________________
પ્રેમા શેઠ કહે, “અરે ! બે હજારની હૂંડી લખી આપું ! જો કોઈ કન્યાવાળો મળે તો, બાકી પાછા જવાય નહીં.”
અમરા બાપુ કહે, “મગનની વહુના શણગાર મારા.” મગન કહે, “પણ બાપુ ! વહુ લાવીને ક્યાં રાખીશ ? ઘર-ખોરડાં ક્યાં
ખેમો પટેલ કહે, “અરે ! હું આપીશ. પણ અત્યારે નાક રાખવાનો સવાલ છે.”
બધા જુદાજુદા છૂટ્યા. અડખે-પડખેનાં ગામોમાં ફરી વળ્યા. રાત આખી મહેનત કરી. કન્યા શોધી લાવ્યા.
બીજે દિવસે લગ્ન થયાં. બે દિવસે જાન વહુને લઈને પાછી ફરી.
ગામલોક સામે આવ્યું. સહુ કહે, “સામાવાળો સંપત્તિવાન લાગે છે. જાન રૂડી બે દિવસ રોકી.”
પ્રેમા શેઠ કહે, “હા ભાઈ ! કેમ ન રોકે ? જાનમાં લાખેણા માણસો હતા ને ?”
આમ મગન પરણીને ગામમાં આવ્યો.
“તે એમ !” મગને કહ્યું, “આમ ને આમ આખો ભવ ટાંટિયા ઘસી નાખત તોય લાલ લૂગડું જોવા પામત નહીં ! અમરા બાપુ, પ્રેમા શેઠ કે ખેમા પટેલની દાઢીમાં હાથ નાખત, તોય દોઢિયુંય ન આપત. હવે ભરીશું કમાઈને. વહુ તો આવી ગઈ ને ઘેર !”
ત્યારથી ઓઠું ચાલ્યું કે, “ક્યાં ગ્યા'તા ?” તો કહે, “મગનની જાનમાં !”
મોતીની માળા @ પs