________________
જ્યારે નવવા પડ્યા
) | T ગયા?
સૌરાષ્ટ્રમાં અનેક રજવાડાં. એ રજવાડાના એક બાપુ. બાપુને કામસર ગોરાસાહેબે બોલાવ્યા.
એ સમયે એક ગોરોસાહેબ રજવાડાં પર નજર રાખે. એ પોલિટિકલ એજન્ટ કહેવાય. રાજકોટમાં રહે.
બાપુનું કામ થોડું હતું, બે દિવસમાં પતી ગયું. પણ ઉતારો ગોરાસાહેબના મહેલમાં હતો. બાપુને તો ભારે મજા આવી. ત્યાં જ રોકાઈ ગયા.
ગોરાસાહેબને એક બીજા બાપુનું કામ પડ્યું. એમને બોલાવ્યા અને ઉતારો આપવા માટે નોકરને કહ્યું.
નોકર કહે : “ઉતારો ખાલી નથી, સાહેબ ! રોજ કાના બાપુ હજી એમાં જ છે.” ગોરોસાહેબ તપી ગયો. એ બોલ્યો : “ઓહ, હજી બાપુ ગયા નથી ? બોલાવો એમને અબી ને અબી.”
૨૭ © ક્યારે નવરા પડ્યા ને ન ગયા ?