________________
Sિ IT'S
RIS
- ૧૨
એક કાઠી દરબાર. ઘેર પાંચ-સાત ગામ. ખાય, પીએ અને લહેર કરે. દરબારનો બધો વહીવટ એક કામદાર ચલાવે. એનું નામ માવજીભાઈ.
દરબારને ઘોડો લેવો હોય તો માવજીભાઈને પૂછે. ભેંસ લેવી હોય તોય માવજીભાઈ કહે તો જ લેવાય. બાપુને નવાં લગન કરવાં હોય, તોય કામદાર કન્યા શોધી લાવે. રાજમાં નોકર રાખવો હોય તોય માવજીભાઈનો મત લેવાય.
માવજીભાઈ હા કહે તો હા. માવજીભાઈ ના કહે તો ના.
માવજીભાઈ સહુનાં કામ કરે. કોઈને ના કહે નહીં, પણ એમનો એક નિયમ.
જે મળે એમાં માવજીભાઈનો અડધો ભાગ ! જો ભાગ મળે તો કામ થાય, ન મળે તો ધક્કા ખાધે જાવ ! આથી માવજીભાઈ કાંધાળા' એ નામે જાણીતા
પ૭ © રાજનું રતન