ગામમાં આટલો બધો શોરબકોર શાનો છે ?” કારભારીએ બધી વાત કરી ને રાજાનું કુતૂહલ ઝાલ્યું ન રહ્યું. રાજા તો ઘોડા પર બેસીને જોગીરાજ પાસે ગયો. પ્રણામ કરીને આજીજી કરી કે મહારાજ, મારું ભાગ્ય વાંચો. જોગીરાજનો પિત્તો ઊછળ્યો અને બોલ્યા, “લોકો હવે મને જંપવા દેતા નથી. અહીંથી બીજે જવું પડશે. અરે ભાઈ, તું છે કોણ ?” “જી, હું ગામનો રાજા છું. મારું ભાગ્ય વંચાવવા આવ્યો છું.” “ગામલોકોને મેં કહ્યું જ હતું કે હવે બધા મને પરેશાન કરશે. મારું અહીં રહેવું મુશ્કેલ બની જશે.” રાજા કહે, “અરે મહારાજ ! આપ ચિંતા ન કરો. મહેલમાં પહોંચું એટલી વાર છે. આપની કુટિરની આસપાસ એવો મજબૂત ચોકીપહેરો ગોઠવી દઈશ કે અહીં કોઈ ચકલુંય નહીં ફરકે. પણ મારું ભાગ્ય જોઈ આપો મહારાજ !” “અચ્છા ભાઈ, અચ્છા. અમારે જોગીઓને તે વળી ચોકીપહેરા હોતા હશે? પણ ખેર ! લાવ બતાવ તારો હાથ.” હાથ જોઈને જોગી મહારાજ સાવ મૌન બની ગયા. ન બોલે કે ન ચાલે. રાજા પણ વિચારમાં પડી ગયો. અંતે જોગી મહારાજે કહ્યું, “સાંભળ ! હું કોઈ સાચું-ખોટું બોલનારો વેપારી નથી. હું તો જે જોઈશ, તે જ તને કહીશ. તને પસંદ પડે કે કદાચ ન પણ પડે. મને તારું મોત દેખાય છે. આજથી પંદર દિવસ પછી તારો સૌથી મનપસંદ ઘોડો મરી જશે. એ પછી દોઢેક મહિના બાદ તારું મૃત્યુ થશે. તારા પછી બે મહિને તારી રાણી પણ મરી જશે. બસ, હવે જાવ. જે નહોતું કહેવાનું તે પણ તને કહ્યું છે. કાલે મારી શોધ કરીશ નહીં. હું અહીંથી ચાલ્યો જવાનો છું.” જોગી મહારાજ તો ચાલ્યા ગયા. પણ પાછળ રાજાને ચિંતાના દરિયામાં ડુબાડી ગયા. ૭૧ © કોની કમાણી ? કોની ખોટ ? Page #73 -------------------------------------------------------------------------- ________________ કારભારી કહે, “મહારાજ ! જોગી મહારાજ તો અઘોરી કહેવાય. કોને શું કહેવાય અને કોને શું ન કહેવાય એની એમને સમજ ન હોય. માટે આપ પંદર દિવસ થોભી જાવ. પંદરમે દિવસે ઘોડાને કંઈ થશે તો આપણે વિચાર કરીશું.” દિવસ વીતવા લાગ્યા. પંદરમે દિવસે રાજા દરબારમાં બેઠા હતા. ત્યાં જ અચાનક ખબર આવી : “રાજાસાહેબનો મનપસંદ ઘોડો અચાનક અવસાન પામ્યો છે.” રાજાના મોતિયા મરી ગયા. એની ઊંઘ હરામ થઈ ગઈ. એને થયું કે જોગી મહારાજની અગમવાણી સાચી હોય તો ? તાબડતોબ ગામેગામથી પંડિતોને બોલાવ્યા. પંડિતોએ કહ્યું કે ગંગાને કાંઠે જો વિષ્ણુયાગ કરાવવામાં આવે તો બધી અલાબલા ટળી જાય. પણ યજ્ઞ કરવા માટે કાશી જાય કોણ ? કાશીમાં ઘણા દિવસ રોકાવું પડે, બધાં અનુષ્ઠાન કરવાં પડે. વળી કોઈ જાણકાર પણ હોવો જોઈએ. બધું વિધિપુર:સર થાય છે કે નહીં એ જોવું જોઈએ. ગામમાં આવું કામ કરે એવો માણસ છે ખરો ? જે નિષ્કામભાવે શાસ્ત્રોક્ત વિધિથી મહાયજ્ઞ કરાવે ? આ યજ્ઞ માટેની ચાર લાખ રૂપિયાની રકમ ભરોસાથી સોંપી શકાય ? આખરે બધાની નજર શિક્ષક પર ઠરી. તેઓ ખરેખર નિર્મોહી માનવી છે. સાચા વેદાંતી છે. વળી શાસ્ત્રોના એટલા જ જાણકાર છે. એમને બોલાવ્યા અને ચાર લાખ રૂપિયા સાથે વિષ્ણુયાગ માટે કાશી જવાનું કહ્યું, શિક્ષક કહે, આ તો રાજાજીનું કામ કહેવાય. રાજા એ તો લાખોનો પાલનહાર. એ કદીય ન મરજો. પણ મારી સાથે કોઈક બીજો નિસ્વાર્થી માણસ હોય તો સારું.” બીજો નિસ્વાર્થી માણસ લાવવો ક્યાંથી ? આખરે મંદિરમાં જપ-તપ કરતા ભગત મહારાજ પર સહુની નજર ઠરી. એમને બોલાવ્યા અને એ પણ મોતીની માળા @ ૭૨ Page #74 -------------------------------------------------------------------------- ________________ રાજાની જિંદગી માટે કાશી જવા કબુલ થયા. કાશીમાં સહાયરૂપ થશે એમ માનીને શિક્ષકે પોતાનાં પત્ની અને પુત્રને પણ સાથે લીધાં. બીજી બાજુ ઘોડારમાં નોકરી કરતા બ્રાહ્મણનું દિલ ભાંગી ગયું, રાજાનો દિલપસંદ ઘોડો ગુજરી જતાં એનું મન કામમાંથી ઊઠી ગયું. આથી એણે પણ નોકરીમાંથી રજા લીધી. સ્મશાનના જાંગીબાવા તો કહેતા જ હતા કે એમના ગામમાં વસવું મુશ્કેલ બનશે. એમની કુટિર ખાલી હતી. સાધુ તો ચલતા ભલા. ક્યાંક ચાલી નીકળ્યા હશે ! ગામના શિક્ષક અને ભગત મહારાજ ચાર લાખ રૂપિયા અને વાટખર્ચી લઈને રવાના થયા. રૂપિયા વહેંચી લીધા. છ મહિના વીતી ગયા. રાજાને ઊની આંચ ન આવી. એમણે માન્યું કે કાશીનો વિષ્ણુયાગ સફળ થયું છે ! આપણે માથેથી એક જીવલેણ થાત ગઈ! ૩૩ એ કોની કમાણી ? કોની ખોટ ? Page #75 -------------------------------------------------------------------------- ________________ uiB/HIM, ૧ પર્ણ જે ૧૪ એક નાનકડું ગામ હતું. માંડ પચાસ ખોરડાં. એના દરબાર. નામે રખુભા. રખુભાનું રાજ નાનું, પણ વટ તો કોઈ શાહ-બાદશાહથીય વધુ. સવાર પડે અને ડેલીએ બેસે. ધીરેધીરે ડાયરો ભેગો થાય. મગનો આવીને હોકો ભરી આપે. એકાદ ચારણ બાપુની બહાદુરીની વાહ-વાહ કરે. બીજા એકાદ-બે ધંધા વગરના આવીને જમાવે. રખુભાનો ડાયરો ભલે નાનો, પણ એમાં વાતો થાય આખા મલકની. આવક ઘણી ઓછી, પણ એમનું આતિથ્ય ભારે રૂડું. એક દિવસ રખુભા બાપુ ડાયરામાં બેઠા હતા તે જ સમયે મહેમાન આવ્યા. કસુંબા-પાણી કર્યા. બાકી હતું તે બાપુએ કહેવડાવ્યું, “મહેમાન આવ્યા છે, જમવાના છે, સેવલાં રાંધજો.” બાપુની કમાણી ઓછી, એટલે ઘરનું માંડ પૂરું થતું. આથી ઠકરાણાએ જેવી વાત સાંભળી કે તરત જ ગુસ્સે ભરાઈને સીધોસટ જવાબ કહેવડાવ્યો, મોતીની માળા @ ૭૪ Page #76 -------------------------------------------------------------------------- ________________ ર 'jપws દરબારે ત્રાડ પાડતાં કહ્યું, “હમણાં ને હમણાં તને વાઢી નાખીશ. મેં મારું નહિ, પણ મારી મૂછનું આ ભરડાયરામાં અપમાન કર્યું છે ! ઘરમાં લોટ નથી. સેવ નથી. ઉધાર એટલું બધું કર્યું છે કે હવે ગાંધી ધીરતોય નથી.” ૭૫ @ વાઢી નાખ, ઝટ વાઢી નાખ Page #77 -------------------------------------------------------------------------- ________________ પેલા માણસે આવીને બાપુને વાત કરી. બાપુનો પિત્તો ઊછળ્યો. બાકી હતું તે અગ્નિમાં ઘી હોમવા ઠકરાણાં જાતે આવીને આખો ડાયરો સાંભળે તેમ બોલ્યાં, “વટનો તો જાણે પાર નથી, પણ એવો કોણ હોય કે જે તમારા જેવા આળસુને એક પાઈનુંય ઉધાર ધીરે. મૂછ વધારે કોઈ માલ ન ધીરે.” કરાણાંની વાત સાંભળીને મહેમાન તો અચંબામાં પડી ગયા. ડાયરાની હાલત તો કાપો તોય લોહી ન નીકળે તેવી થઈ ગઈ. ન દરબારના ગુસ્સાનો પાર ન રહ્યો અને એ ગર્જ્યો. ડાયરાને એમ લાગ્યું કે દરબાર હમણાં ને હમણાં ઘરવાળીના ઊભા ને ઊભા ટુકડા કરી નાખશે. દરબારે ત્રાડ પાડતાં કહ્યું, “હમણાં ને હમણાં તને વાઢી નાખીશ. તેં મારું નહિ, પણ મારી મૂછનું આ ભરડાયરામાં અપમાન કર્યું છે. મારી આબરૂ ધૂળધાણી કરી નાખી. મૂછ એ તો મરદની શોભા. હવે તો વાઢી જ નાખું.” દરબારે તો ઊભા થઈને બૂમ પાડી, “અલ્યા મગના, એ અલ્યા મગનો." દરબારની બાજુમાં બેઠેલો મગનો એમની સામે હાથ જોડીને ઊભો રહ્યો અને બોલ્યો, “જી અન્નદાતા, હુકમ કરો. અમલ કરવા ખડેપગે છું.” રખુભા દરબારે ફરી ત્રાડ પાડી, “અલ્યા મગના, વાઢી નાખ. ઘરવાળીએ મહેણું માર્યું એ તે સાંભળ્યું કે નહીં? બસ, હવે તો વાઢી નાખ.” મગનો કહે, “કોને વાઢી નાખું ? બાપુ, કોને વાઢી નાખું?” બાપુ ગર્જના કરતાં બોલ્યા, “મગના, બીજા કોને હોય ? મારી મૂછને. મૂછ ન હોય તો ઘરવાળી મહેણાં કોને મારશે ? બસ, માટે મારી મૂછ વાઢી નાખ અને મારે માથેથી મહેણાનો ભાર ઉતાર " મોતીની માળા © ૭૬ Page #78 -------------------------------------------------------------------------- ________________ સાયા. થઈએ I \ \ ૧૫ બે ભાઈઓ. એકનું નામ મયાશંકર. બીજાનું નામ દયાશંકર. બંને ટૂંકા નામે ઓળખાય. મયાશંકરને સહુ મયા કહે અને દયાશંકરને દયા. આ બંને ભાઈની માતાનું એકાએક અવસાન થયું. જૂનો જમાનો. પુરાણી રૂઢિનું જોર ઘણું ચાલે. સગાં-વહાલાંના વિચારો પણ જુનવાણી. આથી દયાશંકર અને મયાશંકર માની ઉત્તરક્રિયા કેવી રીતે કરવી તેનો વિચાર કરવા બેઠા. મોટોભાઈ મયાશંકર ભારે પાકો. માની ઉત્તરક્રિયા ધામધૂમથી કરવી હતી, પણ સાથે એ માટે ફૂટી કોડીય ખરચવી નહોતી. ૭૭ © સવાયા થઈએ Page #79 -------------------------------------------------------------------------- ________________ મયાએ નાનાભાઈને કહ્યું, અરે, જોને ભાઈ દયા ! આ આપણી નાતમાં સોમેશ્વર પંડ્યા ખરા ને! એમણે એમની માનું કારજ કેવું કર્યું ! વાહ રે ભાઈ, વાહ ! આજ દસ-દસ વર્ષનાં વહાણાં વીતી ગયાં, છતાં નાત એને સંભારે છે અને કહે છે કે એવું કારજ તો કોઈએ કર્યું નથી.” દયાશંકર કહે, “પણ ભાઈ મયા, સોમેશ્વર પંડ્યાની સ્થિતિ તો ઘણી સારી હતી. એમનાં ઘરનાં ઘર, વાડી અને ગાડીય ખરાં. આથી તો સોમેશ્વર પંડ્યા ‘ગીની'ના નામથી ઓળખાતા હતા. એમને બે તો બહુ મોટા વારસા મળ્યા, એનાં પગરખાંમાં આપણો પગ હોય ?” અરે ભાઈ દયા ! મને તારી દયા આવે છે. નાતમાં તો સહુ સરખા. એ નાણાંવાળો છે અને આપણે ગરીબ છીએ તેવો ગામમાં ઢોલ પીટવાનો ન હોય. આવે અવસરે તો આપણી શોભા વધે એવું કરવું જોઈએ. આપણે એના બરોબરિયા થઈને રહેવું જોઈએ. નાત પણ કહે કે, વાહ ભાઈ ! રંગ રાખ્યો તમે. માને માટે પાંચ પૈસાનું કરજ થાય તોય વાંધો નહિ, પણ નાતમાં સવાયા થઈને રહેવું જોઈએ, હોં.” “ભલે ભાઈ, તમે કહો તેમ, પણ સોમેશ્વર પંડ્યાએ શું કર્યું હતું ?” “આ પાછી તેં સોમેશ્વર પંડ્યાની વાત કાઢી. વારેવારે તું સોમેશ્વર પંડ્યાનું જ નામ લે છે, પણ સોમેશ્વર પંડ્યાનું જોઈને ધીરા ભટે શું કર્યું હતું એ જ જોને? સોમેશ્વર પાસે કાન પકડાવ્યા હતા ને ! અને નાતે પણ કેટલી વાહવાહ કરી હતી.” દયાશંકર કહે, “પણ ભાઈ, સોમેશ્વરનાં પગરખાંમાં ધીરો પગ નાખવા ગયો, તો એના ઘરનાં ખોરડાંય વેચાઈ ગયાં અને આજ છોકરાંને ભૂખે મારે છે, કરજ ભરપાઈ નથી થયું.” મોતીની માળા ૭૮ Page #80 -------------------------------------------------------------------------- ________________ “લે રાખ, રાખ. આમ પાણીમાં શું બેસી ગયો ? કરજ કર્યું એ તો છાને ખૂણે લેણદાર અને દેણદારે જાણ્યું, પણ ધીરાનો ડંકો તો આખી નાતમાં બજ્યો કે નહિ ?” “હા, તો પછી તું કહે એમ કરીએ.” “તો બસ, ધીરાએ શું કર્યું હતું તે વિચાર. આપણે એનાથી સવાયું કરવું છે. એ નાતનો દીકરો છે, તો શું આપણે નથી ? માટે ઉપર ધારે લાવી અને અખંડ ધારે નાતને ઘી આપવાનું. એની સાથે સાકરનું બૂરું, બે ફરસાણ, બે શાક, બે કઠોળ, અથાણામાં કાચું ને પાકું, મૂળા ને મોગરી પણ પીરસી નાખવાં. પાપડ તો હોય જ અને પછી છેલ્લે દૂધ...” “અહોહો ! આટલું બધું ?” “અરે, આટલાને માથે બ્રાહ્મણોને ચાર-ચાર આના દક્ષિણા આપવી અને ધીરાને જ પાટે બેસાડવો. કહેવું કે તું પણ જોઈ લે આંખો ફાડીને. તું ભલે હોય શ્રીમંત બાપનો અને અમે ભલે રહ્યા ગરીબ બાપના, પણ જોઈ લે કે નાતમાં તો સહુ સરખા.” “પણ મોટાભાઈ મયા ?” “શું છે ભાઈ દયા ?” “વાત એવી છે કે અખંડ ધારે ઘી પીરસીએ અને માથે બૂરું આપીએ તો દેશાવર કરવું પડે.” “તે એમાંય શું ? એમાં કંઈ થોડો પાડ કરીએ છીએ? સોમેશ્વરેય કર્યું હતું અને ધીરાએ પણ કર્યું હતું. તો શું દયા-મયાની મા કંઈ સોમેશ્વર કે ધીરાની માથી કમ હતી?” પણ ભાઈ મયા, દેશાવર એટલે આવી એક નહિ, પણ આપણા બાર ગામની નાત. આપણાં તો છાપરાંય વેચાઈ જશે, હોં !” ૭૯ છ સવાયા થઈએ Page #81 -------------------------------------------------------------------------- ________________ “તે ભલેને વેચાઈ જાય. મા જેવી મા ગઈ. હવે છાપરાંની શી કિંમત છે?” “પણ આટલું બધું કરજ પછી ભરશે કોણ ?" મયાએ હળવેથી કહ્યું, “તું છે ને. માની પાછળ આટલુંય નહીં કરે ?" આ પ્રસંગને સાઠ વર્ષ થઈ ગયાં, છતાં આજે દયાના છોકરાના છોકરા કરજના હપતા ભરતા જાય છે અને જૂનાં કરજ ચૂકવવા માટે નવાં કરજ કરતા જાય છે. મોતીની માળા 80