________________
નવાબનો નોકર
૧૦
એક રાજના નવાબ.
ફરતા-ફરતા જઈ ચઢવા શાકબજારમાં !
કાછિયા કુરનિસ બજાવવા લાગ્યા.
નવાબ કહે, “અમે શાકને અસલી રૂપમાં જોયાં નથી. રસોઇયા તો એને
કંઈનું કંઈ રૂપ આપી દે છે ! અચ્છા, ચલો દિખાઓ !”
“હજૂર ! આ ભીંડો !”
“વાહ, વાહ !''
“હજૂર ! આ તૂરિયાં !”
“બહુત ખૂબ !”
ભાત-ભાતનાં શાકનાં અસલ રૂપ જોઈને નવાબ તો અજાયબીમાં ગરકાવ થઈ ગયા.
એમાંય રીંગણાં જોઈને નવાબે વજી૨ને કહ્યું,
૪૫ ૭ નવાબનો નોકર