________________
લખી ! અલ્યા, વરકન્યા પરણે પણ તે ગોરને દામું મળે તો, નહીં તો વા ખાય!
માવજીભાઈ ગર્જીને બોલ્યા, “બાપુ, એ અમલદાર કંઈ આપણું કામ કરે છે તે કંઈ મહેરબાની નથી કરતો હોં. એ અમારે રાત-દિ'નાં કામ તે અમે જાણીએ છીએ. અમે જાણીએ છીએ કે કેટલીય ભેંસું લઈ ગયો છે. કેટલાંય ઇનામ-અકરામ લઈ ગયો છે અને અહીં તો કંઈ પાંજરાપોળ છે બાપુ ? એવા અમલદારનાં ખોડાં ઢોર આપણે પાળવાં ? કામ કરવું હોય તો બાપુ, અમે ક્યાં નથી બેઠા કામ કરવાવાળા ? વધારે કામ હોય તો ગામના કેટલાય જુવાનિયા નોકરી માટે આંટા ખાય છે અને વસ્તીમાંથી ગમે તેને બોલાવીએ તો બાપડો હોંશથી બાપુનું કામ કરી દે. આ ગગાને નોકરી જોઈએ છે ? ના મળે ! બાપુ, ઘરનાં છોકરાં ઘંટી ચાટે અને ઉપાધ્યાયને આટો હોય નહીં.”
બાપુ કામદારની વાત પાસે ઢીલા પડી ગયા અને બોલ્યા, “પણ કામદાર! ઈ માળો આદુ ખાઈને લાગ્યો છે. મારે શું જવાબ દેવો ?”
માવજીભાઈ કહે, “આજ-કાલ કરવી. થાકીને હાલતો થશે.”
બાપુને આ રસ્તો ગમ્યો. એમણે જરી-પુરાણી રાજનીતિ અજમાવવા માંડી. ‘આજ આવજો, “કાલ આવજો”, “કાલ જોશું’ એમ માણેકને આજ કાલના વાયદા બતાવવા લાગ્યા.
માણેક મૂંઝાયો. અમલદારને કાગળ લખ્યો. એણે બાપુને ફરિયાદ આપી અને લખ્યું કે એનાં બૈરાં-છોકરાં ભૂખે મરે છે. મહિને વીસેકનો જોગ કરી આપશો.
બાપુએ વળી માવજીભાઈને બોલાવ્યા. માવજીભાઈ કહે, “બાપુ ! આખી દુનિયાનાં બૈરાં-છોકરાં ભૂખે મરતાં હોય, તો શું આપણે કંઈ લખત કરી આપ્યું છે કે આપણે પાલવવાં ? અને ઍ બાપુ ! એ સગો તો અમલદારનો, આપણો તો નથી ને ? ને અમલદાર એ.જી.જી.નો સગો ! આપણો તો નહીં ને ! આ તો ભીતરના ભેદ લઈ જાય.”
બાપુને રાજના રતન જેવા માવજીભાઈની વાત સાચી લાગી. વળી એ તો આજ-કાલના વાયદા કરવા લાગ્યા.
૫૯ © રાજનું રતન