________________
પાછા સામે પૈસા
એક બ્રાહ્મણ, ભારે દરિદ્ર.
ગામડાગામમાં રહે અને રોજ સવારે ‘નારાયણ’ પ્રસન્ન કરવા ભિક્ષા માગવા જાય.
એને રોજ જારનો લોટ મળે. જારના રોટલા ખાઈ ખાઈને એ ખૂબ કંટાળી ગયો.
એક દિવસ બ્રાહ્મણે વિચાર કર્યો, “લાવને, બે-ચાર દિવસ જમાઈને ત્યાં જઈ આવું. શરમા-શરમેય કંઈક મહેમાનગતિ તો કરશે જ ને ! બે-ચાર દિવસ તો આ જારના રોટલાનું મોં ભાળવું મટે.”
એક દિવસ સવારના પહોરમાં બ્રાહ્મણ જમાઈના ગામ તરફ જવા નીકળ્યો. જમવા ટાણે પહોંચવાની એની ગણતરી હતી. જમાઈની સ્થિતિ સારી એટલે એને ત્યાં રોજના સાદા જમણમાં પણ છેવટે ઘઉંની રોટલી તો હોય જ.
આ તરફ જમાઈને ત્યાં એવું બન્યું કે ગામમાં ઉપરાઉપરી લગ્નગાળો ગયો હતો. એ રોજ-રોજ મિષ્ટાન્ન ખાઈને કંટાળી ગયેલો. એણે એ જ દિવસે સવારે એની પત્નીને કહ્યું,
૩૯ © પાછા સામે ને સામે