________________
ત્રીજા પહોરે શેઠની આંખ મીંચાઈ ગઈ. ચોથા પહોરે ઝબકીને જાગ્યા અને ઓરડામાંથી બહાર આવ્યા.
રમજુમિયાં જાગે. ખોંખારાનો જવાબ ખોંખારાથી વાળ્યો. શેઠે પૂછ્યું, “શું ચાલે છે, ચોકીદારજી ?” “જી સાહેબ, વિચાર કરું છું.” “શો ?” “બહુ મોટો વિચાર છે.” “શો ?”
“શેઠ, વાત એમ બની કે ત્રીજા પહોરે મને જરા ઝોકું આવી ગયું. ચોર પણ અલ્લાએ શું કરાફાત બનાવ્યા છે ! લોકો રમકડાંને ખિસ્સામાં નાખીને ચાલ્યા જાય એમ ઘોડીને તો ચોર ઉઠાવી ગયા. પણ હવે વિચારું છું કે એનું જીન કોણ ઉપાડશે ? તમે કે હું ?”
મોતીની માળા @ ૪૪