________________
ને જામ્યા વગર ‘ટેસ’ ન આવે. આ એમાં ગાડી ઘૂમંતર.”
ન
સાહેબ કહે, “પછી "
બાપુ કહે, “રાત થાય. વાળુ ચણું થાય. મંદિરમાં આરતી થાય. આરતી ટાણે ગામતરે ન જવાય. ને બરાબર આરતી ટાણે આ અળવીતર અગનગાડી પાવો વગાડે.”
સાહેબ કહે, “પછી "
બાપુ કહે, “છેલ્લી ગાડી કાળી રાતે હાલે. અમને મધરાતે માંડ ઊંઘ ચડે અને ઊંધમાંય સાહેબ, અમને અમારી રીત પ્રમાણે જાણે અમે રવાના થવા માગતા હોઈએ અને આપ આગ્રહથી અમારાં પોટકાં ગાડીમાંથી ઊતરાવી લેતા હો તેવું લાગે અને ફરી આપને સલામ કરવા જઉં, ત્યારે ખબર પડે કે આ તો
પલંગ પરથી નીચે દડી પડ્યા. આપ નામદાર જ ન્યાય કરજો કે અમે ક્યારે નવરા પડ્યા ને ન 'ગ્યા !”
ગોરાસાહેબ હસી પડ્યા અને તરત જ બાપુને સ્ટેશન પર પહોંચાડવાની વ્યવસ્થા કરી.
મોતીની માળા © ૩૦